રાજસ્થાનમાં ધાર્મિક સરઘસમાં પથ્થરમારો

રાજસ્થાનના શાહપુરા જિલ્લાના જહાઝપુર શહેરમાં જલઝુલાની એકાદશી પર એક યાત્રા પર પથ્થરમારો થતાં વાતાવરણ ગરમાયું હતું. અચાનક થયેલા પથ્થરમારાના કારણે નાસભાગ મચી જતા બજાર બંધ થયું હતું. તેવામાં યાત્રા પણ રોકી દેવામાં આવી હતી. બીજી તરફ, મોટી સંખ્યામાં એકઠા થયેલા ટોળાએ પથ્થરમારો કરનારા અન્ય સમુદાયના લોકોની ધરપકડની માંગને લઈને હોબાળો મચાવ્યો હતો.

भीलवाड़ा में तनावः जुलूस पर पथराव के बाद बिगड़े हालात, पुलिस फोर्स तैनात -  bhilwara hindi news stone pelting at procession in jahazpur religious  sloganeering protest - Asianetnews Hindi

ઘટનાસ્થળે ભાજપના ધારાસભ્યો પહોંચી ગયા હતા. આ દરમિયાન જ્યાં સુધી આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી યાત્રા ન કાઢવા જણાવ્યું હતું. ઘટનાને લઈને નાયબ પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, ‘શહેરમાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. શહેરમાં હાલ શાંતિ છે. પથ્થરમારો કરનારાઓની શોધખોળ ચાલી રહી છે.’

જેવી યાત્રા બજારમાં પહોંચી ત્યારે કેટલાક લોકોએ બૂમો પાડી કે તેને રોકો અને પછી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં લગભગ ૨૦-૨૫ મિનિટ સુધી પથ્થરમારો ચાલુ રહેતા ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *