અમદાવાદમાં અવિરત ૫ થી ૯ ઇંચ વરસાદ

૨૪ કલાકમાં મેઘરાજાએ રાજ્યના અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જી છે. રાજ્યમાં હાલ વર્સાદનું ડિપ્રેશન સર્જાયું છે જેના લીધે હવામાન વિભાગે આગામી ૩ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે અમદાવાદમાં સોમવારથી શરૂ થયેલો વરસાદ અવિરત વરસી રહ્યો છે. જેના કારણ શહેરવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નીચાણવાળી સોસાયટીમાં પાણી ભરાઇ ગયા છે.

A'bad Bombarded With 5-year High, 115mm-plus Rain In 3 Hrs | Ahmedabad News  - Times of India

અમદાવાદમાં સરેરાશ ૫ થી ૯ ઈંચ વરસાદ ખાબકતાં અમદાવાદ જળબંબાકાર થઈ ગયુ છે. શહેરના રસ્તાઓ અને સોસાયટીઓમાં ગોઠણથી કેડસમા પાણી ભરાઈ ગયાં છે. ત્યારે આજે વહેલી સવારથી ખાબકી રહેલા વરસાદે નગરજનો ચિંતા વધારી છે. 

Highest 18 inch rain in Paldi area of Ahmedabad -

૨૪ કલાકમાં નરોડા અને મણીનગરમાં સૌથી વધુ ૧૩ ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ઉસ્માનપુરામાં ૧૧ ઇંચ નોંધાયો છે. આ ઉપરાંત શહેરના અનેક વિસ્તારોમાં સરેરાશ ૫ થી ૯ ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે આજે વહેલી સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં અડધા ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આખી રાત વરસાદ વરસતાં સવારે ૦૫:૦૦ વાગ્યા સુધીમાં ૩ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

Ahmedabad Roads Submerged, Traffic Snarls As Waterlogging Hits City Within  'Half an Hour' Of Rain: VIDEO | Times Now

આજે વહેલી સવારથી જ અમદાવાદના ચાંદખેડા, વૈષ્ણવદેવી, ગોતા, અડાલજ, થલતેજ, બોપલ, ન્યૂ સીજી રોડ, સાબરમતી સહિતાના વિસ્તારોમાં મેઘરાજાએ બેટીંગ શરૂ કરી દીધી છે. આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાનું શરૂ થઇ ગઇ ગયું છે. 

વડોદરામાં મેઘરાજાની બેટિંગ: શહેરમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ તો ડેસરમાં 3  ઇંચ; રાજ્યમાં 13 જગ્યાએ NDRF તૈનાત - Vadodara News - ACNG TV

અમદાવાદમાં આજે પણ અમુક વિસ્તારમાં ધીમી ધારે તો અમુક એરિયામાં ભારે વરસાદ પડી રહ્યો છે. આજે પણ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી બિનજરૂરી બહાર નહીં નીકળવા સલાહ આપવામાં આવી છે. 

Boats capsize in Vadodara, 6 inches in Ahmedabad water, 1 to 13 inches of  rain wreaks havoc in Gujarat | મેઘતાંડવનાં એ 13 દૃશ્યો: વડોદરામાં હોડીઓ  ફરતી થઈ, 6 ઈંચમાં અમદાવાદ પાણીમાં,

ગુજરાતમાં ભારે વરસાદના લીધે ઠેર-ઠેર પાણી ભરાઇ જતાં ૨૨ સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ ટ્રેન સેવા અને હવાઇ સેવાને પણ અસર પહોંચી છે. ફ્લાઇટો અને ટ્રેનો સમય કરતાં મોડી ચાલી રહી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *