જાણો ૨૮/૦૮/૨૦૨૪ બુધવાર નું પંચાંગ અને રાશિ ભવિષ્ય

આજનુ પંચાંગ

Weekly almanac, this week the leap month will begin and the Sun will change the zodiac; 3 auspicious moments for shopping and starting a new job | હિંદુ કેલેન્ડર: સાપ્તિહિક પંચાંગ, આ

બુધ માર્ગી

દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.

રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૨ મિ. સૂર્યાસ્ત  : ૧૯ ક. ૦૦ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૨૨ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૭ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૫ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૧૦ મિ. (સુ) ૭ (ક.) ૧૦મિ. (મું) ૭ ક. ૧૨ મિ.

જન્મરાશિ : મિથુન (ક,છ,ઘ) રાશિ આવે.

નક્ષત્ર : મૃગશિર્ષ ૧૫ ક.૪૩ મિ. સુધી પછી આદ્રા નક્ષત્ર આપે.

ગોચર ગ્રહ : સૂર્ય : સિંહ, મંગળ- મિથુન, બુધ- કર્ક (વ.), ગુરૂ-વૃષભ, શુક્ર- કન્યા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-મિથુન.

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપ્ચ્યુન-મીન, પ્લુટો- મકર, રાહુકાળ : ૧૨:૦૦ થી ૧૩:૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૦/ રાક્ષસ/સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦/ દક્ષિણાયન શરદઋતુ/ રાષ્ટ્રીય દિનાંક : ભાદ્રપદ/૬/ વ્રજમાસ : ભાદ્રપદ 

માસ-તિથિ-વાર : શ્રાવણ વદ દસમ

– બુધ માર્ગી (અંશાત્મક)

મુસલમાની હિજરીસન : ૧૪૪૫ સફર  માસનો ૨૩ રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ ફરવરદીન માસનો ૧૪ રોજ ગોશ

આજ નું રાશિફળ

Animated Round Frame with Zodiac Sign. Black and White Horoscope Symbol. | Black and white gif, Zodiac, Zodiac signs

મિથુન, સિંહ અને ધન રાશિના જાતકોને Job And Buisnessમાં મળશે New Opportunity…

Read Daily, Weekly, Monthly Horoscope | Rashifal Adda

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ વાણી અને વર્તન બંને પર નિયંત્રણ રાખવાનો રહેશે. આજે તમારા માટે સારું રહેશે કે તમે ખૂબ સમજી વિચારીને કોઈ પણ વ્યક્તિ પાસે કામ કરાવો. પ્રોપર્ટી ખરીદવાની તમારી ઈચ્છા પૂરી થઈ શકે છે. તમે તમારા પરિવારના કોઈપણ સદસ્ય સાથે કોઈપણ બાબતમાં ઉતાવળ કરશો નહીં, અન્યથા તેઓ તમારી વાતથી ખરાબ અનુભવી શકે છે. તમારા ઘરે કોઈ મહેમાનનું આગમન થઈ શકે છે. પરિવારના સભ્યો સાથે મળીને આજે કેટલાક જૂની યાદો તાજી કરશો.

વૃષભ રાશિના રાજકારણ સાથે સંકળાયેલા લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેવાનો છે. આજે સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આજે સંતાનને કોઈ જવાબદારી સોંપશો તો તે તેને સારી રીતે નિભાવી શકશે. આજે તમારા કેટલાક કામ અધૂરા રહી શકે છે, જેના કારણે તમને પરેશાની થશે. તમે કોઈની યાદોથી ત્રાસી શકો છો. વિદેશથી વેપાર કરતી વખતે લોકોએ આજે ​​સાવધાની રાખવાની જરૂર છે, નહીં તો થોડી અગવડ પડશે.

આ રાશિના જાતકોને આજે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. કોઈ સ્પર્ધામાં ભાગ લેવાનો મોકો મળી શકે છે. લાંબા સમયથી જો કોઈ કામ અટવાઈ પડ્યા હશે તો તે પૂરા કરવાની જરૂર છે, નહીં તો મુશ્કેલીમાં મૂકાઈ શકો છો. આજે તમે કેટલાક પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત કરશો. આજે તમારી કામ કરવાની રીત જોઈને તમારા વિરોધીઓ પણ આશ્ચર્યચકિત થઈ જશે. તમારે વેપારમાં કોઈ ઉતાવળિયા પગલા લેવાથી બચવું પડશે. જો તમે કોઈ જમીનમાં રોકાણ કરવા માંગો છો, તો તે તમારા માટે સારું રહેશે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ સારો રહેવાનો છે. આજે નોકરીમાં ફેરફાર કરવા માંગતા હોય એ લોકો માટે સમય અનુકળૂ છે. સમાજસેવા સાથે સંકળાયેલા લોકોના માન-સન્માનમાં વૃદ્ધિ થઈ રહી છે. જીવનસાથીના કોઈ કામને લઈને થોડા ચિંતિત રહેશો. આજે કોઈ પણ અજાણી વ્યક્તિ પર ભરોસો કરવાનું ટાળો, નહીં તો કામના સ્થળે વાદ-વિવાદ થવાની શક્યતા છે. માતા-પિતા સમક્ષ લાગણી વ્યક્ત કરવાનો મોકો મળી શકે છે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ સારો રહેશો. આજે તમને કોઈ શુભ કે માંગલિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળશે. આજે તમારા ઘરેલુ જીવનમાં ખુશહાલી આવશે. લાંબા સમયથી જો કોઈ વિવાદ કે ઝઘડાને કારણે પરેશાન રહેતા હશો તો વડીલ સભ્યની મદદથી આજે એનો ઉકેલ લાવવામાં પણ તમને સફળતા મળશે. તમે તમારી શારીરિક સમસ્યાઓ વિશે ચિંતિત હતા, પછી તે દૂર થઈ શકે છે. પ્રેમજીવન જીવી રહેલાં લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ સારો રહેવાનો છે. આજે તમે કોઈ જગ્યાએ પૈસાનું રોકાણ કરવાનું ટાળવું પડશે. તમને તમારા ખોવાયેલા પૈસા પણ પાછા મળી શકે છે. આજે કોઈ બિઝનેસ ડીલ ફાઈનલ કરશો. કમે તમારા કામને લઈને ચિંતિત રહેશો તો તમારે એ કામ કોઈ બીજાના ભરોસે છોડવાનું ટાળવું જોઈએ. પરિવારના સભ્યોનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યું છે. આજે મિત્રો સાથે કોઈ મનોરંજનના કાર્યક્રમમાં ભાગ લેશો.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ આવકમાં વૃદ્ધિ કરનારો સાબિત થશે. આજે તમને એક કરતાં વધુ સ્રોતમાંથી આવક થઈ શકે છે. પારિવારિક સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ થશે. વૈવાહિક જીવનમાં આજે જીવનસાથીનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. ધાર્મિક કાર્યમાં તમારી વધતી રૂચિ જોઈને પરિવારના સભ્યો પણ એકદમ ખુશ થશે. સંતાન આજે તમારી અપેક્ષાઓ પર ખરું ઉતરશે. એ વાત સાચી છે કે તમારા બોસ કાર્યસ્થળ પર તમારી જવાબદારીઓ વધારશે, પરંતુ તેમ છતાં તમે તેમનાથી ડરશો નહીં. આજે તાણ લેવાનું ટાળો, નહીં તો મુશ્કેલીમાં ફસાઈ જશો.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ તણાવથી ભરપૂર રહેશે. જો તમે બુદ્ધિમતા અને સમજદારીથી આગળ વધશો તો તમારા માટે સમય એકદમ અનુકૂળ રહેશે. આજે તમારે કોઈપણ પ્રકારના તણાવને તમારા પર હાવી થવા ન દેવો જોઈએ. લવ લાઈફમાં તમને સંપૂર્ણ સહયોગ મળશે. તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહેવું જોઈએ. તમારે કોઈ કામ પર સારી રકમ ખર્ચ કરવી પડશે. જો પરિવારના સભ્યો સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો છે, તો તમે તેને વાતચીત દ્વારા હલ કરવાનો પ્રયાસ કરશો.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેવાનો છે. આજે તમને તમારા જીવનસાથી તરફથી સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. નોકરી કરી રહેલાં લોકોને પ્રમોશનની સાથા સાથે કોઈ ભેટ-સોગાદ પણ મળી શકે છે. રાજકારણમાં હાથ અજમાવવા ઈચ્છા લોકોએ પહેલાં રાજકારણનું થોડું જ્ઞાન લઈને આગળ વધવું પડશે, નહીં તો તમારા વિરોધીઓ તમને મુશ્કેલી આપશે. તમારે કેટલીક વ્યવસાયિક યોજનાઓ સંબંધિત ભાગીદારીમાં પ્રવેશ કરવો પડી શકે છે, જે તમારા માટે સારું રહેશે. તમારે તમારી આસપાસ રહેતા લોકો વિશે સાવચેત રહેવાની જરૂર છે.

આ રાશિતા જાતકો માટે આજનો દિવસ ખુશીઓમાં વૃદ્ધિ લાવનારો રહેશે. રોજગાર શોધી રહેલાં લોકોને આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આજે તમે તમારા ભવિષ્ય માટે કેટલીક નવી યોજનાઓ બનાવશો, જે ફળદાયી રહેશે. શેર બજાર સાથે જોડાયેલા લોકોને સારો નફો મળવાની સંભાવના છે. તમારી નાણાકીય સ્થિતિ પહેલા કરતા સારી હશે, પરંતુ તમારે પ્રવાસ પર જતી વખતે તમારા વાહનોની સલામતીની ખાતરી કરવી પડશે. તમારી કોઈપણ ઉતાવળની આદત તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આજે તમે તમારા પાર્ટનર સાથે કોઈ પ્રેમભરી વાતો કરશો. ે

કુંભ રાશિના જાતકોએ આજે પોતાના કામમાં બેદરકારી દેખાડવાનું ટાળવું પજશે. આજે તમારા પર કામનું દબાણ રહેશે, પણ તમારે ખાસ ચિંતા કરવાનું કારણ નથી. આજે કોઈ પણ બાબતે ધીરથી કામ લેશો તો તમારા માટે સારું રહેશે. આજે કોઈ પણ બિઝનેસ ડિલને ફાઈનલ કરવા મતારે પારાવાર મહેનત કરવી પડશે. લાંબા સમયથી પ્રોપર્ટી રિલેટેડ કોઈ વિવાદ ચાલી રહ્યો હતો, તો તેમાં તમને વિજય મળી શકે છે. જીવનસાથીનો આજે દરેક કામમાં પૂરેપૂરો સાથ-સહકાર મળી રહ્યો છે, જેને કારણે તમારી ખુશીનો પાર નહીં રહે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સખત મહેનત કરવાનો રહેશે. આજે તમે જીવનસાથી સાથે રોમેન્ટિક ક્ષણો પસાર કરશો અને એમના માટે સરપ્રાઈઝ પણ લાવશો. સંતાનોને કોઈ મુશ્કેલી સતાવી રહી હશે તો આજે એનો ઉકેલ લાવશો. તમારે તમારા કામમાં આજે ખાસ સાવધ રહેવાની જરૂર છે. આજે તમારા કેટલાક નવા વિરોધીઓ ઊભા થઈ શકે છે. વાહનોનો ઉપયોગ કરતી વખતે આજે તમારે ખાસ સાવધાની રાખવાની જરૂર છે. લાંબા સમયથી જો કોઈ બીમારી કે રોગ સતાવી રહ્યો હશે તો આજે એ સમસ્યા વકરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *