અમદાવાદના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે દક્ષિણ ગુજરાત સહિત અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં ભાદરવા સાથે હવે અષાઢી માહોલ પણ જામે તેવી સંભાવના છે. મંગળવારે અમદાવાદમાં ૩૭.૬ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું.

અમદાવાદના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, સુરત-સાબરકાંઠામાં પણ વાતાવરણમાં પલટો 1 - image

અમદાવાદમાં છેલ્લા બે દિવસથી ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું હતું અને તાપમાનમાં પણ વધારો થયો હતો જેના પગલે ભારે ઉકળાટ અને બફારાથી લોકો કંટાળી ગયા હતા ત્યારે આજે સાંજે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું. જો કે, સાંજના સમયે શહેરમાં વધુ ટ્રાફિક થતો હોવાથી વાહનચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. દરમિયાન વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક થતા લોકોને રાહત મળી હતી. હવામાન વિભાગે આગામી ત્રણ કલાક સુધી અમદાવાદમાં વરસાદની આગાહી વ્યક્ત કરી હતી. 

અમદાવાદના અનેક વિસ્તારોમાં વહેલી સવારે ગાજવીજ અને તોફાની પવન સાથે ભારે વરસાદ  પડ્યો | Heavy rain accompanied by thunder and gusty winds occurred in  several areas of Ahmedabad ...

મુશળધાર વરસાદે શહેરનાં મોટાભાગના વિસ્તારોની ભીંજી દીધા છે, ત્યારે ગોતા, સાયન્સ સિટી, સરખેજ, પ્રહલાદ નગર, ઈસ્કોન, થલતેજ, બોપલ, ધુમા, જોધપુર, શિવરંજની, શીલજ સહિત એસજી હાઈવેના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

ગુજરાતમાં વરસાદનું લેટેસ્ટ અપડેટ્સ, જાણો આજે કયા કયા જિલ્લામાં જળબંબાકાર થવાની શક્યતા 1 - image

આગામી ચાર દિવસ  ક્યાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ

૫ સપ્ટેમ્બર: વલસાડ, દમણ, દાદરા નગર હવેલી. 

૨૬ સપ્ટેમ્બર: ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી. 

૨૭ સપ્ટેમ્બર: વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરત, ડાંગ, નવસારી, તાપી, અમરેલી, ભાવનગર.

૨૮ સપ્ટેમ્બર: સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ,             દીવ. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *