ઈરાનના લેબનોનમાં અનેક સ્થળે પેઝર બ્લાસ્ટ

લેબનોમાં સીરિય બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી છે. અહીં પેઝર્સ બ્લાસ્ટ થવાના કારણે ઈરાનના રાજદૂત સહિત ૧૦૦૦ થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઈજાગ્રસ્તોમાં હિઝબુલ્લાના સભ્યો અને આરોગ્ય કર્મચારીઓ પણ સામેલ છે. ઈરાનની મેહર સમાચાર એજન્સીના અહેવાલ મુજબ ઈરાનના રાજદૂત મોજીતબા અમાની પણ ઈજાગ્રસ્ત થયા છે.

Lebanon Blast

લેબનોનથી મળતા અહેવાલો મુજબ, દક્ષિણ લેબનોન અને રાજધાની બેરૂત, દમાસ્કસ સહિત ઘણા સ્થળો પર સીરિયલ બ્લાસ્ટ થયા છે, જેમાં હિઝબુલ્લાના અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ વિસ્ફોટમાં કેટલાક લોકોના મોત થયા, તેની હજુ કોઈ વિગતો સામે આવી નથી. એવું કહેવાય છે કે, કોમ્યુનિકેશન માટે પેઝર્સનો ઉપયોગ કરી રહ્યા હતા અને તે તમામ પેઝર્સમાં એક સાથે બ્લાસ્ટ કરવામાં આવ્યો.

Hundreds wounded after pagers detonate in Lebanon, media and security  officials say - Niagara-on-the-Lake Local

હિઝબુલ્લાહે તેના તમામ સભ્યોને તેમના પેઝર તાત્કાલિક કાઢી નાખવા સૂચના આપી છે. આ ઘટનાને ગુપ્તચર તંત્રના ઈતિહાસની સૌથી ગંભીર ચૂક તરીકે જોવામાં આવી રહી છે. એવું કહેવાય છે કે, સ્થાનિક સમય મુજબ આ ઘટના ૦૩:૪૫ કલાકે થઈ હતી અને એક પછી એક બ્લાસ્ટ થયા હતા. અનેક સ્થળે વિસ્ફોટો થયા બાદ ભારે અફરાતફરી મચી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *