ગુજરાત રાજ્યમાં દારૂબંધી મુદ્દે કડકાઇ કરવાના બદલે ઢીલ આપતો ગૃહ વિભાગનો પરિપત્ર સામે આવ્યો છે. જેમાં ક્વોલિટી કેસ માટે દારૂના જથ્થાની લિમિટ વધારી દેવામાં આવી છે.
ગૃહ વિભાગે દારૂબંધી અંગેનો આશ્ચર્યજનક પરિપત્ર બહાર પાડ્યો છે. દારૂબંધી મુદ્દે કડકાઇ કરવાના બદલે ઢીલ આપતો નવો પરિપત્ર સામે આવતા ફરી ચર્ચાનો વિષય બન્યો છે. નવા પરિપત્ર પ્રમાણે દારૂના જથ્થાની લિમિટ વધારી દેવામાં આવી છે. હવે ૧ લાખનો દેશી દારૂનો જથ્થો ઝડપાશે તો જ ક્વોલિટી કેસ ગણાશે અને વિદેશી દારૂનો ૨ લાખ ૫૦ હજારનો જથ્થો પકડાશે તો જ ક્વોલિટી કેસ ગણાશે.
દારૂબંધીને ઢીલ આપતો પરિપત્ર !
અત્રે જણાવીએ કે, દારૂનો ક્વોલિટી કેસ થાય ત્યારે જે તે વિસ્તારના પોલીસ અધિકારી અને કર્મચારી સામે ખાતાકીય કાર્યવાહી થાય છે. અગાઉ દેશી દારૂ રૂપિયા ૧૫ હજારનો પકડતો તો ક્વોલિટી કેસ ગણાતો તેમજ વિદેશી દારૂ રૂપિયા ૨૫ હજારનો જથ્થો પકડતો તો અગાઉ ક્વોલિટી કેસ ગણાતો પરંતુ તે રકમ હવે વધારી દેવામાં આવી છે.