મગફળી વજન ઘટાડવામાં કેવી રીતે મદદ કરી શકે?

મગફળીમાં ગુડ ફેટ હોય છે જે પેટ ભરેલું રાખે છે અને તૃષ્ણાઓ ઘટાડે છે. તે નાસ્તો માટે સારો વિકલ્પ છે, પરંતુ કેટલા પ્રમાણ સેવન કરવું ?

Is Eating Peanut Butter Everyday Really Helps For Weight Loss

અત્યારે વજન વધવાની સમસ્યા સામાન્ય થઇ ગઈ છે. મોટાભાગના લોકો વેઇટ લોસ માટે ડાયટ પર કંટ્રોલ કરે છે, પરંતુ કોઈ પણ ખોરાક તમને તે વધારાના કિલો વજન ઘટાડવામાં કરવામાં મદદ કરી શકે નહીં. પરંતુ કેટલાક એવા છે જેનું સેવન હેલ્ધી ડાયટના ભાગ રૂપે પ્રમાણસર માત્રામાં કરવામાં આવે તો લક્ષ્ય હાંસિલ થઇ શકે છે. પ્રમાણિત યોગ ટ્રેનર સૌરભ બોથરાના જણાવ્યા અનુસાર એમાંથી એક છે ફૂડ છે મગફળી. તેઓ કહે છે ક તે પૌષ્ટિક, પેટ ભરેલું રાખે, ઉર્જાથી ભરપૂર રાખવામાં મદદ કરે છે. આ ફક્ત મગફળી નથી પણ તમારા માટે એક ખજાનો છે. જ્યારે યોગ્ય માત્રામાં સેવન કરવામાં આવે છે, ત્યારે તે આપણા વજનને નિયંત્રિત કરવામાં ફાયદાકારક છે.

Ground Peanut at best price in Pandhurna by S A Industries | ID: 13429426555

પરંતુ મગફળી વજન ઘટાડવા માટે આદર્શ છે?

જો મગફળીનું સેવન સંતુલિત આહારના ભાગ રૂપે કરવામાં આવે તો વધારે ખાવાની ઈચ્છાને કંટ્રોલ કરવામાં મદદ કરે છે જે ખરેખર વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. તેમાં તંદુરસ્ત ચરબી, પ્રોટીન અને ફાઇબર હોય છે જે તૃપ્તિને પ્રોત્સાહન આપે છે અને એકંદર કેલરીના સેવનને સંચાલિત કરવામાં મદદ કરે છે. જિંદાલ નેચરક્યોર ઇન્સ્ટિટ્યૂટના ચીફ ડાયેટિશિયન સુષ્મા પીએસએ કહ્યું કે’જ્યારે મધ્યસ્થતામાં ખાવામાં આવે છે, ત્યારે મગફળી વજન ઘટાડવામાં ફાયદાકારક પૂરક બની શકે છે. તેમની પ્રોટીન અને ફાઇબરની ઉચ્ચ સામગ્રી સંપૂર્ણતાને પ્રોત્સાહિત કરે છે અને કુલ કેલરીનો વપરાશ ઘટાડે છે.’

આ ઉપરાંત મગફળી ગુડ ફેટ છે જે પૂર્ણતાની લાગણીમાં વધારો કરે છે અને તૃષ્ણાઓ ઘટાડે છે. તે નાસ્તો માટે સારો વિકલ્પ છે, તે ઉચ્ચ કેલરી અને પોષક તત્વોથી ભરપૂર હોવા છતાં, તેમાં મહત્વપૂર્ણ વિટામિન્સ અને ખનિજો પણ છે.

કેવા પ્રકારની મગફળી ખાવી આદર્શ?

Best Raw Ground Nuts/ Kacang Tanah 1kg | Shopee Malaysia

સુષ્માએ સૂચન કર્યું કે તેમના ફાયદાઓને વધારવા માટે, વધારાની શર્કરા અને મીઠાની જગ્યાએ સ્વાદ વગરની અને સાદી મગફળી ખાવાનું પસંદ કરો , જે તમને વેઇટ લોસ કરવામાં પ્રોત્સાહન પૂરું પડી શકે છે. તમે મગફળીને બાફીને પણ ખાઈ શકો છો, તમે મગફળીને નાસ્તાના પૌઆ, ઉપમા, ચટણી અને ઘરે બનાવેલા પીનટ બટર જેવી વાનગીઓમાં ઉમેરી શકો છો.પરંતુ તેની કેલરીની કારણે મગફળીનું સેવન મધ્યસ્થતામાં કરવું મહત્વપૂર્ણ છે.

Happy 15 August GIFs | Tenor

ડાયટિશ્યન કહે છે, ‘મગફળીને ભોજનમાં અથવા નાસ્તા તરીકે વિવિધ ફળો, શાકભાજી અને આખા અનાજની સાથે અથવા સલાડમાં વગેરેમાં પોષક ગુણવત્તામાં વધારો કરી શકે છે અને અસરકારક રીતે વજન વ્યવસ્થાપન લક્ષ્યો સુધી પહોંચવા મદદ કરી શકે છે.’

Are Peanuts Good for Weight Loss? - Bodywise

તમારી વ્યક્તિગત પોષક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મગફળીનું સેવન કરી શકો છે જો તમને મગફળીથી ગેસ કે બ્લોટિંગ થતું હોઈ તો ડાયટિશ્યનની વ્યક્તિગત ડાયટ માર્ગદર્શનની ભલામણ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *