બ્રુનેઈ બાદ હવે પીએમ મોદી સિંગાપુરની મુલાકાતે પહોંચ્યાં હતા જ્યાં ભારતીય સમુદાની મહિલાઓ રાખડી બાંધીને તેમનું સ્વાગત કર્યું હતું.
૬ વર્ષ બાદ પીએમ મોદી સિંગાપુર પહોંચ્યાં હતા. પીએમ મોદી જેવા સિંગાપુરમાં તેમની હોટલ પહોંચ્યા. ત્યાં હાજર ભારતીય સમુદાયના લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. પીએમએ લોકોને ઓટોગ્રાફ પણ આપ્યા. ભારતીય મૂળની મહિલાઓએ પણ પીએમ મોદીને રાખડી બાંધી હતી. આ દરમિયાન લોકોમાં અદ્દભુત ઉત્સાહ જોવા મળ્યો હતો. ભારતીય સમુદાયના લોકોનો ઉત્સાહ જોઈને પીએમ મોદીએ પોતે ઢોલ વગાડ્યો હતો. આ દરમિયાન ‘ગણપતિ બાપ્પા મોરયા’ ના જયઘોષ કરવામાં આવ્યો હતો.
પીએમ મોદીની એક ઝલક જોવા અને તેમની સાથે હાથ મિલાવવા માટે મોટી સંખ્યામાં આવેલા ભારતીય સમુદાયના લોકો વચ્ચે સ્પર્ધા ચાલી હતી. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી સિંગાપોરના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને જ નહીં પરંતુ બિઝનેસ લીડર્સ સાથે પણ મુલાકાત કરશે.
હાલમાં ભારતનો સંપૂર્ણ ભાર એક્ટ ઈસ્ટ પોલિસી પર છે. ભારતે નવેમ્બર ૨૦૧૪માં ૧૨મી આસિયાન-ઈન્ડિયા સમિટ દરમિયાન આ નીતિની શરૂઆત કરી હતી. આ નીતિનો ઉદ્દેશ હિંદ મહાસાગરમાં વધતી જતી દરિયાઈ ક્ષમતાનો સામનો કરવાનો અને દક્ષિણ ચીન સમુદ્ર અને હિંદ મહાસાગરમાં વ્યૂહાત્મક ભાગીદારી બનાવવાનો છે. ચીન સાઉથ ચાઈના સીમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા સતત પ્રયાસ કરી રહ્યું છે. આ કારણે ચીન ઘણા દેશો સાથે સતત વિવાદમાં છે. ચીન દક્ષિણ ચીન સાગરના કેટલાક ભાગો પર પોતાનો દાવો કરે છે, જેના કારણે પ્રાદેશિક સ્તરે શાંતિ પ્રભાવિત થઈ છે. આવી સ્થિતિમાં ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી હેઠળ પીએમ મોદીની બ્રુનેઈ અને સિંગાપુરની મુલાકાતને ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.