જાણીતી બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાના પરિવારમાંથી દુખદ સમાચાર મળ્યા છે. મલાઈકા અરોરાના પિતાએ તેમના બાંદ્રા સ્થિત મકાન પરથી કૂદીને જીવન ટુંકાવ્યું હતું. આત્મહત્યાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી, મુંબઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી રહી છે.
આજે બુધવારે સવારે ૦૯:૦૦ વાગ્યે મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાએ બાંદ્રામાં સ્થિત ઘરના ત્રીજા માળ પરથી કૂદીને જીવન ટુંકાવ્યું હતું. મલાઈકાનો પૂર્વ પતિ અરબાઝ ખાન પરિવાર સાથે ઘટનાસ્થળે પહોંચ્યો છે.
અનિલ અરોરાએ આ અંતિમ પગલું કેમ ભર્યું એ હજુ સ્પષ્ટ નથી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.