અમરેલી APMCમાં મજૂરો પર ઘઉંની બોરીઓ પડવાની ઘટના CCTVમાં કેદ

અમરેલી એપીએમસીના ગોડાઉનમાં મજૂરો પર ઘઉંની બોરીઓ પડવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. આ દુર્ઘટનામાં ૫ મજૂરો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં ૧ મજૂરનું કરુણ મોત થયું છે.

Amreli: અમરેલી APMCમાં મજૂરો પર ઘઉંની બોરીઓ પડવાની ઘટના CCTVમાં કેદ, વીડિયો જોઈ હચમચી જશો, 1 મજૂરનું થયું હતું મોત

અમરેલી એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં ગોડાઉનમાં મજૂરો પર ઘઉંની બોરી પડતા મોત થયાની ગંભીર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. આ સમગ્ર ઘટના ગોડાઉનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. આ ઘટનામાં ૫ મજૂરો ઇજાગ્રસ્ત થયા હતા. જેમા સારવાર દરમિયાન ૧ મજૂરનું મોત થયું છે.

મજૂરો ઘઉંની બોરી નીચે દટાયા

અમરેલી એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની બોરી પડવાની ઘટના ૭ સપ્ટેમ્બર ૨૦૨૪ શનિવારના રોજ બની હતી. હાલ ગંભીર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે, અમરેલી એપીએમસીમાં એક ગોડાઉનમાં ૫ – ૬ મજૂરો કામગીરી કરી રહ્યા છે. આ દરમિયાન મજૂરો પર પાછળથી અચાનક ઘઉંની બોરીઓ પત્તાની જેમ પડી ગઇ.

ઘઉંની બોરી પડવાથી થયું હતું ૧ મજૂરનું મોત

ગોડાઉનમાં અચાનક પાછળથી બોરીઓ માથ પર પડતા મજૂરોને ભાગવાની તક મળી નહીં. બધા મજૂરો ઘઉંની નીચે દબાય ગયા. આ ઘટનામાં સદનસીબે એક મજૂરો ઘઉંની બોરઓ હટાવી બચવામાં સફળ રહ્યો હતો. પણ કસનસીબે આ ઘટનામાં એક ઇજાગ્રસ્ત મજૂરનું સારવાર દરમિયાન મોત થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *