ઉત્તર પ્રદેશમાં મોટી દુર્ઘટના, ૩ માળનું મકાન ધરાશાયી

કાટમાળમાં દટાઈ જતાં ૬ લોકોનાં મોત.

ઉત્તર પ્રદેશમાં મોટી દુર્ઘટના, 3 માળનું મકાન ધરાશાયી, કાટમાળમાં દટાઈ જતાં 6 લોકોનાં મોત 1 - image

ઉત્તર પ્રદેશના મેરઠમાં મોડી રાતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જ્યાં ત્રણ માળનું એક મકાન ધરાશાયી થઈ ગયું હતું. આ ઘટનામાં ઘણાં લોકો દટાયા હોવાની આશંકા હતી. ઈમારત ધરાશાયી થવાના કારણે ઘટનાસ્થળે નાસભાગ મચી ગઈ હતી. જો કે, લેટેસ્ટ અપડેટ્સ અનુસાર આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કાટમાળમાંથી ૬ મૃતદેહો કાઢી શકાયા છે. જ્યારે અન્યોની શોધખોળ ચાલી રહી છે. હાલ પોલીસની ટીમ અને અન્ય રાહત ટુકડીઓ ઘટનાસ્થળે હાજર છે. તમામ લોકો બિલ્ડિંગનો કાટમાળ હટાવવામાં વ્યસ્ત છે. સાવચેતીના ભાગરૂપે આસપાસની ઈમારતોને ખાલી કરાવવામાં આવી રહી છે.

Up News (यूपी न्यूज़) In Hindi, Latest Uttar Pradesh (उत्तर प्रदेश न्यूज़) Samachar – Amar Ujala

મેરઠમાં આ ઘર ધરાશાયી થવાની દુર્ઘટના અંગે ડીએમ દીપક મીણાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે કાટમાળના ઢગલામાંથી એક મહિલા અને એક બાળક સહિત કુલ ૧૧ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ઈમારતમાં 20ની આસપાસ લોકો ફસાયા હતા. અત્યાર સુધીમાં ૬ લોકોના મોત થયા છે. જ્યારે અન્ય ચારની શોધખોળ હજુ ચાલુ છે. કાટમાળ નીચે દબાઈ જવાને કારણે અનેક પશુઓના મોત પણ થયા છે.

Business Standard (@bsindia) / X

વધારે પડતાં સતત વરસાદને કારણે લોહિયા નગર પોલીસ સ્ટેશનની હદમાં આવતી જાકીર કોલોનીમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. જ્યાં જર્જરિત હાલતમાં આ મકાન ધરાશાયી થઇ ગયું. કાટમાળમાં લોકોને શોધવા માટે હજુ પ્રયાસો ચાલી રહ્યા છે. માહિતી મળતાં જ પોલીસ અને બચાવ ટુકડી ઘટનાસ્થળે પહોંચી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *