જાણો ૨૫/૦૯/૨૦૨૪ બુધવાર નું પંચાંગ અને રાશિ ભવિષ્ય

આજનુ પંચાંગ

Weekly almanac, this week the leap month will begin and the Sun will change the zodiac; 3 auspicious moments for shopping and starting a new job | હિંદુ કેલેન્ડર: સાપ્તિહિક પંચાંગ, આ

(ઉત્તરાયણ સૌર શરદઋતુ), બુધવાર, તા. ૨૫-૯-૨૦૨૪,
નવમીનું શ્રાદ્ધ, અવિધવા નવમી
ભારતીય દિનાંક ૩, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ભાદ્રપદ વદ-૮
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ભાદ્રપદ, તિથિ વદ-૮
પારસી શહેનશાહી રોજ ૧૨મો મોહોર, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૧૨મો મોહોર, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૮મો દએપઆદર, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૧મો, માહે ૩જો રબી ઉલ અવ્વલ, સને ૧૪૪૬
મીસરી રોજ ૨૨મો, માહે ૩જો રબી ઉલ અવ્વલ, સને ૧૪૪૬
નક્ષત્ર આર્દ્રા રાત્રે ક. ૨૨-૨૩ સુધી, પછી પુનર્વસુ.
ચંદ્ર મિથુનમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મિથુન (ક, છ, ઘ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ.૨૯ અમદાવાદ ક. ૦૬ મિ. ૨૯, સ્ટા.ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૩૧, અમદાવાદ ક. ૧૮ મિ. ૩૩, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : સાંજે ક. ૧૭-૦૩,
ઓટ: બપોરેે ક. ૧૨-૧૨, રાત્રે ક. ૨૩-૫૬
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, ભાદ્રપદ કૃષ્ણ – અષ્ટમી. નવમીનું શ્રાદ્ધ, અવિધવા નવમી. સૌભાગ્યવતીનું શ્રાદ્ધ. સૂર્ય મહાનક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની, વાહન હાથી.
મુહૂર્ત વિશેષ: રાહુ દેવતાનું પૂજન, શિવરુદ્રાભિષેક પૂજા, શિવલિંગને અગરની ઔષધીનું લેપન કરવું, ઔષધ ઉપચાર, ધજા, કળશ પતાકા ચઢાવવી, બગીચો બનાવવો, ખેતીવાડી, ધાન્ય ઘરે લાવવું, નિત્ય થતાં પશુ લેવડદેવડ, ઘર, ખેતર, જમીનનું લેવડદેવડ.
શ્રાદ્ધ પર્વ: આજરોજ નવમી તિથિએ દિવંગતનું શ્રાદ્ધ કરવું. જે વિધવા નથી તે દિવંગત સૌભાગ્યવતીનું શ્રાદ્ધ આજરોજ કરવું. નવમી તિથિનું શ્રાદ્ધ સદ્ગુણી સ્ત્રીની પ્રાપ્તિ કરાવે છે. પ્રતિભા ઐશ્ર્વર્યમાં વૃદ્ધિ કરાવે છે. જે વ્યક્તિ શ્રાદ્ધ નથી કરતી તેની નિત્ય પૂજા, સૂર્યાદિ ગ્રહો, અન્ય દેવતા માન્ય નથી કરતા. શ્રાદ્ધ ન કરનારને મોક્ષ પ્રાપ્તિ, સ્વર્ગ પ્રાપ્તિ થતી નથી. શ્રાદ્ધએ નૈમિતિક ફરજ છે. જેમ રાષ્ટ્ર પરત્વેની ફરજ છે, સમાજ પરત્વેની ફરજ છે તેમ કુટુંબ પરત્વેની ફરજ શ્રાદ્ધ વિધાનથી દર્શાવાય છે એટલે કે દિવંગતના આત્માની શાંતિ માટે શ્રાદ્ધવિધિ કરવાથી મનુષ્ય દિવંગત પરત્વેની ફરજ અદા કરે છે.
આચમન: ચંદ્ર-રાહુ ચતુષ્કોણ જાહેર જીવનની પ્રવૃત્તિમાં વકીલાતમાં સફળ રહે. બુધ-નેપ્ચ્યૂન પ્રતિયુતિ સ્વપ્નદષ્ટા, ચંદ્ર-મંગળ યુતિ અવિચારી, ચંદ્ર-શનિ ત્રિકોણ જવાબદારીવાળું સ્થાન મળે.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-રાહુ ચતુષ્કોણ, બુધ-નેપ્ચ્યૂન પ્રતિયુતિ, ચંદ્ર-મંગળ યુતિ. ચંદ્ર-શનિ ત્રિકોણ. ચંદ્ર વિષુવૃત્તની ઉત્તરે ૨૮ અંશ ૩૮ કળાના અંતરે રહે છે. ચંદ્ર ક્રાંતિવૃત્તથી ઉત્તરે ૫ અંશ, ૧૮ કળાના અંતરે રહે છે.
ગ્રહગોચર: સૂર્ય-ક્ધયા, મંગળ-મિથુન, માર્ગી બુધ-ક્ધયા, ગુરુ-વૃષભ, શુક્ર-ક્ધયા, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યૂન-મીન, વક્રી પ્લુટો-મકર.

આજ નું રાશિફળ

Animated Round Frame with Zodiac Sign. Black and White Horoscope Symbol. | Black and white gif, Zodiac, Zodiac signs

આજે દ્વિપુષ્કર યોગ આ પાંચ રાશિના જાતકો માટે ખોલશે સૌભાગ્યના દ્વાર…

Read Daily, Weekly, Monthly Horoscope | Rashifal Adda

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ વધારે સારો રહેવાનો છે. આજે તમારે નફાના આયોજન પર પૂરતું ધ્યાન આપવું પડશે. તમે ઉર્જાથી ભરપૂર હશો, પરંતુ જો તમે તમારી ઉર્જાનો યોગ્ય કામોમાં ઉપયોગ કરશો તો જ સારું રહેશે. નોકરીમાં કામ કરતા લોકોનો પ્રભાવ વધશે. મિત્રો સાથે ક્યાંક ફરવા જઈ શકો છો. જો તમારા પિતા કામના સંબંધમાં કોઈ સલાહ આપે છે, તો તમારે તેમની વાતનું પાલન કરવું જોઈએ. એવોર્ડ પ્રાપ્ત કરવાથી પાર્ટીનું આયોજન થઈ શકે છે.

According to astrology, people of this zodiac sign are lucky, get immense success with the grace of Mother Lakshmi.

આજનો દિવસ તમારા માટે સખત મહેનતથી ભરેલો દિવસ રહેશે. તમને તમારી મહેનતનું સંપૂર્ણ પરિણામ મળશે. નોકરીમાં કામ કરતા લોકોના અધિકારીઓ તેમના કામથી ખુશ રહેશે, જેના કારણે તેમને પ્રમોશન પણ મળી શકે છે. જો તમે પહેલા કોઈની પાસેથી લોન લીધી હોય, તો તમે તેને ચૂકવવામાં ઘણી હદ સુધી સફળ થશો. સામાજીક ક્ષેત્રે કામ કરતા લોકો પોતાના કામકાજ પર ધ્યાન આપે તો સારું રહેશે. આજે તમને તમારા કોઈ સહકર્મી દ્વારા કહેવામાં આવેલી કોઈ વાતથી ખરાબ લાગશે. જો તમારી માતાની ઈચ્છા પૂરી થશે તો તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં.

For the next 24 days, the four zodiac signs will gather money with both hands, the Golden Period has begun...

મિથુન રાશિના જાતકો માટે આજનો દિસ નાણાંકીય દ્રષ્ટિએ સારો રહેશે. મિત્રો તરફથી આજે સંપૂર્ણ સાથ સહકાર મળી રહ્યો છે. ફેમિલી બિઝનેસમાં આજે આગળ વધશો. તમારી પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે. તમારે તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખવું પડશે. નોકરીમાં કામ કરતા લોકોના દુશ્મનો તેમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે, જેમને તમે તમારી ચતુરાઈથી સરળતાથી હરાવી શકશો. તમારે તમારા કામમાં ઢીલ ન રાખવી જોઈએ. વિદ્યાર્થીઓ કોઈપણ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે.

કર્ક રાશિના સમજસેવા સાથે સંકળાયેલા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. બિઝનેસમાં આજે કોઈ ડીલ ફાઈનલ કરી શકો છો. તમારા જીવનસાથીની સલાહ તમારા માટે ઉપયોગી સાબિત થશે. તમે કોઈ મિત્ર સાથે ક્યાંક બહાર જઈ શકો છો. જો તમારી મનપસંદ વસ્તુઓમાંથી કોઈ ખોવાઈ ગઈ હોય, તો તે શોધવાની સંભાવના છે. આજે તમારા બાળકને ગળા સંબંધિત સમસ્યા થઈ શકે છે. આજે કોઈના વાત પર પણ આંધળો વિશ્વાસ કરવાનું ટાળો.

After 5251 years, a special yoga will happen tomorrow, Achhe Din will begin for the people of this zodiac sign...

આજનો દિવસ તમારા માટે સમજી વિચારીને કરવા માટેનો દિવસ રહેશે. તમારા કાર્યસ્થળ પર કોઈની સાથે મહત્વપૂર્ણ માહિતી શેર કરશો નહીં. તમારા પૈસા સંબંધિત કોઈપણ મામલાનો ઉકેલ આવી શકે છે અને તમને તમારા કાર્યક્ષેત્રમાં મોટી સફળતા મળવાની સંભાવના છે. તમે ઘરે નવું વાહન લાવી શકો છો, પરંતુ તમારે તમારા વધતા ખર્ચને નિયંત્રિત કરવા વિશે વિચારવું પડશે. તમને તમારા જીવનસાથી તરફથી પૂરતો સહયોગ અને સાથ મળશે. તમને તમારા પરિવારના કોઈ સભ્ય તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે.

A rare Mahalakshmi Yoga happened, the grace of Maa Lakshmi will shower on the four zodiac signs...

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ચિંતાજનક રહેશે. લવલાઈફ જીવી રહેલાં લોકો વચ્ચે આજે સંઘર્ષ જોવા મળશે. તમારે કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં ધીરજ જાળવી રાખવી પડશે અને તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખવું પડશે. તમે પરિવારના સભ્યો સાથે કોઈ શુભ તહેવારમાં ભાગ લઈ શકો છો. તમને કોઈપણ સરકારી યોજનાનો પૂરો લાભ મળશે. તમે વરિષ્ઠ સભ્યોને મળી શકો છો અને પારિવારિક વ્યવસાય અંગે તેમના અભિપ્રાય મેળવી શકો છો. જો તમે કોઈ નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા હોવ તો તેમાં કેટલીક અડચણો આવી શકે છે.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદદાયક રહેશે. જો તમે કોઈ તણાવનો સામનો કરી રહ્યા હતા, તો તે પણ દૂર થઈ જશે. તમે જે પણ કાર્ય હાથ ધરશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે. તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકોને પરીક્ષામાં બેસવાની તક મળી શકે છે. જો તમને કાર્યસ્થળમાં તમારા સહકર્મીઓની કોઈ મદદની જરૂર હોય, તો તમને તે સરળતાથી મળી જશે. પ્રવાસ દરમિયાન આજે તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામ આપનારો છે. વ્યવસાયમાં તમારી યોજનાઓ ફળશે અને તમને કોઈ સરકારી કામમાં સફળતા મળશે. જો તમે કોઈની પાસેથી લોન લીધી હોય, તો તમે તેને ઘણી હદ સુધી ચૂકવી શકો છો. તમારે તમારા વ્યવસાયમાં ખૂબ જ સમજી વિચારીને કેટલાક ફેરફારો કરવા પડશે. તમારા માતા-પિતાના આશીર્વાદથી તમારું કોઈપણ અટકેલું કામ પૂર્ણ થશે. તમારે કેટલીક જૂની ભૂલમાંથી પાઠ શીખવો પડશે. વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજમાંથી રાહત મળી રહી છે.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. તમારે તમારી દિનચર્યા જાળવી રાખવી જોઈએ. જો તમને નોકરીમાં પ્રમોશન મળશે તો તમારી ખુશીની કોઈ સીમા નહીં રહે. તમે તમારા કોઈ મિત્રના સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહેશો. તમે તમારા ઘરના કામકાજ અંગે પરિવારના સભ્યો સાથે વાત કરી શકો છો. તમને યાત્રા કરવાની તક મળશે. જો બાળકની તબિયતમાં કોઈ બગાડ હશે તો તે પણ દૂર થઈ જશે. તમારે તમારા કામનું આયોજન કરવું પડશે.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસમાં સંપત્તિમાં વધારો લાવનાર છે. જો તમારા પૈસા સંબંધિત કોઈ મામલો લાંબા સમયથી વિવાદમાં હતો, તો તમને તેમાં વિજય મળશે. જો તમે કોઈની પાસેથી પૈસા ઉધાર લેવાનું વિચારી રહ્યા હતા, તો તમને તે સરળતાથી મળી જશે. તમારા ઘરે કોઈ મહેમાન આવી શકે છે. ઘરેલું જીવનમાં, તમારે તમારા જીવનસાથી સાથે એવી કોઈ વાત ન કરવી જોઈએ જેનાથી ઝઘડો થઈ શકે. જો તમે ઉતાવળમાં કોઈ નિર્ણય લો છો, તો તેનાથી તમને નુકસાન થઈ શકે છે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ લાભદાયી રહેવાનો છે. આજે તમારે તમારી નફાની યોજનાઓ પર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ અને તમારી જીવનશૈલીને સુધારવાનો પ્રયાસ કરતા રહેવું જોઈએ. પરિવારના સભ્યો તમારા કામમાં તમને પૂરો સાથ આપશે. તમારે તમારી આસપાસ રહેતા લોકોને ઓળખવાની જરૂર છે. જો તમે કોઈ કામમાં તમારા ભાઈ-બહેનોની મદદ લો છો, તો તમને તે પણ સરળતાથી મળી જશે. વિદ્યાર્થીઓ નવા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી શકે છે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ અત્યંત ફળદાયી રહેવાનો છે. નોકરી સંબંધિત કોઈ કામ માટે આજે તમારે કોઈ પ્રવાસ પર જવું પડશે. આ પ્રવાસને કારણે તમારું પ્રમોશન થવાની પૂરેપૂરી શક્યતા છે. જો કોઈ નવું કામ શરૂ કરવાને કારણે પરિવારમાં તણાવ ચાલી રહ્યો હતો તે દૂર થઈ રહ્યો છે. જીવનસાથીને કોઈ પાસેથી સારા સમાચાર સાંભળવા મળી શકે છે. જો પરિવારના કોઈપણ સભ્યના લગ્નમાં વિલંબ થયો હોય, તો તેમના લગ્નની પુષ્ટિ થઈ શકે છે. તમે તમારા વ્યવસાયને લઈને કેટલાક નવા ફેરફારો કરશો, જે તમારા માટે સારા રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *