બ્રુનેઈ પહોંચ્યા પીએમ મોદી: ક્રાઉન પ્રિન્સે કર્યું ભવ્ય સ્વાગત

સુલતાન તથા શાહી પરિવાર સાથે પણ કરશે મુલાકાત.

PM Modi arrives in Brunei, gets warm reception by Crown Prince | India News  - Times of India

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની બે દિવસીય મુલાકાતે બ્રુનેઈ દારુસલામ પહોંચ્યા છે. ભારતીય વડાપ્રધાન દ્વારા બ્રુનેઈની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. જેમાં બ્રુનેઈ દારુસલામમાં ક્રાઉન પ્રિન્સ હાજી અલ-મુહતાદી બિલ્લા દ્વારા વિશેષ સન્માનના ભાગરૂપે વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બ્રુનેઈ પહોંચતા પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. બ્રુનેઈમાં પીએમ મોદી દેશના ટોચના નેતૃત્વ સાથે વાતચીત કરશે અને દ્વિપક્ષીય સંબંધોને વધારવાના માર્ગો પર ચર્ચા કરશે. 

PM Modi arrives in Brunei, receives grand welcome by Crown Prince – India TV

બ્રુનેઈમાં પીએમ મોદી રાજધાની બંદર શેરી બેગાવાનમાં હોટેલમાં રોકાયા છે. ત્યાં ભારતીય સમુદાયના લોકોએ પણ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદી આ યાત્રાને ખૂબ ખાસ માને છે. કારણ કે આ યાત્રા એવા સમય થઈ છે કે જયારે બંને દેશો રાજદ્વારી સંબંધોની સ્થાપનાના ૪૦ વર્ષની ઉજવણી કરી રહ્યા છે.

PM Modi receives rousing welcome from Indian Diaspora in Brunei | WATCH –  India TV

વડાપ્રધાન મોદીએ બ્રુનેઈ અને સિંગાપોરને ભારતની ‘એક્ટ ઈસ્ટ’ નીતિ અને ઈન્ડો-પેસિફિક માટેના તેના વિઝનમાં મહત્વપૂર્ણ ભાગીદારો ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, ‘મારી આ મુલાકાત માત્ર બંને દેશો સાથે જ નહીં, પરંતુ ભારતની ભાગીદારીને વધુ મજબૂત કરશે. આસિયાન પ્રદેશ થશે. પીએમ મોદીએ કહ્યું, ‘અમે આ રાજદ્વારી સંબંધોના ૪૦ વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ, હું સુલતાન હાજી હસનલ બોલ્કિયા અને શાહી પરિવારના અન્ય સભ્યો સાથેની મારી મુલાકાતોની રાહ જોઈ રહ્યો છું, જેથી આ ઐતિહાસિક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જઈ શકાય.’

PM Modi lands in Brunei, likely to hold talks on space and energy with  Sultan | Hindustan Times

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વડાપ્રધાનની આ મુલાકાત સંરક્ષણ સહયોગ, વેપાર અને રોકાણ, ઉર્જા, અવકાશ ટેકનીક, આરોગ્ય સહયોગ, સંસ્કૃતિ તેમજ લોકો- સહિત તમામ વર્તમાન ક્ષેત્રોમાં બ્રુનેઈ સાથેના ભારતના સહયોગને વધુ મજબૂત બનાવશે. લોકો વચ્ચે આદાનપ્રદાન અને નવા ક્ષેત્રોમાં સહકારની તકો શોધવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *