ઈઝરાયલની વધુ એક એરસ્ટ્રાઈક

કમાન્ડો ઓપરેશન કરવા સેના સીરિયામાં ઘૂસી, ઈરાન લાલઘૂમ.

VIDEO: ઈઝરાયલની વધુ એક એરસ્ટ્રાઈક, કમાન્ડો ઓપરેશન કરવા સેના સીરિયામાં ઘૂસી, ઈરાન લાલઘૂમ 1 - image

હમાસી આતંકવાદીઓ પર આક્રમક બનેલા ઈઝરાયલે વધુ એક દેશમાં એરસ્ટ્રાઈક કરી છે. કમાન્ડો ઓપરેશન પાર પાડવા ઈઝરાયેલી સેના સીરિયામાં ઘૂસી હોવાના તેમજ ત્યાં ઈરાનના અધિકારીઓના અપહરણ કર્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. કમાન્ડોએ સીરિયાના પાંચ સૈન્ય સ્થળો ગ્રાઉન્ડ ઓપરેશન દરમિયાન મિસાઈલ એટેક પણ કરવામાં આવ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ હુમલામાં સાત લોકોના મોત તેમજ ૧૫ લોકોને ઈજા થઈ છે. ઈઝરાયલની કાર્યવાહી બાદ ઈરાન લાલઘૂમ થયું છે. આ એરસ્ટ્રાઈક બાદ ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ઉગ્ર વિવાદ શરૂ થઈ ગયો છે. 

Image

Image

ઈઝરાયેલના કમાન્ડો ફોર્સે નવમી સપ્ટેમ્બરના સીરિયામાં ઘૂસ્યા હતા, જ્યાં તેમણે ઈરાનના અનેક અધિકારીઓના અપહરણ કર્યા છે. સીરિયાના મસયફ અને હામા વિસ્તારમાં ઈરાનને સમર્થન આપતા આતંકવાદીઓ રહે છે અને આ જ વિસ્તારમાં ઈરાનના અધિકારીઓ આવ્યા હતા. જ્યાં ઈઝરાયલે એરસ્ટ્રાઈક કર્યા બાદ ગ્રાઉન્ડ ઓપરેશન પાર પાડ્યું હોવાનું તેમજ મિસાઈલ એટેક પણ કર્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે.

Israeli airstrikes in Gaza kill 34, including 6 UN staffers | World News -  The Indian Express

સીરિયાની સમાચાર એજન્સી SANAના રિપોર્ટ મુજબ, ઈઝરાયેલના કમાન્ડોએ હામાના પશ્ચિમમાં મસયફને નિશાન બનાવાયું છે. મસયફ ઈરાની દળો અને ઈરાનને સમર્થન આપતા આતંકવાદીઓનો અડ્ડો હોવાનું પણ સામે આવ્યું છે. એજન્સીએ એવું પણ કહ્યું છે કે, કમાન્ડોના હુમલામાં સાત લોકોના મોત થયા છે, જ્યારે ૧૫ને ઈજા થઈ છે.

મસયફ સ્થિત હોસ્પિટલના ડિરેક્ટરે મૃત્યુઆંકની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું છે કે, કેટલાક ઈજાગ્રસ્તોની હાલત ગંભીર છે, મૃત્યુઆંક વધવાની સંભાવના છે. મસયફની સરકારી હોસ્પિટલના ડાયરેક્ટર ફૈસલ હૈદરે કહ્યું કે, ‘ઈઝરાયેલ દ્વારા મસયફમાં કેટલાક સ્થળો પર હુમલો કરાયો છે, જેમાં સાતના મોત અને 19 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં કેટલાકની હાલત ગંભીર છે.’

Six Unrwa workers among estimated 34 killed in Israeli strike on Gaza  school | गाजा के स्कूल पर इजराइल की एयरस्ट्राइक, 34 की मौत: इनमें संयुक्त  राष्ट्र के 6 कर्मचारी शामिल ...

ઈઝરાયેલી કમાન્ડોએ બેથી ચાર ઈરાની અધિકારીઓને કેટલીક સિસ્ટમ તેમજ દસ્તાવેજો સાથે ઉઠાવી લીધા છે. આ તમામ અધિકારીઓ મયસફમાં આવેલા સાન્ટિફિક રિસર્ચ સેંટરમાં હતા. કમાન્ડોએ સેન્ટરના ગાર્ડને પણ મોતને ઘાટ ઉતાર્યો છે. આ હુમલો ફાયટર જેટ્સ દ્વારા કરાયો હોવાનો તેમજ હામા વિસ્તારમાં હુમલો કર્યા બાદ હેલિકોપ્ટરથી ગ્રાઉન્ડ ઓપરેશન કરાયું હોવાની વિગતો પણ સામે આવી છે.

હુમલા બાદ મયસફ-હામામાં ખૂબ જ કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ વર્ષે ઈઝરાયેલે સીરિયામાં ઈરાન દ્વારા સમર્થિત આતંકવાદી જૂથો પર ૪૩ હવાઈ હુમલા કર્યા છે. સૌથી ઘાતક હુમલો ૯ મી સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ કરાયો હતો, જેમાં ૧૫ સૈન્ય સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ૧૮ લોકો માર્યા ગયા અને ૩૭ ઘાયલ થયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *