જો તમે સવારના નાસ્તામાં ૩૦ ગ્રામથી વધુ પ્રોટીન લેશો તો શરીર પર કેવી અસર થશે?

નાસ્તામાં ૩૦ ગ્રામ પ્રોટીનનું સેવન સામાન્ય રીતે મોટાભાગના લોકો માટે સલામત અને ફાયદાકારક હોય છે.જો કે, આનાથી વધુ પ્રોટીનનું સેવન કરવાથી તમારી શરીર પર કેવી અસર થાય છે ? 

જો તમે સવારના નાસ્તામાં 30 ગ્રામથી વધુ પ્રોટીન લેશો તો શરીર પર કેવી અસર થશે?

આરોગ્ય અને તંદુરસ્તીમાં રસ ધરાવતા લોકો દિવસ દરમિયાન કેટલું પ્રોટીન લે છે તે માપે છે. જરૂરી પ્રોટીન જરૂરિયાતો પૂરી કરવાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય સુધારી શકે છે. પરંતુ, જો ભલામણ કરેલ પ્રોટીન કરતા સેવન વધી જાય તો શું થાય, ખાસ કરીને દિવસની શરૂઆતમાં આવું થાય તો શું થાય ? 

5 Healthy Veg Breakfast Options | High Protein | Yatinder Singh on Make a  GIF

શ્રી બાલાજી મેડિકલ કોલેજમાં રજિસ્ટર્ડ ડાયેટિશિયન અને પિડિયાટ્રિક અને નિયોનેટલ ન્યુટ્રિશનિસ્ટ દીપલક્ષ્મી શ્રીરામ સાથે વાત કરી, જ્યારે તમે નાસ્તામાં ૩૦ ગ્રામ કરતાં વધુ પ્રોટીનનું સેવન કરો ત્યારે શું થાય છે?

How to Feed a Runner - The New York Times

એક્સપર્ટ અનુસાર ‘નાસ્તામાં ૩૦ ગ્રામ પ્રોટીનનું સેવન સામાન્ય રીતે મોટાભાગના લોકો માટે સલામત અને ફાયદાકારક હોય છે. જો કે, આનાથી વધુ પ્રોટીનનું સેવન કરવાથી પેટનું ફૂલવું અને અપચો જેવી પાચન સમસ્યાઓ થઈ શકે છે. આ ઉપરાંત તે ડિહાઇડ્રેશન તરફ દોરી શકે છે કારણ કે પ્રોટીન ચયાપચયને કાર્બોહાઇડ્રેટ્સ અથવા ચરબી ચયાપચય કરતાં વધુ પાણીની જરૂર પડે છે. તે કેટલાક કિસ્સાઓમાં પોષક અસંતુલનનું કારણ પણ બની શકે છે.’

Menu - Authentic Mexican Food | Serranos - Serranos Cocina Y Cantina

શું તેનાથી ખાસ સ્વાસ્થ્ય જોખમો થઇ શકે?

શ્રીરામના જણાવ્યા મુજબ, કિડનીની સમસ્યા ધરાવતા વ્યક્તિઓએ ઉચ્ચ પ્રોટીન ખોરાક લેવો જોઈએ નહીં કારણ કે તે કિડની પર તાણ લાવી શકે છે.

સવારના નાસ્તામાં પ્રોટીનની આદર્શ માત્રા કેટલી?

એક્સપર્ટે કહ્યું કે આ વ્યક્તિની એકંદર દૈનિક પ્રોટીન જરૂરિયાતોને આધારે બદલાઈ શકે છે, જે બદલામાં, ઉંમર, લિંગ, વજન, અન્ય પ્રવૃત્તિ સ્તર અને ફિટનેસ લક્ષ્યો જેવા પરિબળો પર આધારિત છે. જો કે, સામાન્ય માર્ગદર્શિકા એ છે કે નાસ્તામાં લગભગ ૧૫-૩૦ ગ્રામ પ્રોટીનનું સેવન કરવું જોઈએ.

નાસ્તા માટે પ્રોટીનના સ્ત્રોત

શાકાહારી અને માંસાહારી બંને ખોરાકમાં પ્રોટીન હાજર હોય છે. આમાંથી કેટલાક સ્ત્રોતો છે જેમાં ઇંડા, માછલી,મીટ, ડેરી ઉત્પાદનો અને દાળ, ચણા, કાળા કઠોળ, મગની દાળ, બદામ અને રાજમાં, પનીર, સોયા પ્રોડક્ટસનો સમાવેશ થાય છે.

હાઈ પ્રોટીન નાસ્તાના વિકલ્પોના કેટલાક ઉદાહરણો પણ શેર કર્યા જેમ કે મગની દાળ ઈડલી, લીલા ચણા, ઢોસા, પનીર સ્ટફ્ડ ડોસા, ઈંડા ઢોસા અને શાકભાજી સાથે સ્ક્રેમ્બલ્ડ ઈંડાનું સેવન કરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *