પેરિસ પેરાલિમ્પિક્સના સાતમા દિવસે ભારતે ૨ મેડલ જીત્યા હતા અને અને આજે આઠમા દિવસે ફરી એકવાર ભારતીય એથ્લેટ્સ વિવિધ રમતોમાં મેડલ જીતવા માટે દાવ રજૂ કરશે. આજે ભારત બીજા આઠ મેડલ જીતી શકે છે.
પેરિસ પેરાલિમ્પિક્સમાં ૭ મા દિવસે નવો ઈતિહાસ રચાયો હતો. હરવિન્દર સિંહે પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો અને આ રીતે તે પેરાલિમ્પિક્સના ઈતિહાસમાં તીરંદાજીમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ બન્યા હતા. હવે આજે પેરિસ પેરાલિમ્પિક્સ ૨૦૨૪નો આઠમો દિવસ છે અને આજે ભારત બીજા આઠ મેડલ જીતી શકે છે.
પેરિસ પેરાલિમ્પિક્સના સાતમા દિવસે ભારતે ૨ મેડલ જીત્યા હતા. જેમાં એક ગોલ્ડ અને એક સિલ્વર મેડલ હતો. આ સાથે અત્યારે ભારત પાસે કુલ ૨૨ મેડલ છે અને આજે પેરિસ પેરાલિમ્પિક્સના આઠમા દિવસે ફરી એકવાર ભારતીય એથ્લેટ્સ વિવિધ રમતોમાં તેમના પડકારો રજૂ કરતા જોવા મળશે.
ભારતીય ખેલાડીઓ હવે મેડલ ટેલીમાં પોતાનુ સ્થાન સુધારવા પર નજર રાખી રહ્યા છે અને આજે ભારતના શૂટર્સ, જુડો ખેલાડીઓ, તીરંદાજો તેમજ પાવરલિફ્ટર્સ એક્શનમાં જોવા મળશે. બુધવારે ભારત માટે ગોલ્ડ જીતનાર તીરંદાજ હરવિંદર સિંહ ફરી એકવાર મેડલ માટે દાવો કરશે. આ વખતે તે પૂજા સાથે મિક્સ્ડ ટીમ ઓપન રિકર્વમાં મેડલ જીતવા જશે. આ જોડી પ્રી-ક્વાર્ટર ફાઈનલ રાઉન્ડથી સ્પર્ધાની શરૂઆત કરશે.
આ સિવાય ભારતના બે ખેલાડીઓ જુડોમાં એક્શનમાં હશે. વિમેન્સ કેટેગરીમાં કોકિલા અને બાદમાં મેન્સ કેટેગરીમાં કપિલ પરમાર મેડલ માટે દાવો કરશે. પેરિસમાં બ્રોન્ઝ જીતનાર મોના અગ્રવાલ મિક્સ્ડ ૫૦ મીટર પ્રોન સ્પર્ધામાં સિદ્ધાર્થ બાબુ સાથે ભાગ લેશે.
વર્લ્ડ એથ્લેટિક્સ પેરા ચેમ્પિયનશિપમાં ૧૦૦ મીટરમાં ભારત માટે ગોલ્ડ જીતનાર સિમરન શર્મા ફરી એકવાર એક્શનમાં જોવા મળશે અને મેન્સ શોટપુટ F૩૫ ફાઇનલમાં અરવિંદ મેડલ જીતવા માટે એક્શનમાં જોવા મળશે. સાથે જ પાવરલિફ્ટિંગમાં પુરુષોની ૬૫ કિગ્રા ફાઇનલ પણ આજે જ છે.