વે પ્રોટિન ખીલ થવાનું કારણ બની શકે છે. વે પ્રોટીન હોર્મોન્સ લેવલને પ્રભાવિત કરી શકે છે અને પરિણામ ખીલ થાય છે.
શરીર સ્વસ્થ રાખવા માટે કસરત કરવી જરૂર છે. આજના સમયમાં મોટાભાગના લોકો બોડી ફિટ રહેવા માટે જીમમાં જાય છે. જીમ જતા મોટાભાગના લોકો વે પ્રોટીનનું સેવન કરે છે. પ્રોટીન સ્નાયુઓની રિકવરીમાં મદદ કરે છે, સ્નાયુ મજબૂત બનાવે છે, થાક ઘટાડે છે અને શરીરને ત્વરિત ઊર્જા આપે છે, વજન ઘટાડવામાં મદદ કરે છે, તેમજ તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. જો કે, લોકો ઘણીવાર વે પ્રોટીનના સેવન વિશે ફરિયાદ કરે છે. આમાંથી એક છે ખીલની સમસ્યા.
ઘણીવાર લોકો કહે છે કે વે પ્રોટીનનું સેવન કરવાથી તેમને ખીલ થાય છે. હેલ્થ એક્સપર્ટ્સ પાસેથી જાણીએ કે આ વાત કેટલી સાચી છે, એટલે કે શું વે પ્રોટીન ખરેખર ખીલની સમસ્યા વધારી શકે છે? જો હા, તો આવું શા માટે થાય છે, તેમજ તેને કેવી રીતે દૂર કરી શકાય.
હેલ્થ એક્સપર્ટ્સ શું કહે છે?
પ્રખ્યાત ડર્મેટોલોજિસ્ટ અંકુર સરીને તાજેતરમાં જ આ કેસ વિશે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ડર્મેટોલોજિસ્ટ સમજાવે છે કે, ‘જ્યારે દૂધમાંથી દહીં બને છે, ત્યારે આ પ્રક્રિયા દરમિયાન પાણી નીકળે છે, આ પાણી માંથી વે પ્રોટીન બને છે. આ પાણી શરીર માટે જરૂરી ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે, તેમજ તેમાં ઘણા એમિનો એસિડ પણ જોવા મળે છે. ’
વે પ્રોટિનનું સેવન કરવાથી ખીલ થાય છે?
ડો.સરીનના જણાવ્યા મુજબ વે પ્રોટીન ખીલનું કારણ બની શકે છે. આની પાછળ ઘણા કારણો છે. જેમ કે-
ઇન્સ્યુલિન અને આઇજીએફ ૧ લેવલમાં વધારો
ડૉ. સરીન સમજાવે છે કે, વે પ્રોટીન લેવાથી ઇન્સ્યુલિન અને આઇજીએફ-૧ લેવલ છે. આ એક હોર્મોન છે જે સેબેસિયસ ગ્રંથિઓને વધુ ઓઇલ ઉત્પન્ન કરવા માટે ઉત્તેજીત કરી શકે છે, જેનાથી પોર્સ બંદ થઇ જાય છે અને ખીલની સમસ્યાનું કારણ બને છે.

હોર્મોનલ અસંતુલન
વે પ્રોટીન હોર્મોન્સ લેવલને પ્રભાવિત કરી શકે છે, સંભવિતપણે સીબુમના ઉત્પાદનમાં વધારો કરે છે અને આમ ખીલની સમસ્યા વધે છે.
એન્ડ્રોજેનિક અસર
આ બધા ઉપરાંત ડો.સરીન સમજાવે છે કે વે પ્રોટીન એન્ડ્રોજન (પુરુષ હોર્મોન્સ)ના ઉત્પાદનમાં વધારો કરી શકે છે, જે ખીલ ઉત્પન્ન કરે છે. એન્ડ્રોજનનું ઊંચું લેવલ સીબુમના ઉત્પાદનમાં વધારો કરી શકે છે, જેના કારણે છિદ્રો ભરાઈ જાય છે અને ખીલ થાય છે.
તો પછી કેવી રીતે છુટકારો મેળવવો?
ખીલ થી છુટકારો મેળવવા માટે ડો.સરીન વે પ્રોટીનને બદલે Pea Protein, Egg Protein કે Hemp Protein પાવડરનું સેવન કરવાની સલાહ આપે છે. ઉપરાંત જો ખીલના કારણે વે પ્રોટીન સેવન કરવાનું બંધ કરી દીધું હોય તો પરિણામ જોવામાં ૩થી ૪ મહિનાનો સમય લાગી શકે છે.
(ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપેલી સલાહ અને સૂચનો સામાન્ય માહિતી જ છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે ડોક્ટરની સલાહ લેવી.)