યૂક્રેનમાં પૂછાયેલા સવાલનો જયશંકરે આપ્યો જવાબ

અમારે ત્યાં લોકો એક બીજાને મળે ત્યારે ભેટી પડે છે- એસ જય શંકર, પશ્ચિમના દેશો વચ્ચે સાંસ્કૃતિક અંતર હોવાથી સમજી શકશે નહી.

S Jaishankar meets his French counterpart on his three-day visit to France  - The Daily Episode Network

. પોલેન્ડ અને યુક્રેન કરતા અગાઉ ભારતના પીએમે રશિયાના પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુટિનને ભેટી પડયા હતા. આ ગળે મળવાની તસ્વીર ખૂબજ વાયરલ થઇ હતી. યુક્રેનવાસીઓને આ તસ્વીર ગમી ન હતી. યુક્રેનના રાષ્ટ્રપતિ  ઝેલેંસ્કીએ પણ નારાજગી પ્રગટ કરી હતી. 

Today is the second day of Prime Minister Modi's visit to Russia | મોદીને  રશિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું: 'યુદ્ધ ઉકેલ નથી, વાતચીત જરૂરી',  મોદીની મિત્ર તરીકે ...

PM Modi visits Ukraine amid war, meets Zelensky for third time in two years  | PMએ ઝેલેન્સકીને ભારત આવવા આમંત્રણ આપ્યું: કહ્યું- મેં પુતિનની આંખમાં આંખ  નાખીને કહ્યું, આ ...

એક પ્રેસ મુલાકાત દરમિયાન વિદેશમંત્રી એસ જયશંકરન પણ આ અંગેનો સવાલ પુછાયો હતો કે પુતિનને ભારતના પીએમ શા માટે ભેટયા હતા ? આ અંગે વિદેશમંત્રીએ ઉત્તર વાળ્યો હતો કે અમારે ત્યાં જે લોકો એક બીજેને મળે છે એક બીજાને ભેટી પડે છે. તમારી સંસ્કૃતિનો આ ભાગ ના હોય પરંતુ અમારી સંસ્કૃતિનો આ હિસ્સો છે. આ એક એવું સાંસ્કૃતિક અંતર છે કે જેેને પશ્ચિમના લોકો સમજી શકશે નહી. 

જય શંકરે યુક્રેન પ્રવાસ અંગે જણાવ્યું હતું કે ખૂબજ વિસ્તૃત,ખુલ્લી અને રચનાત્મક રહી હતી. વાતચીત કેટલીક હદે સૈન્ય સ્થિતિ, ખાધ અને ઉર્જા સુરક્ષા જેવી સ્થિતિ અને શાંતિની શકયતા પર કેન્દ્રીત હતી. યુક્રેન વૈશ્વિક શાંતિ સંમેલનમાં ભારત ભાગીદારી ચાલુ રાખવા ઇચ્છે છે.

ભારતનું માનવું છે કે યુક્રેન અને રશિયા બંનેએ સમાધાન માટે એક બીજા સાથે વાતચીત શરુ કરવી જોઇએ. વિદેશમંત્રીએ એમ પણ કહયું હતું કે બંને નેતાઓએ ક્ષેત્રીય અખંડિતતાના સન્માન અને દેશની સંપ્રભુતાના રક્ષણ માટે આંતરરાષ્ટ્રીય કાનુનના સિધ્ધાંતનો પાલન કરવા સહયોગ કરવો જોઇએ.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *