ભારત આવેલા મલયેશિયાના વડાપ્રધાનનું નરેન્દ્ર મોદીએ કરેલું ભવ્યાતિભવ્ય સ્વાગત

મલક્કા સ્ટ્રેઇટ્સ પર રહેલા એ દેશનું મહત્વ ઘણું છે, હૈદરાબાદ હાઉસમાં બંને નેતાઓની દ્વીપક્ષીય મંત્રણા ભોજન સમારંભ પછી તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળ્યા.

ભારત આવેલા મલયેશિયાના વડાપ્રધાનનું નરેન્દ્ર મોદીએ કરેલું ભવ્યાતિભવ્ય સ્વાગત  | Narendra Modi's grand welcome to the Prime Minister of Malaysia who came  to India - Gujarat Samachar

પૂર્વે હિન્દુધર્મી પરંતુ પછીથી ઇસ્લામ ધર્મને અનુસરતા મલએશિયામાં આજે પણ રામાયણ અને મહાભારત ઉપરની શ્રેષ્ઠ નૃત્ય નાટિકાઓ રચાય છે. તેનાં પાટનગર કૌલાલમ્પુર (મૂળ નામ ચૌલપુરમ્) માં યોજાતી આ નૃત્ય નાટિકાઓ જોવા માટે જ ઘણા વિદેશી પ્રવાસીઓ આવે છે. અહીં મલાયેશિયાના મૂળ વતનીઓ ઉપરાંત ઘણા ભારતવંશીઓ પણ છે. કેટલાયે ચીનાઓ પણ છે. મલક્કા સ્ટ્રેઇટસ તરીકે ઓળખાતી સમુદ્રધૂનિ પર રહેલાં આ રાષ્ટ્રનું સાંસ્કૃતિક તેમજ વ્યૂહાત્મક દ્રષ્ટિએ અસામાન્ય મહત્વ છે. તેવાં આ મલયેશિયાના વડાપ્રધાન અન્વર ઇબ્રાહીમ ભારતની મુલાકાતે આવ્યા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતંુ. સોમવારે મોડી સાંજે, ભારત આવેલા અન્વર ઇબ્રાહીમ સાથે વડાપ્રધાને સઘન મંત્રણાઓ કરી હતી. કહેવાની જરૂર જ નથી કે તેમાં ચીનના સાઉથ ચાયના સી પરના દોર દમામ વિષે ચર્ચા થઇ જ હોય. આ સાઉથ ચાયના સીનો પશ્ચિમનો છેડો મલાયેશિયાના પૂર્વ તટને સ્પર્શે છે.

બંને નેતાઓ વચ્ચે મંત્રણાઓ પૂરી થયા પછી અન્વર ઇબ્રાહીમનો વડાપ્રધાને ભવ્ય ભોજન સમારંભ યોજાયો હતો.

ઇબ્રાહીમ ભારત આવ્યા ત્યારે રાષ્ટ્રપતિ ભવનના પટાંગણમાં તેઓનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરાયું હતું. વડાપ્રધાન સાથેની મુલાકાત પૂર્વે તેઓ રાષ્ટ્રપિતા મહાત્માગાંધીની સમાધિએ ગયા હતા જ્યાં તેઓએ રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળ્યા હતા.

૨૦૧૫માં વડાપ્રધાન મોદીએ મલયેશિયાની મુલાકાત લીધી હતી. તેમાં ઉચ્ચ રાજકીય ભાગીદારી, સાધવા મંત્રણા થઈ હતી. તે સમેય મોદીએ આપેલાં આમંત્રણને લીધે અન્વર ઇબ્રાહીમ ભારત આવ્યા છે. તેઓની સાથે વિદેશમંત્રી ઉતામા હાજી મહમ્મદબિન હાજી હસન, વ્યાપાર અને ઉદ્યોગ મંત્રી તેંગકુ દાતુક સેરી, ઉતામા ઝફરૂલ અઝીઝ પર્યટન મંત્રી દાતો શ્રી ટીયોન કિંગ સિંગ, ડીજીટલ મંત્રી ગોવિંદ સિંઘ દેવ એ માનવ સંસાધન મંત્રી, સ્ટીવન સિમ યી કે આઁગ પણ છે. ભારત તરફથી વિદેશમંત્રી એસ.જયશંકર સહિત અન્ય મંત્રીઓ પણ તે મંત્રણામાં ઉપસ્થિત હતા.

અન્વર ઇબ્રાહીમ તેઓનાં ભારતનાં રોકાણ દરમિયાન ઉદ્યોગ જગતના કેટલાયે દિગ્ગજો સાથે પણ એક ગોળમેજી પરિષદ યોજવાના છે. ઇબ્રાહીમ ભારતીય વિશ્વ મામલાની પરિષદ (આઈસીડબલ્યુ)માં ”એક ચાલ આગળ રહેવાં વૈશ્વિક દક્ષિણ અને ભારત-મલાયેશિયાના સંબંધો” તે વિષય ઉપર એક વ્યાખ્યાન આપવાના છે.

મલાયેશિયા આસીઆનના સભ્ય દેશોમાં ભારતનું એક સૌથી મોટું ભાગીદાર છે. આઠ દક્ષિણ એશિયાઈ દેશોમાં પણ તે ભારતનું સૌથી મોટું ભાગીદાર છે.

એમ માનવામાં આવે છે કે બ્રિક્સ દેશોમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા સભ્યો છે. તેમાં ૧ જાન્યુ.થી ૪ નવા સભ્યો ઇજીપ્ત, ઇથોપિયા, ઇરાન અને સંયુક્ત આરબ અમીરાત સામેલ થયાં છે. અનવર ઇબ્રાહીમે મોદી સાથેની મંત્રણા પછી કહ્યું : ‘મોદી મારા મોટાભાઈ છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *