ડીએમકેના સાંસદને કેમ થયો રૂ. ૯૦૮ કરોડનો દંડ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડીએ બુધવારે એક મોટી કાર્યવાહીની જાણકારી આપી છે. ઈડીએ કહ્યું છે કે દ્રવિડ મુનેત્ર કઝગમ (ડીએમકે)ના લોકસભા સાંસદ એસ જગતરક્ષકન અને તેમના પરિવારના સભ્યો પર રૂ. ૯૦૮ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સાથે ૮૯.૧૯ કરોડ રૂપિયાની પ્રોપર્ટી પણ એટેચ કરવામાં આવી છે. આવો જાણીએ આટલા ભારે દંડ પાછળનું કારણ શું છે.

EDએ આ લોકસભા સાંસદ પર લગાવ્યો 908 કરોડનો દંડ, જાણો આખો મામલો – Gujaratmitra  Daily Newspaper

વિદેશી હૂંડિયામણના નિયમોના ઉલ્લંઘન સાથે સંબંધિત કેસમાં ઈડીએ ડીએમકેના સાંસદ જગતરક્ષકન અને તેમના પરિવારના સભ્યોને રૂ. ૯૦૮ કરોડનો દંડ ફટકાર્યો છે. ઈડીએ તેના નિવેદનમાં જણાવ્યું છે કે ૨૬ ઓગસ્ટે જારી કરાયેલા આદેશ બાદ સપ્ટેમ્બર ૨૦૨૦ માં ફેમા કાયદા હેઠળ સીઝ કરાયેલી ૮૯.૧૯ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.
શું જાણો છો ડીએમકેના સાંસદને કેમ થયો રૂ. 908 કરોડનો દંડ - મુંબઈ સમાચાર

૭૬ વર્ષીય ડીએમકેના નેતા એસ. જગતરક્ષકન તમિલનાડુની અરક્કોનમ લોકસભા બેઠક પરથી સાંસદ છે. તેઓ તમિલનાડુના જાણીતા બિઝનેસમેન પણ છે. ઇડીએ માહિતી આપી છે કે સાંસદ એસ. જગતરક્ષકન, તેમના પરિવાર અને સંબંધિત ભારતીય સંસ્થાઓ સામે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ અને ફેમા હેઠળ તપાસ શરૂ કરવામાં આવી છે.

ડીએમકે સાંસદને ફેમાના કેસમાં 908 કરોડ રૂપિયાનો દંડ : ઇડી | DMK MP fined Rs 908  crore in FEMA case: Ed - Gujarat Samachar

તપાસ બાદ સાંસદ જગતરક્ષકન અને તેમના પરિવારના સભ્યોના નામે ફેમાની કલમ ૩૭-એ હેઠળ ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ સીઝનો આદેશ પસાર કરવામાં આવ્યો હતો. તેમની કિંમત ૮૯.૧૯ કરોડ રૂપિયા છે. આ પ્રોપર્ટી હવે એટેચ કરવામાં આવી છે અને હવે સાંસદ પર 908 કરોડ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *