સીતારામ યેચુરીનું નિધન

ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્કસવાદી)ના મહાસચિવ સીતારામ યેચુરીનું ૭૨ વર્ષની વયે નિધન થયું છે. ન્યુમોનિયાની ફરિયાદ બાદ ૧૯ ઓગસ્ટના રોજ તેમને દિલ્હી AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. ૨૫ દિવસથી તેની સારવાર ચાલી રહી હતી. આજે AIIMS હોસ્પિટલમાં તેમને અંતિમ શ્વાસ લીધો છે. તેમના મૃતદેહને હોસ્પિટલને દાનમાં આપ્યો છે. તેઓ ત્રણ વખત પાર્ટીના મહાસચિવ રહી ચૂક્યા છે.

Veteran CPM leader Sitaram Yechury passes away | India News - Times of India

કોણ હતા સીતારામ યેચુરી
સીતારામ યેચુરી૧૯૬૯ના તેલંગાણા આંદોલન દરમિયાન દિલ્હી પહોંચ્યા હતા. યેચુરીએ દિલ્હીની પ્રેસિડેન્ટ એસ્ટેટ સ્કૂલમાં પ્રવેશ લીધો અને CBSE ઉચ્ચતર માધ્યમિક પરીક્ષામાં ઓલ ઈન્ડિયા રેન્ક-૧ મેળવ્યો. તેમણે સેન્ટ સ્ટીફન્સ કોલેજ, દિલ્હીમાંથી પ્રથમ ક્રમાંક સાથે અર્થશાસ્ત્રમાં બીએ (હોન્સ) કર્યું. પછી તેણે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માંથી અર્થશાસ્ત્રમાં MA કર્યું. તેણે પીએચડી માટે જેએનયુમાં એડમિશન લીધું હતું. જો કે, ૧૯૭૫માં કટોકટી દરમિયાન ધરપકડને કારણે પૂર્ણ થઈ શક્યું નહીં.

યેચુરીની પત્ની સીમા ચિશ્તી વ્યવસાયે પત્રકાર છે તેમના ૩૪ વર્ષના પુત્રનું ૨૦૨૧માં કોરોનાથી મૃત્યુ થયું હતું. યેચુરીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમની પત્ની તેમને આર્થિક મદદ કરે છે. તેમના પ્રથમ લગ્ન વીણા મજુમદારની પુત્રી ઈન્દ્રાણી મજમુદાર સાથે થયા હતા. આ લગ્નથી તેમને એક પુત્રી અને એક પુત્ર છે. યેચુરીના પુત્ર આશિષનું ૨૨ એપ્રિલ, ૨૦૨૧ના રોજ ૩૪ વર્ષની વયે કોવિડ-૧૯ને કારણે અવસાન થયું હતું.

ભારત ભરમાં નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

કોણ છે ભાજપના આ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર? | chitralekha
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે સીતારામ યેચુરીના નિધન વિશે જાણીને તેઓ દુખી છે. તેમની એક અલગ અને પ્રભાવશાળી ઓળખ હતી. 

નરેન્દ્ર મોદી - વિકિપીડિયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ  X પર લખ્યું કે તેઓ સીતારામ યેચુરીના નિધનથી દુખી છે. તેઓ ડાબેરીઓના અગ્રણી હતા અને રાજકીય સ્પેક્ટ્રમમાં જોડાવા માટેની તેમની ક્ષમતા માટે જાણીતા હતા. તેમણે અસરકારક સંસદસભ્ય તરીકે પણ પોતાની ઓળખ બનાવી. 

ચિત્ર:Rahul Gandhi.png - વિકિપીડિયા

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સીતારામ યેચુરીના નિધન પર શોક વ્યક્ત કર્યો. X પર પોસ્ટ કરી કે  તે દેશની ઊંડી સમજ ધરાવે છે અને ભારતના વિચારનો રક્ષક છે. સીતારામ યેચુરી જી એક મિત્ર હતા.  દુઃખની આ ઘડીમાં તેમના પરિવારને હૃદયપૂર્વકની સંવેદનાઓ.

નિર્મલા સીતારામન - વિકિપીડિયા

 

 

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે સીતારામ યેચુરીના નિધનના સમાચાર સાંભળીને હું ખૂબ જ દુઃખી છું. તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનું અવસાન થયું તે ખરેખર દુઃખદ છે. જેએનયુમાં તે મારા સિનિયર હતા. કમ્યુનિસ્ટ પાર્ટી માટે આ બહુ મોટું નુકસાન છે.

કેરળના ગવર્નર આરિફ મોહમ્મદ ખાને કહ્યું કે આ CPI(M), મિત્રો અને પરિવાર માટે એક મોટી ખોટ છે. મને પણ એક પ્રકારની અંગત ખોટ લાગે છે કારણ કે હું તેને લાંબા સમયથી ઓળખતો હતો. ઉંમરની દ્રષ્ટિએ આપણે બધા સમકાલીન છીએ. અમે તે જ સમયે સક્રિય રાજકારણમાં રસ લેવાનું શરૂ કર્યું. તેઓ એક મજબૂત વિશ્વાસ ધરાવતા માણસ હતા, જેઓ તેમના વિચારો અને આદર્શો પર અડગ હતા. હું તેમના પરિવાર, મિત્રો અને સહકર્મીઓ પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *