૭૦ કે તેથી વધુ ઉંમરના નાગરિકોને આયુષ્યમાન ભારત હેઠળ આવરી લેવાના નિર્ણયને મંજૂરી

૪.૫ કરોડ પરિવારના ૭૦ કે તેથી વધુ ઉંમરના ૬ કરોડ વરિષ્ઠ નાગરિકોને પાંચ લાખ સુધીનું હેલ્થ ઇન્સ્યુરન્સ આવકને ધ્યાનમાં લીધા વગર ફ્રી મળશે.

૭૦ કે તેથી વધુ ઉંમરના નાગરિકોને આયુષ્યમાન ભારત હેઠળ આવરી લેવાના નિર્ણયને મંજૂરી 1 - image

વડાપ્રધાન મોદીના અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયો.

Ayushman Bharat Yojana ayushman bharat card ayushman bharat Ayushman Bharat  pm jan arogya yojana ayushman bharat yojana update - Narendra Modi Cabinet  big decision of Ayushman Bharat Yojana 5 lakh Health Coverage

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ૭૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને તેમની આવકને ધ્યાનમાં લીધા વગર આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (એબીપીએમજેએવાય) હેઠળ આવરી લેવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી ૪.૫ કરોડ પરિવારોને ફાયદો થશે.

70 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને આયુષ્માન ભારત હેઠળ આવરી લેવાના નિર્ણયને  કેબિનેટની મંજૂરી | 70 varsh thi vadhu ummar na tamam nagriko ne ayushman  bharat hethal aavri levana nirnay ...

આ નિર્ણયને પગલે ૪.૫ કરોડ પરિવારના ૭૦ કે તેથી વધુ ઉંમરના ૬ કરોડ વરિષ્ઠ નાગરિકોને પાંચ લાખ રૃપિયા સુધીનું હેલ્થ ઇન્સ્યુરન્સ કવર મળશે.

કેબિનેટની બેઠકમાં લેવામાં આવેલ અન્ય નિર્ણય હેઠળ આગામી આઠ વર્ષમાં અમલમાં આવનાર ૩૧,૩૫૦ મેગાવોટના હાઇડ્રો પાવર પ્રોજેક્ટ માટે ૧૨,૪૬૧ કરોડ રૃપિયા ફાળવવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટની બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા હતાં. સરકારના જણાવ્યા અનુસાર ૩૧,૩૫૦ મેગાવોટના હાઇડ્રો પાવર પ્રોજેક્ટ્સનો અમલ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫થી શરૃ કરવામાં આવશે જે ૨૦૩૧-૩૨માં પૂર્ણ થશે.

દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને વેગ આપવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠકમાં પીએમ ઇ-ડ્રાઇવ સ્કીમને મંજૂરી આપવામાં આવી છે.

આ સ્કીમ હેઠળ ઇલેક્ટ્રિક વાહનોને વેગ આપવા માટે સરકાર ૧૦,૯૦૦ કરોડ રૃપિયાનો ખર્ચ કરશે. આ યોજના હેઠળ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ, ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર્સ, ઇ એમ્બ્યુલન્સ, ઇ ટ્રક્સ અને અન્ય ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે ૩૬૭૯ કરોડ રૃપિયાની સબસિડી આપશે. ૧૪,૦૨૮ ઇલેક્ટ્રિક બસો ખરીદવા માટે ૪૩૯૧ કરોડ રૃપિયા ફાળવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *