ચોતરફી ટીકા થતાં હેડલાઈન બદલી.
બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારના અમેરિકન અખબારમાં ચર્ચા ચાલી રહી છે. ન્યૂ યોર્ક ટાઈમ્સે ગુરુવારે (આઠમી ઓગસ્ટ) બાંગ્લાદેશમાં પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાના વિદાય પછીની હિંદુ વિરોધી હિંસાને બદલો ગણાવ્યો હતો. વિશ્વભરના લોકો દ્વારા વિવિધ પ્લેટફોર્મ પર ટીકા કરવામાં આવ્યા બાદ અમેરિકન મીડિયા હાઉસે તેની હેડલાઇન બદલી છે. તમિલ રાજકીય સાપ્તાહિક તુગલકના સંપાદક અને હિંદુ સમર્થક સ્વામીનાથન ગુરુમૂર્તિએ પણ ન્યૂયોર્ક ટાઈમ્સની ટીકા કરી છે.
ભારતે આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી
બાંગ્લાદેશમાં ૧૯૭૧ની મુક્તિ યુદ્ધમાં લડેલા નિવૃત્ત સૈનિકોના પરિવારો માટે ૩૦ % નોકરીઓ અનામત રાખતી વિવાદાસ્પદ ક્વોટા સિસ્ટમ પર અશાંતિ વચ્ચે વડાંપ્રધાન શેખ હસીનાને પદ પરથી હાંકી કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ પછી મેટી સંખ્યમાં હિંદુ ઘરો, વ્યવસાયો અને મંદિરોમાં તોડફોડ કરવામાં આવી હતી. ભારતે આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે.
ભારતે બાંગ્લાદેશમાં તેના દૂતાવાસ અને કોન્સ્યુલેટમાંથી તમામ બિન-આવશ્યક કર્મચારીઓ અને તેમના પરિવારોને બહાર કાઢ્યા છે. આ તમામ ભારતીય રાજદ્વારીઓ બાંગ્લાદેશમાં છે અને મિશનનું કામ કરી રહ્યા છે. રાજધાની ઢાકામાં હાઈ કમિશન અથવા એમ્બેસી સિવાય, ભારતમાં ચિત્તાગોંગ, રાજશાહી, ખુલના અને સિલ્હેટમાં પેટાકંપની હાઈ કમિશન અથવા કોન્સ્યુલેટ્સ છે. રાજકીય અશાંતિ વચ્ચે ઢાકાથી ૧૯૯ મુસાફરો અને છ શિશુઓને લઈને એર ઈન્ડિયાની ફ્લાઈટ બુધવારે સવારે દિલ્હી પહોંચી હતી.’