ડાયાબિટીસ કન્ટ્રોલ કરવા ક્યારે ચાલવું જોઇએ? સવારે અને રાત્રે વોક કરવાના ફાયદા અલગ અલગ

વોક કરવું એટલે કે ચાલવું શરીરને સ્વસ્થ્ય રાખવાની સરળ રીત છે. જેએએમએ ન્યૂરોલોજી અને જેએએમએ ઇન્ટરનલ મેડિસિનમાં પ્રકાશિત સંશોધન અનુસાર, દરરોજ અડધા કલાક વોક શરીરનું વજન ઘટાડવામાં મદદરૂપ છે.

Essay on the Morning Walk in English for Classes 1,2,3 Students: 10 Lines &  Paragraph

વેટ લોસ માટે લોકો ઘણા પ્રયાસ કરે છે. શરીરના વધતા વજનને નિયંત્રિત કરવામાં ચાલવું ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. જો તમે રોજ જિમમાં ન જાઓ અને અમુક કાર્ડિયો એક્સરસાઈઝ ખાસ કરીને વોક કરીને તમે એક મહિનામાં બેથી ચાર કિલો વજન સરળતાથી ઘટાડી શકો છો. ઘણા સંશોધનમાં એક વાત સાબિત થઇ ચૂકી છે કે, વોક કરવાથી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સુધરે છે. આથી વજન ઘટાડવા માટે વોક કરવું જેટલું અસરકારક છે એટલું જ ચાલવાનો સમય પણ અસરકારક છે.

7,800+ Early Morning Exercise Stock Illustrations, Royalty-Free Vector  Graphics & Clip Art - iStock | Morning routine, Early morning run, Yoga

પોતાની સમય સુવિધા મુજબ અમુક લોકો સવારે ખાલી પેટ ચાલે છે, તો કેટલાક લોકો જમ્યા પછી ચાલે છે. જેએએમએ ન્યૂરોલોજી અને જેએએમએ ઇન્ટરનલ મેડિસિનમાં પ્રકાશિત સંશોધન અનુસાર, રોજ અડધા કલાક ચાલવું વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે.

How to Start Running - The New York Times

રિસર્ચ અનુસાર દરરોજ ૨ હજાર પગલાં ચાલવાથી હાર્ટ ડિસીઝ, કેન્સર અને પ્રીમેચ્યોર ડેથનું જોખમ ૧૦ % ઓછું થઈ જાય છે. તમે તમારી સહનશક્તિ અનુસાર ચાલવાનો સમય પણ વધારી શકો છો. તમે દિવસમાં ૧૦,૦૦૦ પગથિયાં સુધી ચાલી શકો છો. ઘરની બહાર ચાલવા જવાથી માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. ચાલવાથી વજન તો ઓછું થાય જ છે સાથે સાથે ડિપ્રેશનનો ઈલાજ પણ થાય છે. કોઈપણ ગતિથી ચાલવા જેવી કે ઝડપી અથવા ધીમું ચાલવાથી માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે. રિસર્ચ મુજબ જે લોકો રોજ ૭૫ મિનિટ ચાલે છે તેઓ ડિપ્રેશનનો ખતરો ૧૮ % સુધી ઘટાડી શકે છે.

JAMA સાઇકિયાટ્રીમાં પ્રકાશિત એક રિસર્ચ અનુસાર ડિપ્રેશનના દર ૯ માંથી ૧ કેસને ૧૫૦ મિનિટની શારીરિક પ્રવૃત્તિ દ્વારા દૂર કરી શકાય છે. ચાલો જાણીએ વેસ લોટ માટે જમવાની પહેલા ચાલવું કે પછી ચાલવું બંને માંથી કયો સમય અસરકારક છે.

A Simple Workout That Makes a Huge Difference | by Anna Maltby | Elemental

ખાલી પેટે ચાલવાના ફાયદા

  • ખાલી પેટે ચાલવાથી મેટાબોલિઝમ વધે છે. રાત્રે આરામ કર્યા બાદ સવારે વોક કરવામાં આવે તો તેનાથી શરીરને પોષક તત્વોનો અસરકારક રીતે ઉપયોગ કરવામાં અને વજન ઘટાડવામાં મદદ મળે છે. જો તમે ઊંઘ્યા બાદ ખાલી પેટે ચાલો તો મેટાબોલિઝમ સુધરે છે.
  • એનર્જી લેવલ સુધરે છે. મેટાબોલિઝમને વેગ મળે તો તે એનર્જી લેવલ વધારવામાં અને તમારી કાર્યક્ષમતા વધારવામાં મદદરૂપ થાય છે. ચાલવાથી લોહીનું પરિભ્રમણ સુધરે છે અને તમે તાજગી અનુભવો છો. સવારે સૌથી પહેલા ચાલવાથી થાક નથી લાગતો.
  • ખાલી પેટ ચાલવાથી વજન ઝડપથી ઓછું કરવામાં મદદ મળી શકે છે. નોટિંઘમ ટ્રેન્ટ યુનિવર્સિટીના એક અભ્યાસ મુજબ ખાલી પેટે કસરત કરવાથી જમ્યા પછી બે કલાક સુધી કસરત કરનારાઓની તુલનામાં લગભગ ૭૦ % વધુ ચરબી બર્ન કરવામાં મદદ મળે છે.
  • સવારના નાસ્તા પહેલાં કોઈપણ કસરત ચરબીનું ઓક્સિડેશન વધારી શકે છે અને મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે.
  • સવારે ખાલી પેટ ચાલવાથી શરીરમાં વિટામિન ડીનું લેવલ સુધરે છે. સવારે ૦૮:૦૦ વાગ્યે નવશેકા તડકામાં ચાલવાથી શરીરમાં વિટામિન ડીની માત્રા સુધરે છે.

Exercise Walk GIF - Exercise Walk Walking - Discover & Share GIFs

જમ્યા પછી ચાલવાના ફાયદા

  • જમ્યા પછી ચાલો તો તમારા વજન પર ખાસ અસર થતી નથી, પરંતુ શરીરને બીજા પણ ઘણા ફાયદા થાય છે. જો તમે જમ્યા પછી ચાલો છો, તો તમારું પાચન સુધરે છે. ઘણા રિસર્ચમાં એ સાબિત થયું છે કે જમ્યા પછી ચાલવાથી પાચનક્રિયા સ્વસ્થ રહે છે.
  • જમ્યા પછી ચાલવાથી હૃદયની બીમારીઓથી બચી શકાય છે. ચાલવું એ હાર્ટ-ફ્રેન્ડલી વર્કઆઉટ છે જે બ્લડ પ્રેશર કન્ટ્રોલ નિયંત્રિત કરે છે અને હૃદયને સ્વસ્થ રાખે છે.
  • ડાયાબિટીસને કંટ્રોલ કરવો હોય તો જમ્યા પછી ચાલો. જમ્યા પછી ચાલવાથી બ્લડ શુગર નોર્મલ રહે છે.
  • જમ્યા પછી થોડીવાર ચાલો તો પેટનું ફૂલવું અને એસિડિટીથી છુટકારો મેળવી શકો છો.
  • વજન ઓછું કરવા માટે ક્યારે ચાલવું વધુ સારું છે. વજન ઘટાડવા માટે સવારે ખાલી પેટ ચાલો. મેટાબોલિઝમ વધે છે અને ચરબી ઝડપથી બળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *