ભારતીય શેરબજારમાં આજે તેજી જોવા મળી રહી છે.
સેન્સેક્સ-નિફ્ટી વધારા સાથે ખુલ્યા છે. સેન્સેક્સ ૩૫૯.૫૧ પોઈન્ટના વધારા સાથે ૮૨,૭૨૫.૨૮ પર ખુલ્યો. જ્યારે નિફ્ટી ૯૭.૭૦ પોઈન્ટના વધારા સાથે ૨૫,૩૩૩.૬૦ પર ખુલ્યો હતો.
સેન્સેક્સના ૩૦ માંથી ૨૬ શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે અને 4 શેરોમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ૩૦ શેરોમાં ટોપ ગેઇનર એશિયન પેઇન્ટ છે અને ITC,HCL,બજાજ ફિનસર્વના શેરમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. બજાજ ફાઈનાન્સ અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેર પણ વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.
નિફ્ટીના ૫૦ શેરોમાંથી ૩૬ શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે અને 8 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ૬ શેર એવા છે જેમાં કોઈ ફેરફાર જોવા નથી મળી રહ્યો. આજે નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં બજાજ ફાઇનાન્સ, ટીસીએસ, ઇન્ફોસીસ, એચડીએફસી લાઇફ અને બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝના શેર ટોચ પર છે. આજે ટાટા મોટર્સ, ટેક મહિન્દ્રા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચયુએલ, હિન્દાલ્કોમાં નબળો વેપાર જોવા મળી રહ્યો છે.
BSEનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. ૪૬૫.૮૬ લાખ કરોડ થયું છે અને તેના ૩૩૩૫ શેરનું ટ્રેડિંગ થઈ રહ્યું છે, જેમાંથી ૧૯૯૯ શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. ૧૧૮૪ શેરમાં ઘટાડો છે અને ૧૫૨ શેરમાં કોઈ ફેરફાર નથી.