ગુજરાતમાં વરસાદથી ત્રણ દિવસમાં ૧૫ના મોત

૧૭૦૦૦ લોકોના સુરક્ષિત સ્થળે ખસેડાયા, હજુ ૭૨ કલાકનું એલર્ટ.

ગુજરાતમાં વરસાદથી ત્રણ દિવસમાં 15ના મોત, 17000 લોકોના સુરક્ષિત સ્થળે ખસેડાયા, હજુ 72 કલાકનું એલર્ટ 1 - image

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યા છે, જેના કારણે રાજ્યના અનેક જિલ્લાઓ અને શહેરોમાં પૂર અને જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત રાજ્યમાં વરસાદના કારણે જુદી જુદી બનેલી ઘટનાઓમાં ૧૫ લોકોએ જીવ પણ ગુમાવવા પડ્યા છે, જ્યારે ૧૭૦૦૦ હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. રાજ્યના અનેક જિલ્લામાં મેઘરાજાની તબાહી છતાં હવામાન ખાતાએ હજુ ૭૨ કલાકનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે આવતીકાલ માટે સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. અતિવૃષ્ટિની સાથે આ જિલ્લાઓમાં ૪૦ થી ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળીના ચમકારાની પણ શક્યતા છે, જેના કારણે માછીમારોને દરિયામાં ન જવાની સલાહ અપાઈ છે.

ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી - Gujarat today weather bulletin for seven days red orange alert – News18 ગુજરાતી

ગુજરાતમાં આગામી ૭૨ કલાક ભારે વરસાદ પડવાની સંભાવના

હવામાન વિભાગના વિજ્ઞાની રામાશ્રય યાદવે ગુજરાતમાં આગામી ૭૨ કલાક ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. ગુજરાતની આસપાસ વરસાદના ત્રણ સિસ્ટમ સક્રિય થયા છે. ગઈકાલે અરબી સમુદ્રનું ડીપ ડિપ્રેશન ડીસાથી ૯૦ કિલોમીટર દૂર હતું, જોકે તે આગળ વધીને પાટણથી ૧૦ કિલોમીટર અને ડીસાથી ૫૦ કિલોમીટર દૂર પહોંચી ગયું છે. આ ડીપ ડિપ્રેશન ૨૯ ઓગસ્ટ સુધીમાં ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર એટલે કે કચ્છનો અખાત તરફ આગળ વધશે, જેના કારણે સૌરાષ્ટ્ર-કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

અમદાવાદમાં આવતીકાલે રાહત મળવાની સંભાવના

India News, Latest Breaking News Headlines from India, Live News Updates

અમદાવાદ શહેરમાં પણ છેલ્લા ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડવાના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. સતત વરસાદ પડવાના કારણે અનેક સ્થળે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે, તો અનેક અંડરપાસ બંદ કરવાની પણ નોબત આવી છે. છેલ્લા ત્રણ દિવસથી શહેરમાં સૂર્ય દેવતાના દર્શન થયા નથી, જેના કારણે તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જોકે આગાહી મુજબ આવતીકાલે અમદાવાદમાં વરસાદ પડવાની સ્થિતિમાં રાહત મળવાની સંભાવના છે.

આ વિસ્તારોમાં વીજળી સાથે વરસાદની સંભાવના

ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી - Gujarat rain forecast red alert in ahmedabad rajkot with 28 district – News18 ગુજરાતી

હવામાન વિભાગની આગાહી મુજબ વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, મહિસાગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ભરૂચ, કચ્છમાં વીજળીના કડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે પાટણ, બનાસકાંઠા, દાહોદ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

૪૩૩ ST, ૨૨ સ્ટેટ હાઈવે, ૬૩૬ રસ્તાઓ બંધ

Gujarat Rain: ભારે વરસાદના કારણે 636 રસ્તાઓ બંધ, જાણો કયા ફસાયા લોકો | Sandesh

ગુજરાતમાં મૂશળધાર વરસાદ પડવાના કારણે અનેક મુસાફરોએ પણ હાલાકી ભોગવવી પડી છે. અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિના કારણે ૨૨ સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ત્રણ ટ્રેનોને પણ અસર થઈ છે. રાજ્યમાં અનેક રસ્તાઓ નદીઓ બનતા ૪૩૩ એસટી બસો રદ કરવામાં આવી છે, જેના કારણે ૨૦૮૧ ટ્રિપ રદ થઈ ગઈ છે. સૂરત, વલસાડ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, આણંદ, ખેડા સહિત અનેક જિલ્લાઓમાં મોટાભાગની એસટી સેવા અને રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં એક નેશનલ હાઈવે, ૩૩ સ્ટેટ હાઈવે, ૪૪ અન્ય, ૫૫૭ પંચાયત સહિત કુલ ૬૩૬ રસ્તાઓ બંધ કરવા પડ્યા છે.

વડોદરામાં ૩૦ ટ્રેનો રદ, શહેરોમાં મઘરો ઘૂસ્યા

વડોદરામાં સવારથી અવિરત વરસાદ: નીચાણવાળા વિસ્તારો-ગરનાળામાં પાણી ભરાયા, જનજીવન ઠપ | Incessant rain since morning in Vadodara: Water filled in low lying areas and under pass - Gujarat ...

વડોદરા ડિવિઝનના બાજવા રેલવે સ્ટેશન અને તેની આસપાસના રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ૩૦ લોકલ ટ્રેનો રદ કરવામાં આવી છે. જ્યારે આણંદ અને ગોધરા થઈને અમદાવાદ તરફ ૩૬ ટ્રેનો આવી રહી છે. વિશ્વામિત્રી નદીમાં મોટી સંખ્યામાં મગરોનો વસવાટ છે.

VIDEO: વડોદરામાં ભારે વરસાદ બાદ રસ્તા પર મગર દેખાયો, લોકોના જીવ તાળવે ચોંટ્યા | Gujarat Monsoon: Crocodile Seen On Vadodara Road After Heavy Rain - Gujarat Samachar

જ્યારે પણ ભારે વરસાદના લીધે નદીના પાણી શહેરમાં ઘૂસે છે. ત્યારે મગરો શહેરના માર્ગો પર જોવા મળે છે. હાલમાં મગરોની વચ્ચે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેક્સ્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. 

ગુજરાતનો હજુ પીછો નહીં છોડે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ, 800થી વધુ માર્ગો બંધ થતાં હાલાકી 1 - image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *