આસારામની તબિયત લથડતા સારવાર માટે ૭ દિવસના પેરોલ મંજૂર.
યૌન ઉત્પીડન કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામને સારવાર માટે ૭ દિવસની પેરોલ મંજૂરી રાજસ્થાન હાઈકોર્ટમાંથી મળી છે.
યૌન ઉત્પીડન કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામને રાજસ્થાન હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે આસારામની સારવાર માટે ૭ દિવસની પેરોલ મંજૂર કરી છે. પોલીસ કસ્ટડીમાં સારવાર માટે મહારાષ્ટ્ર જશે. રાજસ્થાન હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ પુષ્પેન્દ્ર સિંહ ભાટીની ડિવિઝન બેન્ચે તેમની વચગાળાની પેરોલ મંજૂર કરી હતી.
જોધપુર સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામની અચાનક તબિયત લથડી હતી. તેણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ જેલ પ્રશાસને તેને જોધપુર એમ્સમાં દાખલ કર્યો. મેડિકલ ચેકઅપ બાદ તેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.
આસારામની નાદુરસ્ત તબિયત અને જોધપુર AIIMSમાં દાખલ થયાના સમાચાર ફેલાતા જ તેમના સમર્થકોની ભીડ હોસ્પિટલની બહાર એકઠી થઈ હતી.