ટી-૨૦ વર્લ્ડકપ ૨૦૨૪નું શેડ્યૂલ જાહેર કરી દીધું છે. આ વર્લ્ડકપ પહેલા બાંગ્લાદેશમાં યોજવાનો હતો, પરંતુ ત્યાંની ખરાબ પરિસ્થિતિને કારણે વર્લ્ડકપને યુએઈ ખસેડવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટના મેચ શારજાહ ક્રિકેટ સ્ટેડીયમ અને દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડીયમમાં રમાશે. વર્લ્ડકપની શરૂઆત ૩ ઓક્ટોમ્બર થશે.
મહિલા ટી-૨૦ વર્લ્ડકપ-૨૦૨૪નું શેડ્યૂલ
ભારતીય મહિલા ટીમની પહેલી મેચ ૪ ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે થશે. જયારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ૬ ઓક્ટોબરે મેચ રમાશે. આ વખતે ICC મહિલા ટી-૨૦ વર્લ્ડકપ ૨૦૨૪ માં કુલ ૨૩ મેચ રમાશે. આ ટુર્નામેન્ટ ૩ ઓક્ટોબરથી ૨૦ ઓક્ટોબર સુધી ચાલશે. આ વખતે સેમિ ફાઇનલ અને ફાઇનલ મેચ માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે.
આ વર્લ્ડકપમાં કુલ ૧૦ ટીમો ભાગ લઇ રહી છે. જેને ૨ ગ્રપમાં વિભાજીત કરવામાં આવી છે. ગ્રુપ Aમાં ઓસ્ટ્રેલિયા, ભારત, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, શ્રીલંકાનો સમાવેશ કરાયો છે. જયારે ગ્રુપ Bમાં બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ, સ્કોટલેન્ડની ટીમ સામેલ છે.
બંને ગ્રુપમાં ટોપના સ્થાન પર રહેનારી ૨ ટીમો સેમિ ફાઈનલ માટે ક્વોલિફાય થશે. સેમિ ફાઈનલ મેચ અને ૨૦ ઓક્ટમ્બરે ફાઈનલ મેચ દુબઈમાં રમાશે.