નવરાત્રીને લઈને બનાવાયા કડક નિયમો

નવરાત્રીમાં ગરબા રમવા લોકો મોટા ગ્રાઉન્ડમાં ભેગા થશે. જોકે આ વખતે સરકારી તંત્ર કોઈ જ જોખમ લેવા નથી માગતું એટલે જ લોકમેળાના વિવાદ બાદ આ વખતે નવરાત્રીના પણ નિયમો પણ કડક બનાવવામાં આવ્યા છે. જેમાં ખાનગી ગરબા આયોજકો માટે અલગ અલગ નિયમોનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે.

Indian Couple Garba in Dandiya Night Navratri Dussehra - Morbi Update

આગામી ૩ ઓક્ટોમ્બરથી નવરાત્રી શરુ થવા જઈ રહી છે તે પહેલા હવે નવરાત્રીને લઈને સરકારે નિયમો જાહેર કર્યા છે. સરકાર આ વખતે TRP ગેમ ઝોન અગ્નિકાંડ એક્શનમાં છે આથી આવનાર નવરાત્રીને લઈને નિયમો કડક કરી દેવામાં આવ્યા છે.

Garba these are a few of my favorite things lol GIF - Find on GIFER

નિયમો સાથે થશે નવરાત્રી

નવરાત્રીમાં ગરબા રમવા લોકો મોટા ગ્રાઉન્ડમાં ભેગા થશે. જોકે આ વખતે સરકારી તંત્ર કોઈ જ જોખમ લેવા નથી માગતું એટલે જ લોકમેળાના વિવાદ બાદ આ વખતે નવરાત્રીના પણ નિયમો પણ કડક બનાવવામાં આવ્યા છે. જેમાં ખાનગી ગરબા આયોજકો માટે અલગ અલગ નિયમોનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. ખાસ કરીને ગરબાના આયોજકોએ આ સરકારની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે.

નવરાત્રીમાં આ વખતે આયોજકો માટે શું નિયમો ?

TRP ગેમઝોન કાંડ પછી તંત્ર એક્શનમાં છે. ત્યારે નવરાત્રીના આયોજકો કડક નિયમો બનાવ્યા છે. જેમાં નાગરિકોની સુરક્ષા માટે ઈન્સ્યોરન્સ પોલીસી જોઈશે સાથે CCTV ફરજિયાત રાખવા પડશે. સિક્યુરિટી સાથે કોન્ટ્રાક્ટ પણ રજૂ કરવાનો રહેશે અને ફાયર સુવિધા, ઈલેક્ટ્રીક સાધનોના અધિકૃત વિગતો આપવાની રહેશે. ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સ અને ડોકટર સ્થળ પર હાજર રહેશે અને ખાણી પીણી સ્ટોલ માટે ફૂડ ઇન્સ્પેકટરની મંજૂરી

આરોગ્યથી માંડીને સુરક્ષાની તમામ વ્યવસ્થા કરાશે

આ તરફ નવરાત્રીની sop મામલે ઋષિકેશ પટેલે કહ્યું છે કે આ વખતે ગુજરાતના સૌથી મહત્વના તહેવારને લઈને સરકારી તંત્ર સજ્જ છે. તેમણે કહ્યું કે આરોગ્યથી માંડીને સુરક્ષાની તમામ પ્રકારની વ્યવવસ્થા ગોઠવવામાં આવશે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *