રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મિલાદ-ઉન-નબીના અવસર પર દેશના નાગરિકોને ખાસ કરીને મુસ્લિમ સમુદાયના લોકોને શુભેચ્છા પાઠવી છે. પયગંબર મોહમ્મદનો જન્મદિવસ મિલાદ-ઉન-નબી તરીકે ઉજવવામાં આવે છે.
રાષ્ટ્રપતિ મુર્મુએ તેમના સંદેશમાં કહ્યું છે કે પયગમ્બરે તમામ લોકોને પ્રેમ અને ભાઈચારાની ભાવનાને મજબૂત કરવા પ્રેરણા આપી હતી અને સમાજમાં સમાનતા અને સંવાદિતા પર ભાર મૂક્યો હતો. રાષ્ટ્રપતિએ કહ્યું કે પયગંબર મોહમ્મદે લોકોને અન્યો પ્રત્યે કરુણા અને સહાનુભૂતિ રાખવા અને માનવતાની સેવા કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ લોકોને પવિત્ર ધર્મગ્રંથ કુરાન શરીફના ઉપદેશોને જીવનમાં અપનાવવા અને શાંતિપૂર્ણ સમાજનું નિર્માણ કરવા અપીલ કરી છે.