કન્સલ્ટન્ટ ડાયટિશિયન અને પ્રમાણિત ડાયાબિટીસ એજ્યુકેટર કનિક્કા મલ્હોત્રાએ ‘ખાંડ સાથે દહીં ઉમેરવાથી શરીર પર થતા ફેરવાર વિશે જણાવ્યું છે,

તમે દહીંમાં ખાંડ નાખો છો કે મીઠું? દહીંમાં ખાંડ અથવા મીઠું નાખીને તેનું સેવન કરવાની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે અને આરોગ્ય માટે એક ચર્ચાનો વિષય છે. દહીં ઘણી સંસ્કૃતિમાં મુખ્ય છે અને તેના પ્રોબાયોટિક ગુણધર્મો માટે જાણીતું છે, તેના સ્વાદને વધારવા માટે ઘણી વખત તેમાં ઘણી ચીજો ઉમેરીને સેવન કરવામાં આવે છે. કેટલાક લોકો મીઠું નાખેલા દહીંના ખારા અને સ્વાદિષ્ટ સ્વાદનો આનંદ માણે છે. જ્યારે અન્ય લોકો ખાંડવાળા દહીંના મીઠા સ્વાદ માણવાનું પસંદ કરે છે.
તમારા માટે કયું ઉત્તમ ?
કન્સલ્ટન્ટ ડાયટિશિયન અને પ્રમાણિત ડાયાબિટીસ એજ્યુકેટર કનિક્કા મલ્હોત્રાના જણાવ્યા અનુસાર, ‘ખાંડ સાથેનું દહીં ઉમેરવામાં આવેલી ખાંડને કારણે વધુ કેલરી આપે છે. મધ્યમ માત્રામાં મીઠાની કેલરીની અસર નહિવત્ હોય છે.
આ ઉપરાંત મીઠાની તુલનામાં ખાંડમાં નોંધપાત્ર રીતે કાર્બોહાઇડ્રેટ્સ વધારે છે. મીઠુંમાં સોડિયમ હોય છે, જે ઇલેક્ટ્રોલાઇટ સંતુલન માટે મહત્વપૂર્ણ છે પરંતુ મધ્યસ્થતાની જરૂર છે, ખાસ કરીને હાઈ બ્લડ પ્રેશરની ચિંતા ધરાવતા લોકો માટે ધ્યાન રાખું જરૂરી છે.
બંને વિકલ્પો દહીંના મૂળ પોષક તત્વો પ્રોટીન, કેલ્શિયમ અને ફાયદાકારક આંતરડાના બેક્ટેરિયા (પ્રોબાયોટિક્સ) જાળવી રાખે છે. જો કે, એક્સપર્ટ ભારપૂર્વક કહે છે કે ડાયાબિટીસ અથવા વેઇટ કંટ્રોલ કરવા માંગતા લોકો માટે સોલ્ટ સાથે દહીં એ વધુ સારો વિકલ્પ છે.
દહીંમાં મીઠું અથવા ખાંડ ઉમેરવાથી પાચન અને આંતરડાના સ્વાસ્થ્યને કેવી અસર થાય ?
મલ્હોત્રા કહે છે કે દહીંમાં મીઠું ઉમેરવાથી ‘આંતરડાના બેક્ટેરિયા પર કોઈ સીધી અસર થતી નથી.’ તે પેટમાં એસિડનું ઉત્પાદન વધારી શકે છે, કેટલાકમાં પાચનમાં મદદ કરે છે.
બીજી તરફ ખાંડનું વધુ પડતું સેવન આંતરડાના માઇક્રોબાયોમને વિક્ષેપિત કરી શકે છે આ સંતુલન, સંભવિતપણે દહીંમાં પ્રોબાયોટીક્સના ફાયદાઓને ઘટાડે છે.
મલ્હોત્રાના જણાવ્યા મુજબ, મીઠું સાથે દહીં અથવા ખાંડ સાથે દહીંનું નિયમિત સેવન કરવાથી સ્વાસ્થ્યને થતા ફાયદા અને જોખમો
મીઠું સાથે દહીં:
ફાયદા : ઇલેક્ટ્રોલાઇટ સંતુલનને ટેકો આપે છે, તૃપ્તિને પ્રોત્સાહન આપે છે (સંપૂર્ણ લાગણી), પ્રોબાયોટિક લાભો જાળવી રાખે છે.જોખમ : સોડિયમનું વધુ પડતું સેવન કેટલાકમાં બ્લડ પ્રેશર વધારી શકે છે.
ખાંડ સાથે દહીં
ફાયદા : તે ઝડપી એનર્જી સ્ત્રોત પૂરો પાડે છે, સ્વાદિષ્ટ હોઈ શકે છે.જોખમ: વધેલી કેલરીની માત્રા હોઈ શકે અને સંભવિત બ્લડ સુગર વધારે છે, અતિશય ખાંડ સાથે હોવાથી પ્રોબાયોટીક્સના ફાયદાઓને અવરોધે છે. ડાયાબિટીસ ધરાવતા લોકોએ દૂર રેહેવું જોઈએ.