શરીર સ્વસ્થ રાખવા અને મસલ્સ વધારવા માટે બજારના મોંઘા અને હાનિકારક પ્રોટીન પાઉડરના બદલે ઓછા ખર્ચે ઘરે પ્રોટીન પાઉડર બનાવી શકો છો. જે શરીર માટે સુરક્ષિત છે.
શરીર સ્વસ્થ અને મજબૂત રાખવા માટે કસરત કરવી જોઇએ. ઘણા લોકો જીમમાં વર્કઆઉટ કરવા જાય છે. જો કે ઘણી વખત જીમ ટ્રેઇનર શરીર મજબત કરવા અને મસલ્સ વધારવા માટે પ્રોટીન પાઉડર કે પ્રોટીન સપ્લિમેન્ટ્સ નું સેવન કરવાની ભલામણ કરે છે. પરંતુ બજારમાં મળતા પ્રોટીન પાઉડરથી શરીરને નુકસાન થવાની ચિંતા રહે છે. જો તમે જીમ વર્કઆઉટ કરો છો તેમજ શરીરને મજબૂત બનાવવા અને મસલ્સ વધારવા પ્રોટીનનું સેવન કરવાનું વિચારો છો અહીં તમારી માટે ઘરે પ્રોટીન પાઉડર બનાવવાની રેસીપી જણાવી છે. જે જરૂરી પોષણ આપી શરીરને સ્વસ્થ અનં તંદુરસ્ત રાખશે.
થોડા સમય અગાઉ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત એક રિસર્ચ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ભારતમાં સેવન કરવામાં આવતા પ્રોટીન સપ્લિમેન્ટ પ્રોડક્ટ્સમાંથી ૭૦ % નકલી સાબિત થઇ છે, જ્યારે ૧૪ %માં હાનિકારક ટોક્સિન અને ૮ % પ્રોડક્ટમાં જંતુનાશક દવાઓ મળી આવી છે. આવી સ્થિતિમાં, આવા પ્રોટીન સપ્લિમેન્ટ્સના સેવનથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે. આ એપિસોડમાં અમે તમને જણાવી રહ્યા છીએ ઘરે જ હેલ્ધી પ્રોટીન પાવડર બનાવવાની ખાસ રેસીપિ.
પ્રોટીન પાઉડર બનાવવાની સામગ્રી
- અળસીના બીજ – ૧/૨ કપ
- ચિયા સીડ્સ – ૧/૨ કપ
- કોળાના બીજ (પમ્પકીન સીડ્સ) – ૧/૨ કપ
- સૂર્યમુખીના બીજ – ૧/૨ કપ
- મખાના – ૧ કપ
- તલ – ૧/૪ કપ
- બદામ કે સીંગદાણા – ૧/૪ કપ
ઘરે પ્રોટીન પાઉડર બનાવવાની રીત
- પ્રોટીન પાઉડર બનાવવા માટે સૌ પ્રથમ તમામ સામગ્રીઓ અલગ અલગ શેકી લો
- હવે બધી સામગ્રી ઠંડી થવા દો
- તમામ સામગ્રી ઠંડી થયા બાદ તેને મિક્સરમાં એકદમ બારીક પાઉડર જેવી દળી લો
- આ પાઉડર કાચી કે પ્લાસ્ટિકના એર ટાઈટ ડબ્બામાં પેક કરી લો
- લો તમારો હેલ્ધી અને ટેસ્ટી પ્રોટીન પાઉડર તૈયાર છે
- હવે જ્યારે તમારે જરૂર હોય ત્યારે દૂધમાંથી આ પાઉડર નાંખી સેવન કરો
પ્રોટીનની માત્રા કેટલી હોય છે?
- ૧/૨ કપ અળસી બીજમાં લગભગ ૫-૬ ગ્રામ પ્રોટીન હોય છે
- ૧/૨ કપ ચિયા બીજમાં લગભગ ૫-૬ ગ્રામ પ્રોટીન પણ હોય છે
- ૧/2 કપ કોળાના બીજમાં લગભગ ૭-૮ ગ્રામ પ્રોટીન હોય છે
- ૧/2 કપ સૂર્યમુખીના બીજમાં લગભગ ૧૧-૧૨ ગ્રામ પ્રોટીન હોય છે
- ૧ કપ મખાનામાં લગભગ ૧૫-૨૦ ગ્રામ પ્રોટીન હોય છે
- ૧/૪ કપ તલમાં લગભગ ૭-૮ ગ્રામ પ્રોટીન હોય છે
- ૧/૪ કપ બદામમાં લગભગ ૮-૧૦ ગ્રામ પ્રોટીન હોય છે
- ૧/૩ કપ સીંગદાણામાં લગભગ ૧૦-૧૨ ગ્રામ પ્રોટીન હોય છે