કોલકાતા ડોક્ટર કેસઃ સીએમ મમતા બેનરજીએ કહ્યું રાજીનામું આપવા તૈયાર…

કોલકાતા રાજ્યની મેડિકલ હોસ્પિટલમાં ટ્રેઈની ડોક્ટરના રેપ અને હત્યાના બનાવ પછી રાષ્ટ્રીયસ્તરે ડોક્ટરને ન્યાય અપાવવાનો મુદ્દો ચર્ચામાં છે. વિરોધ પ્રદર્શન કરી રહેલા ડોક્ટર હડતાળ પરથી પાછા જવા તૈયાર નથી, ત્યારે મુખ્ય પ્રધાન મમતા બેનરજીની ડોક્ટર સાથે મીટિંગ નિષ્ફળ રહ્યા પછી રાજીનામાની વાત કહીને સૌને ચોંકાવી દીધા છે.

Kolkata rape-murder case: Doctors protest Update Mamata Banerjee Swasthya  Bhavan | कोलकाता रेप-मर्डर केस, ममता बोलीं- मैं इस्तीफा देने को तैयार:  प्रदर्शनकारी डॉक्टर्स के खिलाफ ...

ખાલી ખુરશીઓ સામે ૨ કલાક રાહ જોઈ કોઈ આવ્યું નહીં…
મમતા બેનરજીએ કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના જુનિયર ડોક્ટરને વાતચીત માટે બોલાવ્યા હતા, પરંતુ ડોક્ટર આવ્યા નહોતા. મમતા બેનરજી લગભગ બે કલાક સુધી રાહ જોઈ હતી, પરંતુ ડોક્ટરનું પ્રતિનિધિમંડળ પહોંચ્યું નહોતું. હડતાળ કરી રહેલા ડોક્ટરનું પ્રતિનિધિમંડળ લાઈવ સ્ટ્રીમિંગની પોતાની માગણીઓ પૂરી કરવા માટે મક્કમ રહ્યું હતું. જોકે, મમતા બેનરજી બે કલાક સુધી કોન્ફરન્સ હોલમાં રાહ જોઈ હતી, પરંતુ ડોક્ટરનું પ્રતિનિધિમંડળ પહોંચ્યું નહોતું.

Latest News, Breaking News Today, Live News Updates, Photos and Videos  Online

મને પદની કોઈ લાલસા નથીઃ મમતા બેનરજી
પશ્ચિમ બંગાલનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ કહ્યું હતું કે મને પદની કોઈ લાલસા નથી, પરંતુ લોકો માટે રાજીનામું આપવા તૈયાર છું. મમતા બેનરજીએ આજે સાંજે વિરોધ પ્રદર્શન કરી રહેલા જુનિયર ડોક્ટર સાથે મુલાકાતે પહોંચી હતી. એ વખતે ડોક્ટર મીટિંગ વખતે લાઈવ સ્ટ્રિમિંગની માગ પર અડગ રહ્યા હતા, પરંતુ કેસ સુપ્રીમ કોર્ટમાં હોવાથી શક્ય નથી, પરિણામે જુનિયર ડોક્ટર મમતા બેનરજીને મળવા આવ્યા નહોતા. આ મીટિંગ નિષ્ફળ રહ્યા પછી તેમણે પોતાના રાજીનામા અંગેની વાત કહી હતી. આર જી કર મેડિકલ કોલેજની ડોક્ટરની હત્યા મુદ્દે ડોક્ટરના સંગઠન ન્યાયની માગણી કરી હતી.

મંત્રણાથી સમાધાન થઈ શકે પણ એમાં મળી નિરાશા
ડોક્ટરની સાથે મંત્રણા નિષ્ફળ રહ્યા પછી મમતા બેનરજીએ કહ્યું હતું કે બે કલાક રાહ જોયા પછી તેમના તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નહોતી. ખુલ્લા મને મંત્રણા કરવા જણાવ્યું હતું. વાતચીતથી સમાધાન થઈ શકે છે અને એના માટે કોઈ આવ્યું નહીં. હું તેમને માફ કરું છું, કારણ કે તેઓ નાના છે. અમારી પાસે બેઠકનો રેકોર્ડ રાખવાની પર્યાપ્ત વ્યવસ્થા છે. આ પ્રક્રિયાની પારદર્શકતા અને ડોક્યુમેન્ટાઈઝેશન માટે અમે સુપ્રીમ કોર્ટની મંજૂરી સાથે રેકોર્ડિંગ શેર કરવા માટે તૈયાર છીએ.

સારવાર વિના ૨૭ મોત, સાત લાખની સારવાર નહીં
ડોક્ટરના રેપ-હત્યા પછી ડોક્ટરના સંગઠન વિરોધ પ્રદર્શન સાથે હડતાળ પર છે, તેથી હોસ્પિટલની કામગીરી ઠપ છે. મમતા બેનરજીએ કહ્યું હતું કે ખુલ્લા મનથી ચર્ચા કરવાનું આમંત્રણ આપ્યું હતું, પરંતુ કોઈ આવ્યું નહીં. અમે પત્ર લખીને પંદર લોકો આવ્યા હતા, પરંતુ મેં ૩૪ ડોક્ટરને પણ આવકાર્યા હતા. આરોગ્ય વિભાગવતીથી ફક્ત હું અને ચંદ્રિમા ભટ્ટાચાર્ય હતા. આમ છતાં કોઈ આવ્યું નહોતું. હડતાળ પછી અત્યાર સુધીમાં ૨૭ લોકોનાં મોત થયા છે, જ્યારે સાત લોકોની સારવાર થઈ શકી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *