ગ્રીન ટીમાં કેટેચિન હોય છે, જે એક સામગ્રી છે પરંતુ શું તે યકૃતના કાર્યને સુધારવામાં અને યકૃતમાં ચરબી ઘટાડવામાં મદદ કરી શકે છે.?

સોશિયલ મીડિયા પર દરરોજ નવી નવી માહિતી જાણવા મળે છે. તાજતેરમાં હાર્વર્ડ ટ્રેનર ડૉ. સૌરભ સેઠીએ તાજેતરની ઇન્સ્ટાગ્રામ રીલમાં, ફેટી લીવર સામે લડવા માટે ત્રણ પીણાં જેમાં ગ્રીન ટી, કોફી અને બીટરૂટ જ્યુસના સેવનનું સૂચન કર્યું હતું. પરંતુ આ પીણાં ખરેખર લાભદાયી છે, ન્યુટ્રિશનિસ્ટ શું કહે છે ?
SelfcarebySuman ના સ્થાપક અને ન્યુટ્રિશનિસ્ટ સુમન અગ્રવાલે જણાવ્યું હતુ કે, ‘ગ્રીન ટીમાં કેટેચિન હોય છે, જે એક સામગ્રી છે જે યકૃતના કાર્યને સુધારવામાં અને યકૃતમાં ચરબી ઘટાડવામાં મદદ કરી શકે છે. કોફીનો વપરાશ યકૃત ઉત્સેચકોના ઓછા સ્તર સાથે સંકળાયેલ છે, જે યકૃતની સારી તંદુરસ્તી દર્શાવે છે. બીટરૂટ જ્યુસમાં બીટેઈન હોય છે, જે લીવરમાં ચરબીના સંચયને ઘટાડવા માટે જાણીતું છે.’
આ પીણાંનું સેવન કેટલી વાર કરવું જોઈએ?
ન્યુટ્રિશનિસ્ટના જણાવ્યા અનુસાર, ‘યકૃતના હેલ્થ માટે દરરોજ ત્રણથી ચાર કપ કોફી, બેથી ત્રણ કપ ગ્રીન ટી અને એક કપ બીટરૂટ જ્યુસનું સેવન કરો, આ માત્રા સામાન્ય રીતે સલામત છે અને તે લીવર એન્ઝાઇમનું સ્તર ઘટાડવામાં, લીવરની કામગીરીમાં સુધારો કરવામાં અને ડિટોક્સિફિકેશનને ટેકો આપવામાં મદદ કરી શકે છે.’
જો કે, પાલરીવાલા ચેતવણી આપે છે કે વધુ પડતી ગ્રીન ટી લીવરને ઝેરી બનાવે છે, અને બીટરૂટના રસમાં કુદરતી શર્કરાનું પ્રમાણ વધુ હોય છે, જે કેટલાક લોકો માટે, ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે અયોગ્ય બનાવે છે.
રજિસ્ટર્ડ ડાયેટિશિયન પૂજા શેલતે જણાવ્યું હતું કે, ‘બીટરૂટમાં રહેલું બીટેઈન તત્વ લીવરની ચરબીને પ્રક્રિયા કરવા અને તેને દૂર કરવાની ક્ષમતાને સમર્થન આપે છે, જે લીવરમાં તેના સંચયને અટકાવે છે. બીટરૂટમાં નાઈટ્રેટ્સ પણ હોય છે જે રક્ત પ્રવાહમાં સુધારો કરી શકે છે અને યકૃતના વધુ સારા કાર્યને પ્રોત્સાહન આપે છે. ફાઇબરની અછત અને હાઈ સુગરની માત્રાને કારણે જ્યુસને બદલે સલાડમાં આખું બીટરૂટ ખાવાની ભલામણ કરી હતી.’
બંને નિષ્ણાતોએ સતર્કતા વધારવા અને ઊંઘમાં ખલેલ અને અન્ય આડઅસરોને ટાળવા માટે સવારે અને વહેલી બપોર દરમિયાન ગ્રીન ટી અને કોફીનું સેવન કરવાનું સૂચન કર્યું હતું.
અગ્રવાલે પણ કહ્યું કે બીટરૂટમાં શર્કરાનું પ્રમાણ વધુ હોય છે અને ડાયાબિટીસના દર્દીઓએ તેને ટાળવાનું સૂચન કર્યું હતું. તેઓએ એમ પણ કહ્યું, ‘વધુ પડતી ગ્રીન ટી અને કોફી ઊંઘમાં ખલેલ, એસિડિટી, લોહનું શોષણ ઓછું થવું અને આંતરડાની સમસ્યાઓનું કારણ બની શકે છે તેથી ખાલી પેટે તેનું સેવન ન કરવું જોઈએ. તેઓ ભોજન સાથે અથવા જમ્યા પછી લેવા જોઈએ.’