છેલ્લા ૨૪ કલાકમાં ૨૪૪ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ નવસારીના ખેરગામમાં ૧૫ ઈંચ વરસાદ નોંધાયો હતો.
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાએ ગુજરાતમાં જોરદાર બેટિંગ કરી છે. સમગ્ર ગુજરાતમાં મેઘ મહેર જોવા મળી છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૨૪૪ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ નવસારીના ખેરગામમાં ૧૫ ઈંચ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે આજે ૧૧ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે રાત્રે રાજ્યના વધુ ૭ જિલ્લા કલેકટરો સાથે ટેલીફોનીક વાતચીત કરીને તેમના જિલ્લાની વરસાદી પરિસ્થિતીની વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્ર વિસ્તારના મોરબી કચ્છ રાજકોટ સુરેન્દ્રનગર ભાવનગર તેમજ દક્ષિણ ગુજરાતના ભરૂચ અને ડાંગ ના કલેકટરો નો સંપર્ક સાધીને તેમને વરસાદી સ્થિતી પર સતત નજર રાખીને લોકોની સલામતી પશુધન રક્ષણ વ્યવસ્થા તેમજ આપદા પ્રબંધન માટે સતર્ક રહેવા સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતીય હવામાન વિભાગે આગામી સમયમાં રાજ્યમાં ભારે વરસાદની કરેલી આગાહી સંદર્ભે સજજ રહેવા પણ આ જિલ્લાઓના કલેકટરોને તાકિદ કરી હતી.
આજે જન્માષ્ટમીના દિવસે જ મેઘરાજાએ સમગ્ર ગુજરાતમાં મહેર વર્સાવી છે. આજે ૨૬ ઓગસ્ટ ૨૦૨૪, સોમવારના દિવસે સવારે ૦૬:૦૦ વાગ્યાથી ૧૦:૦૦ વાગ્યા સુધીમાં ચાર કલકામાં પંચહાલના મોરવા હડફમાં પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે આણંદમાં સાડા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે જન્માષ્ટમીના દિવસે ૨૬ ઓગસ્ટ ૨૦૨૪ના દિવસે સોમવારે સવારે ૦૬:૦૦ વાગ્યાથી લઈને ૦૮:૦૦ વાગ્યા સુધીમાં ૧૪૪ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ આણંદ માં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે વડોદરાના દેસરમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. ૨૮ તાલુકામાં ૧ ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે ત્યારે મેઘરાજાએ નવસારી અને ડાંગ જિલ્લામાં જળબંબાકાર કરી મુક્યું છે. વરસાદના આંકડાની વાત કરીએ તો નવસારીના ખેરગામમાં સવા ૧૫ ઈંચ વરસાદ, ડાંગના આહવામાં પોણા ૧૧ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે વલસાડના કપરાડામાં પણ પોણા ૧૧ ઈંચ વરસાદ નોંધાયો હતો.
ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં રવિવારે સવારે ૦૬:૦૦ વાગ્યાથી લઈને સોમવારે સવારે ૦૬:૦૦ વાગ્યા સુધીમાં ૨૪૪ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ૪૪ તાલુકામાં ચાર ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. સૌથી વધારે વરસાદ નવસારીના ખેરગામમાં ૧૫ ઈંચ વરસાદ નોંધાયો છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં રવિવારે સવારે ૦૬:૦૦ વાગ્યાથી લઈને સોમવારે સવારે ૦૬:૦૦ વાગ્યા સુધીમાં ૨૪૪ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ૧૨ તાલુકામાં ૮ ઇંચથી ૧૫ ઈંચ વરસાદ નોંધાયો હતો. અહીં આપેલા કોષ્ટકમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
જિલ્લો | તાલુકો | વરસાદ (mm) |
નવસારી | ખેરગામ | ૩૫૬ |
ડાંગ | આહવા | ૨૬૮ |
વલસાડ | કપરાડા | ૨૬૩ |
ડાંગ | વઘાઈ | ૨૫૧ |
વલસાડ | ધરમપુર | ૨૩૭ |
નર્મદા | દેડિયાપાડા | ૨૩૬ |
વલસાડ | સાગબારા | ૨૨૫ |
ડાંગ | સુબિર | ૨૧૪ |
સુરેન્દ્રનગર | મુલી | ૨૧૦ |
નવસારી | વાંસદા | ૨૧૦ |
રાજકોટ | રાજકોટ | ૨૦૯ |
હવામાન વિભાગે આજે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે ત્યારે ૧૧ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. વિસ્તારોની વાત કરીએ તો સુરત, નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ અને કચ્છમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.