ગુજરાતના ૧૯ પોલીસકર્મીઓને પ્રેસિડેન્ટ મેડલથી કરાશે સન્માનિત

સ્વતંત્રતા દિવસ નિમિતે ગુજરાતના ૨૧ પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આવતીકાલે પોલીસકર્મીઓને મેડલ એનાયત કરવામાં આવશે.

ગુજરાતના ૨૧ પોલીસકર્મીને સ્વતંત્રતા દિવસ નિમિતે સન્માનિત કરવામાં આવશે. ગુજરાતના ૨૧ પોલીસ કર્મચારીઓને પ્રેસિડેન્ટ મેડલ મળશે. સ્વતંત્રતા પર્વના એક દિવસ પૂર્વે કરાયેલી જાહેરાત અનુસાર, આવતીકાલે પોલીસકર્મીઓને મેડલ એનાયત કરાશે. તેમની પ્રશંસાપાત્ર સેવા બદલ આ મેડલ આપવામાં આવે છે. ત્યારે ૨ અધિકારીઓને વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરવામ આવશે. બળવંતસિંહ ચાવડા અને ભરતકુમાર બોરાણાને વિશિષ્ટ સેવા મેડલ આપવામાં આવશે, જયારે અન્ય ૧૯ પોલીસ જવાનોને પ્રતિષ્ઠીત સેવા મેડલ આપવામાં આવશે.

મેડલ મેળવનારના નામ

૧. બળવંતસિંહ હેમતુજી ચાવડા, નાયબ પોલીસ અધિક્ષક, ગુજરાત
૨. ભરતકુમાર મનુભાઈ બોરાણા, સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
૩. અશોકકુમાર મહેન્દ્રભાઈ મુનિયા, કમાન્ડન્ટ, ગુજરાત
૪. રાજેન્દ્રસિંહ વખતસિંહ ચુડાસમાં ,કમાન્ડન્ટ ગુજરાત
૫. સજનસિંહ વજાભાઈ પરમાર, પોલીસ અધિક્ષક, ગુજરાત
૬. બિપીન ચંદુલાલ ઠાકર, નાયબ પોલીસ અધિક્ષક, ગુજરાત
૭. દિનેશભાઈ જીવણભાઈ ચૌધરી, નાયબ પોલીસ અધિક્ષક, ગુજરાત
૮. નિરવસિંહ પવનસિંહ ગોહિલ, મદદનીશ પોલીસ કમિશનર, ગુજરાત
૯. કૃષ્ણકુમારસિંહ હિમતસિંહ ગોહિલ, નાયબ પોલીસ અધિક્ષક, ગુજરાત
૧૦. જુગલકુમાર ધનવંતકુમાર પુરોહિત, નાયબ પોલીસ અધિક્ષક, ગુજરાત
૧૧. કરણસિંહ ધનબહાદુર સિંહ પંથ, સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
૧૨. હરસુખલાલ ખીમાભાઈ રાઠોડ, મદદનીશ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
૧૩. અશ્વિનકુમાર અમૃતલાલ શ્રીમાળી, સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
૧૪. વિજયકુમાર નટવરલાલ પટેલ, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
૧૫. બશીર ઈસ્માઈલ મુદ્રાક, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
૧૬. ઈશ્વરસિંહ અમરસિંહ સિસોદિયા, સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
૧૭. રમેશભાઈ કિશોરભાઈ પટેલ, હેડ કોન્સ્ટેબલ, ગુજરાત
૧૮. કિશોરસિંહ સેતાનસિંહ સિસોદિયા, સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
૧૮. પ્રકાશભાઈ દિતાભાઈ પટેલ, આર્મ્ડ પોલીસ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
૨૦. મહિપાલ સુરેશભાઈ પટેલ, હેડ કોન્સ્ટેબલ, ગુજરાત
૨૧. ધર્મેન્દ્રસિંહ છત્રસિંહ વાઘેલા, સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત

Republic Day: રાષ્ટ્રપતિ મેડલની થઈ જાહેરાત, ગુજરાતનાં 17 પોલીસ કર્મચારીઓને મળશે મેડલ

Happy 15 August GIFs | Tenor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *