કેન્દ્રીય ચૂંટણી પંચ ત્રણ દિવસની મહારાષ્ટ્રની મુલાકાતે

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પક્ષોએ પ્રચાર શરુ કરી દીધો છે. કેન્દ્રીય ચૂંટણી પંચ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ત્રણ દિવસ મહારાષ્ટ્રનો પ્રવાસ કરશે. ચૂંટણી પંચના અધિકારીઓ ૨૬, ૨૭ અને ૨૮ સપ્ટેમ્બરે મુંબઈની મુલાકાતે આવશે. ચૂંટણી અધિકારીઓની આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

A big announcement can be made during the three-day visit of the Central Election Commission to Maharashtra

કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ ૨૬ સપ્ટેમ્બરે દિલ્હીથી મુંબઈ માટે રવાના થશે. ૨૭ સપ્ટેમ્બરે સવારે ૧૦:૦૦ વાગ્યે રાજ્યના તમામ રાજકીય પક્ષો સાથે બેઠક યોજાશે. બપોરે 1 વાગ્યે સીઈઓ, નોડલ અધિકારીઓ સાથે પણ બેઠક થશે. આ સિવાય સુરક્ષાને ધ્યાનમાં રાખીને ૦૩:૦૦ વાગ્યે અર્ધલશ્કરી દળો, આવકવેરા વિભાગ, ગુપ્તચર એજન્સી, CBI, EDના અધિકારીઓ સાથે બેઠક યોજાશે. સાંજે ૦૫:૦૦ વાગ્યે, મુખ્ય સચિવ અને ડાઈરેક્ટર જનરલ ઓફ પોલીસ સહિત વહીવટી અને પોલીસ અધિકારીઓ સાથે કેન્દ્રીય ચૂંટણી અધિકારીઓની બેઠક થશે.

Maharashtra Images – Browse 77,653 Stock Photos, Vectors, and Video | Adobe  Stock

૨૮ સપ્ટેમ્બરે સવારે ૦૯:૩૦ કલાકે કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ રાજ્યના તમામ કલેક્ટર અને પોલીસ અધિક્ષક સાથે બેઠક કરશે. સાંજે ૦૪:૦૦ વાગ્યે અધિકારીઓ પ્રેસ કોન્ફરન્સ કરશે. આ પછી અધિકારીઓ દિલ્હી પરત ફરશે.

Mumbai South Central, Maharashtra Lok Sabha election 2024: Date of voting,  result, candidates, main parties, schedule | India News - Times of India

ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કર્યા બાદ ગમે ત્યારે વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. એક અહેવાલ મુજબ હરિયાણા અને જમ્મુ-કાશ્મીરના પરિણામો બાદ મહારાષ્ટ્રની ચૂંટણી જાહેર કરવામાં આવી શકે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *