ગોલ્ફ ક્લબ પાસે ફાયરિંગ, FBIએ શરૂ કરી તપાસ, કમલા હેરિસનું પણ આવ્યું નિવેદન.
અમેરિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાનમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાદગ ડૉનાલ્ડ ટ્રમ્પને ફરી મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવા અહેવાલો સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ ટ્રમ્પના ફ્લોરીડામાં આવેલા ગોલ્ફ ક્લબની બહાર ફાયરિંગની ઘટના બની છે. સુરક્ષા એજન્સીઓએ કહ્યું કે, આ ઘટનામાં ટ્રમ્પ પર કોઈ ખતરો નથી અને તેઓ સુરક્ષીત છે.
આજે ટ્રમ્પના ફ્લોરીડામાં આવેલા ગોલ્ફ ક્લબની બહાર બે અજાણ્યા લોકોએ એકબીજા પર ફાયરિંગ કર્યું હતું. ઘટનાસ્થળેથી એકે૪૭ પણ મળી આવી છે. એવા અહેવાલ પણ સામે આવ્યા છે કે, હુમલાખોરોએ ગોલ્ફ ક્લપ સામે બંદૂક તાકીને રાખી હતી. ઘટના અંગે પામ બીચ કાયદા અમલીકરણ અધિકારીઓનું કહેવું છે કે, ટ્રમ્પ બંદૂકધારીઓથી ૪૦૦થી ૫૦૦ મીટર દૂર હતા. હાલ FBIએ આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. આ અંગે ટ્રમ્પની પ્રચાર ટીમે કહ્યું કે, ટ્રમ્પની નજીક ફાયરિંગની બનેલી ઘટનામાં તેઓ સુરક્ષિત છે, હાલ તેમને ઘટના અંગે કોઈ વધુ વિગતો આપી નથી.
ટ્રમ્પની નજીક થયેલા હુમલા અંગે ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે કહ્યું કે, મને પૂર્વ પ્રમુખ ટ્રમ્પ અને ફ્લોરિડામાં તેમની મિલકતની નજીક ફાયરિંગ થયું હોવાના રિપોર્ટ મલ્યા છે. હું ખુશ છે કે તેઓ સુરક્ષિત છે. અમેરિકામાં હિંસા માટે કોઈ સ્થાન નથી. બીજીતરફ વ્હાઇટ હાઉસે પણ કહ્યું છે કે, ‘અમે એ જાણીને રાહત થઈ છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ સુરક્ષિત છે.’