ગાંધીજી કોમી તોફાનો શાંત પાડવા માટે બંગાળના નોઆખલી ગયા હતા, નેહરુએ ગાંધીજીને પત્ર લખીને આઝાદીના આનંદમાં જોડાવા અપીલ કરેલી.
૧૫ મી ઓગસ્ટના રોજ જયારે જવાહરલાલ નેહરુનું પ્રવચન આકાશવાણી પરથી પ્રસારિત થયું ત્યારે દેશના ૩૬ કરોડ લોકોમાં ઉત્સાહનું વાતાવરણ ઉભું થયું હતું. ૧૪ ઓગસ્ટના રોજા પાર્લામેન્ટના સેન્ટ્રલહોલમાં તિરંગો ફરકાવ્યો હતો.બીજા દિવસે ૦૮:૩૦ વાગે ઇન્ડિયા ગેટ પર તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. મંત્રીમંડળના ૧૪ સભ્યો સાથે નેહરુએ સરકાર બનાવી હતી.
જો કે સ્વદેશી અને અહિંસક આંદોલનથી દેશને આઝાદી અપાવવાનું જેમનું સપનું હતું તેવા મહાત્મા ગાંધી આઝાદ દેશની પ્રથમ ઉજવણીમાં ભાગ લઇ શકયા ન હતા. આ અગાઉ ૧૫ મી ઓગસ્ટના રોજ દેશને આઝાદી મળવાનું એલાન થયું હોવાથી નેહરુએ ગાંધીજીને પત્ર લખીને આઝાદીના આનંદમાં જોડાવા અપીલ કરી હતી.
ત્યારે ગાંધીજીએ પત્ર લખીને જણાવ્યું હતું કે હિંદુ મુસલમાનો એક બીજા પર લોહી રેડી રહયા છે ત્યારે આવા સંજોગોમાં હું આવી શકું તેમ નથી. કોમી દંગા રોકવા માટે હું મારો જીવ આપી દેતા પણ ખચકાઇશ નહી.