એડીસી બેંક ભરતી : અમદાવાદ ડિસ્ટ્રીક્ટ બેંક દ્વારા ફ્રન્ટ ડેસ્ક ઓફિસર અને ઓફિસ આસિસ્ટન્ટ પોસ્ટ પર ઉમેદવારોની પસંદગી કરવા માટે ઓફલાઈન અને ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
અમદાવાદમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો ઓ. બેંક દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. એડીસી બેંક દ્વારા ફ્રન્ટ ડેસ્ક ઓફિસર અને ઓફિસ આસિસ્ટન્ટ પોસ્ટ પર ઉમેદવારોની પસંદગી કરવા માટે ઓફલાઈન અને ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
એડીસી બેંક ભરતી અંગે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી કરવાની રીત, નોકરીનો પ્રકાર, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની વિવિધ મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
એડીસી બેંક ભરતી માટે અંગે મહત્વની વિગતો
સંસ્થા | અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંક |
પોસ્ટ | ફ્રન્ટ ડેસ્ક ઓફિસર અને ઓફિસ આસિસ્ટન્ટ |
જગ્ય | જાહેરાતમાં ઉલ્લેખ નથી |
એપ્લિકેશન મોડ | ઓફલાઈન-ઓનલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૪ |
વેબસાઈટ | https://www.adcbank.coop/ |
એડીસી બેંક ભરતી પોસ્ટની વિગત
અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો. ઓપરેટીવ બેંક દ્વારા ફ્રન્ટ ડેસ્ક ઓફિસર અને ઓફિસ સાસિસ્ટન્ટની પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. એડીસી બેંક દ્વારા બહાર પાડેલી ભરતીમાં કેટલી જગ્યાઓ ભરવાની છે એ ઉલ્લેખ કર્યો નથી.
અમદાવાદ ડિસ્ટ્રીક્ટ બેંક ભરતી માટે લાયકાત
ફ્રન્ટ ડેસ્ક ઓફિસર
- શૈક્ષણિક લાયકાત – ૫૦ % માર્ક્સ સાથે કોઈપણ સ્નાતક પાસ કરેલું હોવું જોઈએ
- વયમર્યાદા – ઉમેદવારની ઉંમર ૩૦ વર્ષથી વધારે ન હોવી જોઈએ
- અનુભવ – ઉમેદવાર કમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન ધરાવતો હોવો જોઈએ
ઓફિસ આસિસ્ટન્ટ
- શૈક્ષણિક લાયકાત – ધોરણ ૧૦ પાસ
- વર મર્યાદા – ઉમેદવારની ઉંમર ૩૦ વર્ષથી વધારે ન હોવી જોઈએ
એડીસી બેંક ભરતી માટે પસંદગી પ્રક્રિયા
એડીસી બેંકની ભરતી જાહેરાતમાં જણાવ્યા પ્રમાણે ફ્રન્ટ ડેસ્ક ઓફિસર માટે લેખિત પરીક્ષા ગોઠવવામાં આવશે. જનરલ નોલેજ, કમ્પ્યુટરનું જ્ઞાન, બેંકિંગ નોલેજ, શોર્ટ નોટ,ગુજરાતી અને અંગ્રેજી સાહિત્ય વિષય આધારીત 100 માર્કસનું પેપર હશે. લેખિત અને ઇન્ટરવ્યૂના આધારે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. આ ઉપરાંત ઓફિસ આસિસ્ટન્ટ માટે લેખિત ટેસ્ટ અને ઇન્ટરવ્યૂના આધારે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.
અરજી કેવી રીતે કરવી?
- જાહેરાતમાં જણાવ્યા પ્રમાણે ઉમેદવારો ઓનલાઈન અને ઓફલાઈન અરજી કરી શકે છે.
- ઓનલાઈન રજી કરવા માટે ઉમેદવારોએ બેંકની https://www.adcbank.coop/ વેબસાઈટની મદદ લઈ શકે છે.
- ઓફલાઈન ઉમેદવારોએ ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર. ધ અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંક લિમડેટ, ગાંધી બ્રીજ નજીક, ઇન્કમ ટેક્સ ઓફિસની સામે, આશ્રમ રોડ, અમદાવાદ – ૩૮૦૦૧૪ સરનામા પર પોસ્ટ કે રૂબરુ અરજી કરી શકે છે.
ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવું કે પોતાની અરજી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૪ પહેલા કરવાની રહેશે. ઉમેદાવોરે બેંકે જાહેર કરેલી ભરતીનું નોટિફિકેશ ધ્યાન પૂર્વ વાંચ્યા બાદ અરજી કરવી.