કરવા ચોથ પરિણીત મહિલાઓ માટે બહુ ખાસ દિવસ હોય છે. કરવા ચોથ વ્રત આસો વદ ચોથ તિથિ પર રાખવામાં આવે છે. ચાલો જાણીએ કરવા ચોથની તારીખ, ચંદ્રોદય સમય અને મહત્વ.
કરવા ચોથ પરિણીત મહિલાઓ માટે બહુ ખાસ દિવસ છે. કરવા ચોથનું શાસ્ત્રોમાં વિશેષ મહત્વ છે. કરવા ચોથ આસુ વદ ચોથ તિથિ પર ઉજવવામાં આવે છે. કરવા ચોથ પર પરિણીત મહિલાઓ પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે. ઉપરાંત કુંવારી યુવતીઓ સારા વરની ઇચ્છા માટે પણ કરવા ચોથનું વ્રત કરે છે. ચાલો જાણીયે ચાલુ વર્ષે કરવા ચોથ ક્યારે છે અને ચંદ્રોદય કેટલા થશે.
કરવા ચોથ આખો દિવસ નિર્જલા ઉપવાસ
કડવા ચોથ વ્રત બહુ કઠિન હોય છે. કરવા ચોથના વ્રતમાં મહિલાઓ આખો દિવસ પાણી પીધા વગર નિર્જલા ઉપવાસ કરે છે. સાંજે ચંદ્રની પૂજા કર્યા બાદ પતિનું મુખ જોઇ પારણાં કરે છે. તેમજ આ દિવસે દેવી પાર્વતી, ભગવાન શિવ અને ગણેશની પૂજા કરવાનું મહાત્મ્ય છે. આ વર્ષે કરવા ચોથ ૧૯ ઓક્ટોબરે ઉજવવામાં આવશે.
કરવા ચોથ કઇ તારીખ પર છે
કરવા ચોથ વ્રત આસો વદ ચોથ તિથિ પર રાખવામાં આવે છે. પંચાગ મુજબ આસો વદ ચોથ તિથિ ૧૯ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ સાંજે ૦૬:૧૭ વાગ્યે શરૂ થાય છે અને ૨૦ ઓક્ટોબરના રોજ બપોરે ૦૩:૪૭ વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં ૧૯ ઓક્ટોબરને રવિવારે કરવા ચોથનું વ્રત કરવામાં આવશે. આવો જાણીએ આ તારીખ, શુભ સમય અને મહત્વ …
કરવા ચોથ ૨૦૨૪ પૂજા મુહૂર્ત ૨૦૨૪
કરવા ચોથ પૂજા મુહૂર્ત – સાંજે ૦૫:૪૮ થી ૦૭:૦૩ વાગેકરવા ચોથનો વ્રતનો સમય – સવારે ૦૬:૩૫ થી ૦૭:૨૧કરવા ચોથ ચંદ્રોદય સમય – સાંજે ૦૭:૨૧ વાગે (શહેર મુજબ સમયમાં ફેરફાર થઇ શકે છે.
કરવા ચોથનું મહત્વ
શાસ્ત્રો અનુસાર માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ સ્વરૂપે મેળવવા માટે કરવા ચોથ ઉપવાસ રાખ્યો હતો. આ વ્રત બાદ જ તેમના લગ્ન શિવ સાથે થયા હતા. ત્યારથી કરવા ચોથનું વ્રત શરૂ થયું. આ વ્રત લગ્ન જીવનમાં અપાર સુખ લાવે છે. એવું માનવામાં આવે છે કે જે પરિણીત સ્ત્રી આ દિવસે અન્ન અને પાણી ત્યાગ કરી વ્રત રાખે છે, તેમના પતિને લાંબુ આયુષ્ય મળે છે અને ક્યારેય કોઈ હાનિ થતી નથી. વળી, કુંવારી છોકરીઓ મનપસંદ વરની ઈચ્છા સાથે આ વ્રત રાખે છે.
કરવા ચોથ પૂજા મંત્ર (કરવા ચોથ પૂજા મંત્ર)
ઓમ એકદંતાય નમ::ઓમ ગૌર્યૈ નમ:,ઓમ ચતુર્થી દેવ્યૈ નમ:ઓમ નમઃ શિવાય