ટેટૂ ફેશનનો એક ભાગ માનવામાં આવે છે. જો કે ટેટૂ કરાવતા પહેલા અને પછી બહું કાળજી રાખવી પડે છે, નહીં તે સ્કીન ઇન્ફેક્શન થઇ શકે છે.
ટેટૂ કરાવવાનો ટ્રેન્ડ છે. ખાસ કરીને યંગસ્ટર બોડી પર જાત જાતના ટેટૂ કરાવે છે. ટેટૂ આજકાલ ફેશનનો એક મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, ટેટૂ બનાવવાનો બિઝનેસ પણ ઘણો વધ્યો છે. રોડસાઈડથી લઈને મોટા મોલ સુધી તમને સેંકડો ટેટૂ આર્ટિસ્ટ જોવા મળશે. પરંતુ માત્ર દુકાન પર જઈને ટેટૂ કરાવવું પૂરતું નથી. ટેટૂ બન્યા બાદ આર્ટિસ્ટનું કામ પૂરું થઇ જાય છે. પરંતુ તમારા શરીર અને સ્કીન પ્રત્યે તમારી જવાબદારી વધી જાય છે.
આમ જોવા જઈએ તો આ સમગ્ર પ્રક્રિયામાં ગ્રાહક ટેટૂ આર્ટિસ્ટ પર ભરોસો રાખે છે. ટેટૂ કરાવ્યા પછી પણ સ્કીનની સંભાળ રાખવી એટલી જ જરૂરી છે. જ્યારે પણ તમે ટેટૂ કરાવતા હોવ, ત્યારે ખાતરી કરો કે તેઓ નવી સોયનો ઉપયોગ કરે. આ આર્ટિકલમાં આપણે ડેવિલ્સ ટેટૂઝના ટેટૂ આર્ટિસ્ટ સૌનક રોય પાસેથી જાણીશું ટેટૂ બનાવતા પહેલા અને પછી કઇ બાબતો ધ્યાનમાં રાખવી જોઇએ.
ટેટૂ કરાવતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખો
હાઇડ્રેશન
એક્સપર્ટ્સના મતે આપણા શરીરનો 70 ટકા ભાગ પાણીથી બનેલો છે. તમારી ત્વચાને હાઇડ્રેટેડ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે અમારા ગ્રાહકોને ટેટૂના વધુ સારા અનુભવ માટે ટેટૂ બનાવવાના 7 દિવસ પહેલા પાણીનું સેવન વધારવાની સલાહ આપીયે છીએ.
મોઇશ્ચરાઇઝિંગ
ત્વચા પર ભેજને કારણે ઇન્ક / શહી ત્વચાની અંદર સરળતાથી પ્રવેશવામાં ખૂબ મદદ કરે છે. તેથી, સમયાંતરે ત્વચા પર મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ લગાવતા રહો.
એક્સફોલિએટિંગ
ત્વચાની સપાટીને સાફ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એક સારો એક્સ્ફોલિએટિંગ સ્ક્રબ શહીને ત્વચાની અંદર સરળતાથી પ્રવેશવાની મંજૂરી આપીને ડેડ સ્કીન દૂર કરવામાં મદદ કરી શકે છે.
તડકામાં નીકળવાનું ટાળો
ત્વચા પરનો સૂર્યપ્રકાશ કાળા અથવા ભૂરા રંગનું પડ બનાવે છે, જે ટેટૂ બનાવતી વખતે કલાકારને મુશ્કેલી ઉભી કરી શકે છે. માટે ટેટૂ બનાવતી વખતે સૂર્યપ્રકાશથી બચવું જોઈએ. જો તમે તડકામાં બહાર નીકળો તો ત્વચા પર સન પ્રોટેક્શન ફેક્ટર 50+ નું પાતળું લેવલ લગાવો.
લોહી પાતળું કરવાની દવાનું સેવન ટાળો
ટેટૂ કરાવતા પહેલા રાત્રે દારૂ અને કેફીન જેવા તમામ પદાર્થોનું સેવન કરવાનું ટાળો, જે લોહીને પાતળું કરે છે. આલ્કોહોલ અને કેફીન જેવી વસ્તુઓ તમારા લોહીને પાતળું કરે છે, જે ટેટૂ કરાવતી વખતે વધુ રક્તસ્રાવનું કારણ બને છે. જેના કારણે સારવાર દરમિયાન સમસ્યા થઈ શકે છે.
શેવિંગ કરતી વખતે કાળજી રાખો
ટેટૂ બનાવવાની જગ્યા પર તમે પહેલા થી શેવિંગ કરી રહ્યા છો તો સ્કીન કપાય નહીં તેનું ધ્યાન રાખો. જો તમને ફાવટ ન હોય તો સલૂનમાં જઇ હેર ટ્રિમ કરાવી લો.
ટેટૂ કરાવ્યા બાદ આ બાબત ધ્યાનમાં રાખો
એક વખત ટેટૂ બની જાય પછી ટેટૂ આર્ટિસ્ટનું કામ પૂરું થઈ જાય છે. પછી તેની સંભાળ અને સારવાર સંપૂર્ણપણે તમારી હોય છે.
ટેટૂ કરાવ્યા બાદ સાવચેતી રાખવી
ટેટુ અને સ્કિન કેરની તમામ બાબતોનું સારી રીતે ધ્યાન રાખો. શંકા કે મૂંઝવણ હોય તો ટેટૂ આર્ટિસ્ટનો સંપર્ક કરતાં અચકાવું નહીં. ટેટુ બનાવનાર દરેક આર્ટિસ્ટ અલગ અલગ હોય છે, તેથી તેની સંભાળ લેવાની પ્રક્રિયા પણ અલગ અલગ હોઇ શકે છે. આ બાબતો સામાન્ય છે.
ટેટૂ સાબુ વડે ધોવું નહીં
ટેટૂને સાફ રાખો. ટેટુ સાફ રાખવા અને બેક્ટેરિયાથી બચાવવા માટે તેને એન્ટી-બેક્ટેરિયલ સાબુ અને પાણીથી ધોઈ લો.
ટેટૂમાં મોઇશ્ચરાઇઝિંગ રાખો
ટેટૂ આર્ટિસ્ટ દ્વારા સૂચવ્યા મુજબ ક્રીમનું ખૂબ જ પાતળું સ્તર લગાવો. ક્રીમનો વધુ પડતો ઉપયોગ ન કરો. આનાથી ફોલ્લીઓ થઇ શકે છે
કસરત કરવાનું ટાળો
ભારે વર્કઆઉટ્સ ટાળો અથવા ટેટૂ બન્યુ હોય તે અંગની કસરત કરવાનું ટાળો. તમે જેટલો વધુ આરામ કરશો તેટલી જ ઝડપથી તે ઠીક થઇ જશે.
તડકામાં બહાર જવાનું ટાળો
ટેટૂ બની ગયા પછી જ્યારે પણ ઘરની બહાર નીકળો ત્યારે SPF 50+ સનસ્કીન લોશન લગાવો. જ્યારે ટેટૂ ઠીક થઈ ગયેલી અવસ્થામાં હોય, ત્યારે તેને સુરક્ષિત રાખવા માટે તમે તમારા ટેટૂને લૂઝ સ્લીવ્ઝથી ઢાંકી શકો છો. યુવી કિરણો શાહીના કણોને તોડી નાખે છે, જેના કારણે ટેટૂ ઝાંખું પડી જાય છે.
ઢીલા કપડાં પહેરો
જાડા અને ટાઇટ કપડાં પહેરવાનું ટાળો. આવા કપડા ટેટૂ વાળી સ્કીન પર ઘસાય છે. જેના કારણે શરૂઆતના દિવસોમાં સમસ્યાઓ ઉભી થઈ શકે છે.
સ્વિમિંગ કરવાનું ટાળો
ટેટૂ કરાવ્યા બાદ એક મહિના સુધી સ્વિમિંગ કરવાનું ટાળો. સ્વિમિંગ પૂલમાં વપરાતું ક્લોરિનનું પાણી ટેટૂ માટે બહુ અનુકૂળ હોતું નથી. ટેટૂ કરાવ્યા પછી થોડા દિવસો સુધી સ્વિમિંગ પુલ કે નદી – દરિયાના પાણીમાં તરવાનું ટાળો.
ખંજવાળવું નહીં
ટેટૂ કરાવેલી જગ્યા પર ખંજવાળવું નહીં. ઘણીવાર શરૂઆતના દિવસોમાં ચામડી પર પોપડી જામવી જેવી સમસ્યા થાય છે. શરીર પર ટેટૂ બનેલી જગ્યા પર ખંજવાળવાનું ટાળો.