ગુજરાત ઉપર હજી પણ વરસાદી ખતરો મંડરાઈ રહ્યો છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આજનો દિવસ હજી પણ કપરો સાબિત થશે.
ગુજરાત પર ત્રણ સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ચાર દિવસથી ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે ગુજરાત જળબંબાકાર થયું છે. ખાસ કરીને વડોદરા, નવસારી, સૌરાષ્ટ્રના વિસ્તારો જળમગ્ન થયા છે. આવી સ્થિતિમાં ગુજરાત ઉપર હજી પણ વરસાદી ખતરો મંડરાઈ રહ્યો છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આજનો દિવસ હજી પણ કપરો સાબિત થશે. હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે વરસાદી રેડ એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદ પડશે.
ખાસ કરીને આજના દિવસની વાત કરીએ તો આજે ૨૯ ઓગસ્ટ ૨૦૨૪, ગુરુવારના દિવસે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ,બોટાદ, દીવ તેમજ કચ્છમાં આજે વરસાદ ભૂક્કા બોલાવશે.
આ ઉપરાંત પાટણ, અમદાવાદ, આણદ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ સેવી છે. તેમજ બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર જેવા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
આ જિલ્લાઓમાં થશે ભારે વરસાદ
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. કચ્છ, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સુરેન્દ્રનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, બોટાદમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
છેલ્લા ૪ દિવસથી સતત વરસી પહેલા વરસાદને પગલે ગુજરાતના કેટલાય જિલ્લાઓમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે, તો કેટલી નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. ત્યારે રસ્તાઓ પર પાણી ભરાઈ જતા, લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તંત્ર દ્વારા લોકોને જોખમી પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટે NDRF, SDRF અને અન્ય એજન્સીઓ દ્વારા રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.