શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળામાં ચિન્મય મિશન માંથી આવેલા બહેનોએ શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાંચમા અધ્યાયના ૧ થી ૨૮ શ્લોકની સ્પર્ધાત્મક પરીક્ષા લીધી હતી.
ધોરણ છ થી આઠ ના ૫૧ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને તેઓએ સ્પષ્ટ ઉચ્ચારણ સાથે સુંદર મૌખિક પરીક્ષા આપી હતી જેનાથી આવેલા બંને બહેનો ખૂબ જ પ્રભાવિત થયા હતા તેમજ શાળાના શિક્ષકો પણ ખૂબ જ પ્રભાવિત રહ્યા હતા. સુંદર પરીક્ષા આપવા બદલ ચિન્મય મિશન સંસ્થા દ્વારા પ્રમાણપત્રો આપી વિદ્યાર્થીઓને ઉત્સાહિત કર્યા હતા તેમજ આગામી વર્ષમાં ભગવદ્ ગીતાના છઠ્ઠા અધ્યાય ની તૈયારી કરે. વિદ્યાર્થીઓ સંસ્કાર અને સંસ્કૃતિનું જતન કરે તેવી સમજણ પણ આપી હતી.
સાથે સાથે આશ્ચર્યની વાત એ છે કે બાલમંદિરની એક વિદ્યાર્થીનીએ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો એક શ્લોક બોલી દરેક બાળકોમાંથી ભય દૂર કરી નિર્ભયતાથી પરીક્ષા આપી શકે તેવો માહોલ ઉભો કર્યો હતો.