૧૨ રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી.
ભારતીય હવામાન વિભાગે (IMD) આજે હવામાનને લઈને લેટેસ્ટ આગાહી કરી દીધી છે. જેમાં ગુજરાતને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદની આગાહી કરી છે. બીજી બાજુ છત્તીસગઢ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓડિશા, આસામ, મેઘાલય, ગોવા, પશ્ચિમ બંગાળ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આ તમામ ૧૨ રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
૨૫ ઓગસ્ટે ગુજરાત, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજસ્થાન, ઝારખંડ, મધ્યપ્રદેશ, આસામ, મેઘાલય, ગોવા, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર ભારતીય રાજ્યો અને કેરળમાં પણ ભારે વરસાદ પડી શકે છે.
૨૬ ઓગસ્ટે ગુજરાતના કેટલાક ભાગોમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને ગોવામાં ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને બિહાર જેવા રાજ્યોમાં પણ ભારે વરસાદની સંભાવના છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતના ભાગો માટે ૨૭ ઓગસ્ટ માટે પણ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સિવાય હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કેરળ, ત્રિપુરા અને મિઝોરમમાં ભારે વરસાદની સંભાવના છે.