અમદાવાદ જળબંબાકાર

હવે અમદાવાદીઓએ સાચવવું પડશે! આજે ક્યાં પડી શકે છે ભારે વરસાદ? – News18  ગુજરાતી

વરસાદી પાણી ઘરોમાં ઘૂસ્યા, જનજીવન ઠપ, આવતીકાલે પ્રાથમિક શાળાઓમાં રજા.

Ahmedabad Roads Submerged, Traffic Snarls As Waterlogging Hits City Within  'Half an Hour' Of Rain: VIDEO | Times Now

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અને રેડ ઍલર્ટની સાથે વરસાદે જાણે અમદાવાદને બાનમાં લીધું છે. ગત રાત્રે અમદાવાદમાં પણ વરસાદે ધબધબાટી બોલાવી હતી. અત્યાર સુધીના લેટેસ્ટ આંકડાની વાત કરીએ તો અમદાવાદમાં મોડી રાતે લગભગ દરેક વિસ્તારમાં સરેરાશ 6 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે જનજીવન ઠપ થઈ ગયું છે. ત્યારે અમદાવાદમાં ભારે વરસાદના કારણે આવતી કાલે સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. 

India News, Latest Breaking News Headlines from India, Live News Updates

અમદાવાદમાં ગઈ રાતે ધીમી ધારે શરુ થયેલો વરસાદ સવારે અનેક વિસ્તારોમાં ઝાપટાં પડ્યા બાદ બપોરના એક વાગ્યે અમદાવાદના મોટા ભાગના વિસ્તારોને વરસાદે જળબંબાકાર કર્યા બાદ ફરી ત્રણ વાગે ધોધમાર વરસાદ પડ્યો હતો. તેની સાથે જ રાત જેવું અંધારું છવાઈ ગયું હતુ. ધોધમાર વરસાદના કારણે  થોડીક ક્ષણોમાં જ અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા અને કેટલાક ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. 

Ahmedabad Sees Knee-Deep Waterlogging After Overnight Heavy Rain; IMD  Predicts Showers Till... | Times Now

અમદાવાદમાં રાતે સુસવાટા સાથે પવન ફૂંકાવાનો શરુ થયો હતો અને રાતથી જ વાતાવરણ બદલાઈ ગયું હતું. સવારથી સમગ્ર અમદાવાદ ધોધમાર વરસાદ શરુ થઈ ગયો હતો. જેથી અનેક અન્ડરબ્રિજ પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર ઠપ થઈ ગયો હતો. 

અમદાવાદ જળબંબાકાર, વરસાદી પાણી ઘરોમાં ઘૂસ્યા, જનજીવન ઠપ, આવતીકાલે પ્રાથમિક શાળાઓમાં રજા 2 - image

પરિમલ અંડરપાસમાં એક ખાનગી બસ ફસાતાં ૨૮ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. આ સાથે પરિમલ ગાર્ડન સહિત અનેક અંડરપાસમાં ગાડીઓ ડૂબી જાય એટલા પાણી ભરાઈ જતાં લોકોને ભારે તકલીફ પડી હતી અને અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી. અખબારનગર, મીઠાખળી અંડરપાસમાં પણ પાણી ભરાઈ જવાની સ્થિતિને પગલે બંધ કરવાની ફરજ પડી હતી. ધોધમાર વરસાદને પગલે અમદાવાદના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. 

અમદાવાદ જળબંબાકાર, વરસાદી પાણી ઘરોમાં ઘૂસ્યા, જનજીવન ઠપ, આવતીકાલે પ્રાથમિક શાળાઓમાં રજા 1 - image

અમદાવાદમાં સૌથી વધુ વરસાદ નરોડા અને મણિનગર વિસ્તારમાં ખાબક્યો હતો. અહીં માત્ર ત્રણ કલાકમાં ૬ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને હજુ આઠ વાગ્યા સુધી અમદાવાદમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં પણ સતત વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા છે. 

Roads submerged, all schools shut as rain batters Ahmedabad - India Today

અમદાવાદમાં રાતે જ સુસવાટા સાથે પવન ફૂંકાવાનો શરુ થયો હતો અને રાતથી જ વાતાવરણ બદલાઈ ગયું હતું. સવારથી સમગ્ર અમદાવાદ ધોધમાર વરસાદ શરુ થઈ ગયો હતો. જેથી અનેક અન્ડરબ્રિજ પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર ઠપ થઈ ગયો હતો. મીઠાખળી, પરિમલ અને અખબાર નગર બ્રિજને બંધ કરવામાં આવ્યો હતો. પરિમલ અંડરપાસમાં એક ખાનગી બસ ફસાતાં ૨૮ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. 

અમદાવાદ જળબંબાકાર, વરસાદી પાણી ઘરોમાં ઘૂસ્યા, જનજીવન ઠપ, આવતીકાલે પ્રાથમિક શાળાઓમાં રજા 3 - image

અમદાવાદમાં સૌથી વધુ વરસાદ નરોડા અને મણિનગર વિસ્તારમાં ખાબક્યો હતો. અહીં માત્ર ત્રણ કલાકમાં ૬ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને હજુ આઠ વાગ્યા સુધી અમદાવાદમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો હાલમાં પણ સતત વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા છે. 

71mm of rain cripples Ahmedabad, leaves roads waterlogged | Ahmedabad News  - Times of India

અમદાવાદના અમરાઈવાડીમાં આવેલ ભાઈપુરા વૉર્ડમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. વહેલી સવારે પડેલા ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. તો એક્સપ્રેસ હાઇવે સામે આવેલી કર્ણાવતી હરિ દર્શન બંગ્લોઝના રોડ પર પાણી ભરાતાં સ્થાનિકો સહિત વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

અમદાવાદ જળબંબાકાર, વરસાદી પાણી ઘરોમાં ઘૂસ્યા, જનજીવન ઠપ, આવતીકાલે પ્રાથમિક શાળાઓમાં રજા 4 - image

શહેરના મણિનગરના ભૈરવનાથ રોડ પર લોકો અવર જવર માટે બોટનો ઉપયોગ કરી રહ્યા હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. અમદાવાદમાં ભારે વરસાદથી શહેરમાં સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું હતું. 

અમદાવાદ જળબંબાકાર, વરસાદી પાણી ઘરોમાં ઘૂસ્યા, જનજીવન ઠપ, આવતીકાલે પ્રાથમિક શાળાઓમાં રજા 5 - image

અમદાવાદના એસજી હાઇવે, મકરબા, ગોતા વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાયા. વેજલપુરમાં બકેરી સીટી પાસે પણ પાણી ભરાયા છે. ભારે વરસાદથી વિસ્તારમાં રોડ પર પાણી જ પાણી ભરાયું છે. વાહનચાલકો, રાહદારીઓ મોટી મુશ્કેલીમાં મૂકાયા છે. શહેરમાં ગટરો ઊભરાતાં લોકો પરેશાન થયા છે. તંત્રની પ્રિમોન્સુન કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે.

ગુજરાતના 7 જિલ્લામાં ભારે વરસાદ, મુખ્યમંત્રીનો કલેક્ટરોને તકેદારીના પગલાં  લેવાનો નિર્દેશ | gujarat cm bhupendra patel contacted with 7 district  collector after heavy to heavy ...

અહીં અસારવા ઓમ નગર રેલવે ક્રોસિંગ પર બની રહેલા અંડર પાસ નજીક ભેખડ ધસી પડી હતી, જોકે સદ્નસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ભેખડની નજીક ૧૦ થી ૧૫ જેટલા નાના ઝૂંપડા અને ચાલીના મકાનો આવેલા છે. અંડરપાસની કામગીરી ચાલુ હોવાના કારણે ત્યાં ભેખડ ધસી પડી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ભેખડ ધસી પડવાના પગલે નાગરિકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ડરના કારણે લોકો વરસતાં વરસાદમાં પણ ઘરની બહાર આવી ગયા છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *