સિસુ વેલી એક સુંદર પ્રવાસન સ્થળ છે, બરપથી ઢંકાયેલા પહાડો, અર્ધચંદ્રઆકારનું ફીરોજી રંગ ના પાણીનું સુંદર તળાવ, સહિત અનેક ફેમસ જગ્યાઓ છે. અહીં જવાથી તમારો પ્રવાસ યાદગાર બની જશે.
સિસુ વેલી એ ભારતના હિમાચલ પ્રદેશના લાહૌલ અને સ્પીતિ જિલ્લામાં સ્થિત એક સુંદર ઘાટી છે. તે ઘણા કારણોસર પ્રખ્યાત છે. સૌ પ્રથમ, તે તેના કુદરતી સૌંદર્ય અને આકર્ષક દૃશ્યો માટે જાણીતું છે, જે ઊંચા પર્વતો, લીલાછમ જંગલો અને ચમકતી નદીઓથી ઘેરાયેલું છે. સાથે, તે લોકો અહીં જવાનું વધુ પસંદ કરે છે જેમને ટ્રેકિંગ કરવાનો શોખ છે અથવા ચાલવાનું પસંદ કરે છે. એટલે કે, ટ્રેકર્સ માટે તો આ સ્થળ ખૂબ જ પ્રખ્યાત છે. આ સિવાય પણ સિસુ વેલી ઘણી વસ્તુઓ માટે પ્રખ્યાત છે.
સિસુ વેલી શા માટે પ્રખ્યાત છે?
- ચંદ્રતાલ ઝીલ : આ ઘાટી ચંદ્રતાલ તળાવનું ઘર છે, જે એક અર્ધચંદ્રાકાર આકારનું તળાવ છે, તેના ફીરોજી રંગ ના પાણી માટે જાણીતું છે.
- બૌદ્ધ મઠ: સિસુ ખીણમાં ઘણા પ્રાચીન બૌદ્ધ મઠ છે, જેમાં સિસુ મઠ પણ સામેલ છે, જે 16મી સદીથી પ્રખ્યાત છે.
- આ ખીણમાં દુર્લભ દીપડો, હિમાલયન બ્રાઉન રીંછ અને ત્યાંના ઘેટાં સહિત વિવિધ વન્યજીવ પ્રજાતિઓનું ઘર પણ છે.આ સિવાય લોકો અહીં પેરાગ્લાઈડિંગ, રાફ્ટિંગ અને માઉન્ટેન બાઈકિંગ જેવી પ્રવૃત્તિઓ માટે આવે છે.
અમદાવાદથી સિસુ વેલી કેવી રીતે જવાય
સિસુ વેલી જવા માટે, અમદાવાદથી તમે દિલ્હી અને દિલ્હીથી મનાલી જવા માટે રાતની બસ લેવી વધારે સારી રહેશે અથવા સવારે મનાલી પહોંચે તેમ ડ્રાઈવ કરી જઈ શકો છો. દિલ્હીથી મનાલી પહોંચતા લગભગ ૧૪ કલાક લાગે છે. પછી મનાલીથી સિસુ વેલી સુધી ટેક્સી થી જઈ શકો છો અથવા બસ માં પણ જઈ શકો છો, જેમાં લગભગ ૫-૬ કલાક લાગી શકે છે. આ સિવાય તમે અમદાવાદથી ચંદીગઢ માટે ટ્રેન લઈ શકો છો. ચંદીગઢથી મનાલી સુધી બસ અથવા ટેક્સી લો જેમાં લગભગ ૮-૯ કલાક લાગી શકે છે. મનાલીથી સિસુ સુધી ટેક્સી અથવા બસ લો જેમાં લગભગ ૫-૬ કલાક લાગી શકે છે.
અમદાવાદથી સિસુ જવા માટે કેટલો ખર્ચ થશે – ટ્રીપનો ખર્ચ
- અમદાવાદથી દિલ્હી ટ્રેનમાં જવાનો ખર્ચ (વન વે ટ્રીપ) નો રૂ. ૫૦૦ રૂપિયા પર પર્સન થઈ શકે છે
- દિલ્હીથી મનાલી સુધીની બસ ટિકિટ રૂ. ૮૦૦ થી રૂ. ૧,૫૦૦ વન-વે સુધીની હોઈ શકે છે.
- મનાલીથી સિસુ સુધીનું ટેક્સી ભાડું રૂ. ૨,૦૦૦ થી રૂ. ૩,૦૦૦ વન-વે હોઈ શકે છે. ત્યાંના હોમસ્ટે અથવા ગેસ્ટહાઉસમાં રહેવા માટે પ્રતિ રાત્રિ રૂ. ૮૦૦ – રૂ. ૧,૫૦૦ ની વચ્ચે ખર્ચ થઈ શકે છે.
- હોટલ કે રિસોર્ટમાં તેની કિંમત રૂ. ૨,૦૦૦ થી રૂ. ૫,૦૦૦ હોઈ શકે છે
- લક્ઝરી રિસોર્ટ રૂ. ૫,૦૦૦ થી રૂ. ૧૦,૦૦૦ પ્રતિ રાત્રિ (લગભગ $ ૬૫-$ ૧૩૦ USD)
- દરરોજ રૂ. ૫૦૦ – રૂ. ૧,૦૦૦ ના દરે જમવાનો ખર્ચ રાખી શકો છો.
- સ્થળના લોકલ પ્રવાસ માટે ૨૦૦૦ થી ૩૦૦૦ હજાર રૂપિયાનો ખર્ચ અંદાજીત રાખો.
આમ એકંદરે જોઈએ તો તમે અહીં ૧૫ થી ૨૦ હજાર રૂપિયામાં (પર પર્સન) મુસાફરી કરી શકો છો. તેથી જો તમે ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા હોવ, તો આ વખતે આ જગ્યાની પસંદગી કરો જે ખૂબ જ સુંદર છે. જિંદગીભરની યાદો બની જશે.