વલસાડ નેશનલ હાઈવે પર જોખમી બાઈક સ્ટંટ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડીયામાં વાયરલ થતા પોલીસે ૯ લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વલસાડ નેશનલ હાઈવે જાણે બાઈકર્સ માટે રેસિંગ ટ્રેક બન્યો છે. અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર જોખમી બાઈક સ્ટંટ ઈવેન્ટનું આયોજન કરાયું હતું. ટેસ્ટી ટર રેસ્ટોરન્ટની પાર્કિગમાં બાઈક સ્ટંટ શો નું આયોજન કરાયું હતું. બાઈકર્સનાં જોખમી સ્ટંટ જોવા લોકો ઉમટ્યા હતા. પરવાનગી વગર યોજાયેલા બાઈક સ્ટંટ શો નો વીડિયો સોશિયલ મીડીયામાં વાયરલ થયા હતા. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વલસાડ નેશનલ હાઈવે પર રોલા ગામ પાસે આવેલ હોટલનાં પાર્કિંગમાં બાઈકર્સ દ્વારા ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ઈવેન્ટનાં વીડિયો સોશિયલ મીડીયામાં વાયરલ થયા હતા. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે ઘટનાં સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જે બાદ ડુંગરી પોલીસે ઈવેન્ટ આયોજક તેમજ બાઈક ઉપર સ્ટંટ કરતા બાઈકર્સ સહિત ૯ લોકો સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઈવેન્ટ આયોજક, બાઈકર્સ સહિત ૯ લોકો સામે ફરિયાદ નોંધાઈ
વલસાડ નજીક હાઈવે પર આવેલ ટચ રેસ્ટોરન્ટનાં પાર્કિંગમાં તેમજ હાઈવે પર કેટલાક બાઈકર્સ દ્વારા જોખમી સ્ટંટ કરતા હતા. જેનો વીડિયો એક યુ ટ્યુબની લિંક પર વાયરલ થયો હતો. જે વીડિયો પોલીસ પાસે પહોંચતા પોલીસે આ બાબતને ગંભીરતાથી લઈ વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસને તપાસ દરમ્યાન ખબર પડી કે આ ઈવેન્ટનું આયોજન ઈન્ડિયા બાઈક વિથ ચાય એન્ડ પકોડા રાઈડનાં સંચાલક વા ઈવેન્ટ મેનેજર શિવમ પવારે કર્યું હતુ. તેમજ ઈવેન્ટ કરનાર દ્વારા કોઈ પણ જાતની પરવાનગી પણ લેવામાં આવી ન હતી. જીલ્લા મેજીસ્ટ્રેટનાં જાહેરનામાનો ભંગ કરનાર ઈવેન્ટ આયોજક સહિત જોખમી સ્ટંટ કરનાર બાઈકર્સ સહિત કુલ 9 લોકો સામે ડુંગરી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.