અમદાવદામાં ધોળા દિવસે અંધારપટ

છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં ૨૧૨ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે ગુજરાતના ચાર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદને વરસાદે ધમરોળ્યું, મોડી રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, અનેક  વિસ્તારમાં પાણી ભરાયા | Gujarat rain update rained heavily in Ahmedabad -  Gujarat Samachar

ગુજરાતમાં નવરાત્રી આંગળીના વેઠે ગણી શકાય એટલા જ દિવસો બાકી છે ત્યારે વરસાદનો વધુ એક રાઉન્ડ શરુ કરી દેતા ગુજરાતમાં ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા પ્રસરી છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં ૨૧૨ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે ગુજરાતના ચાર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ચાર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

Meteorological Department forecast about rain in Gujarat | Gujarat Rain: વરસાદને લઈ હવામાન વિભાગે કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

ગુજરાતમાં સવારથી જ મેઘ મહેર, અમરેલીના બાબરામાં એક ઈંચ વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૪, શુક્રવારના રોજ સવારે ૦૬:૦૦ વાગ્યાથી લઈને સવારે ૧૦:૦૦ વાગ્યા સુધીમાં ગુજરાતમાં ૪૨ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ અમરેલીના બાબરામાં એક ઈંચ, સુરેન્દ્રનગરના ચુડામાં પોણો ઇંચ વરસાદ નોંધાયો હતો. અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ બન્યું છે. ઠેકઠેકાણે વરસાદ પણ પડવાનો શરુ થયો છે. જોકે, સવારમાં જ આખા અમદાવાદમાં અંધારપટ છવાયો છે.

હવામાન વિભાગે શું કરી આગાહી ? જુઓ - Voice Of Day

ગુજરાતમાં ૨૪ કલાકમાં ૨૧૨ તાલુકામાં વરસાદ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં ગુરુવારે સવારે ૦૬:૦૦ વાગ્યાથી લઈને શુક્રવારે સવારે ૦૬:૦૦ વાગ્યા સુધીમાં ૨૪ કલાકના સમયમાં રાજ્યના ૨૧૨ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ તાપી જિલ્લાના વ્યારામાં સાડા આઠ ઈંચ વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ સોનગઢમાં સાડા છ ઈંચ, જૂનાગઠના વિસાવદરમાં છ ઇંચ અને ભાવનગરના ઘોઘામાં પણ છ ઈંચ વરસાદ નોંધાયો હતો.

ગુજરાતમાં 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, દક્ષિણ-ગુજરાત-સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ જાહેર 1 - image

૧૯ તાલુકામાં ૩ થી ૯ ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં ગુરુવારે સવારે ૦૬:૦૦ વાગ્યાથી લઈને શુક્રવારે સવારે ૦૬:૦૦ વાગ્યા સુધીમાં ૨૪ કલાકના સમયમાં રાજ્યના ૨૧૨ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં ૧૯ તાલુકા એવા છે જ્યાં ૩ થી ૯ ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો

આ મોનસૂનમાં થઈ એવી ગતિવિધિ કે 'હવામાન વિભાગ' પણ ડરી ગયું, 1976 બાદ પહેલીવાર  થયું આવું | what is monsoon break imd weather news in gujarati rainfall  updates in india - Gujarat Samachar

જિલ્લો તાલુકો વરસાદ(MM)
તાપી વ્યારા ૨૧૧
તાપી સોનગઢ ૧૫૯
જૂનાગઢ વિસાવદર ૧૫૨
ભાવનગર ઘોઘા ૧૫૧
ભાવનગર પાલિતાણા ૧૧૦
વલસાડ વાપી ૧૦૯
ભાવનગર વલ્લભિપુર ૧૦૭
વલસાડ વલસાડ ૯૯
ભાવનગર ભાવનગર ૯૫
ભાવનગર શિહોર ૯૪
ગીર સોમનાથ ઉના ૯૩
વલસાડ ઉમરગામ ૯૧
ગીર સોમનાથ સુત્રાપાડા ૮૫
ગીર સોમનાથ કોડિનાર ૮૫
સુરેન્દ્રનગર સાયલા ૮૫
તાપી વાલોદ ૭૯
નવસારી જલાલપોર ૭૭
જૂનાગઢ ભેસાણ ૭૫

ગુજરાતના આ જિલ્લામાં પાણી-પાણી કરી નાખવાની મેઘરાજાની તૈયારી, અંબાલાલ પટેલની  આગાહી | Weather In Gujarat: ambalal patel predicts heavy rain in gujarat -  Gujarat Samachar

૬૫ તાલુકામાં ૧ થી ૩ ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં ગુરુવારે સવારે ૦૬:૦૦ વાગ્યાથી લઈને શુક્રવારે સવારે ૦૬:૦૦ વાગ્યા સુધીમાં ૨૪ કલાકના સમયમાં રાજ્યના ૨૧૨ તાલુકામાં વરસાદ નોંધાયો હતો.જેમાં ૬૫ તાલુકા એવા છે જ્યાં ૧ થી ૩ ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો છે.

Rain Raindrops GIF - Rain Raindrops - Discover & Share GIFs

ગુજરાતમાં ૨૪ કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં ગુરુવારે સવારે ૦૬:૦૦ વાગ્યાથી લઈને શુક્રવારે સવારે ૦૬:૦૦ વાગ્યા સુધીમાં ૨૪ કલાકના સમયમાં રાજ્યના ૨૧૨ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.

Gujarat Rain : ગુજરાતના કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે?  ક્યાં પડશે સતત વરસાદ? - BBC News ગુજરાતી

ગુજરાતમાં 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, દક્ષિણ-ગુજરાત-સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ જાહેર 2 - image

ગુરૂવારે દિવસ દરમિયાન ભાવનગરના ઘોઘામાં સૌથી  વઘુ સાડા ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો.  તાપીના વ્યારામાં સૌથી વધુ ૮.૫ ઇંચ, તાપીના સોનગઢ, જૂનાગઢના વિસાવદર અને ભાવનગરના ઘોઘામાં છ -છ ઇંચ, પાલીતાણા ,વાપી, વલભીપુરઅને પારડી માં ૪ ઇંચથી વધુ, જ્યારે ભાવનગર ,સિહોર અને ઉનામાં પણ ચાર ઇંચ, અને સુત્રાપાડા ,સાયલા ,કોડીનાર માં ૩.૫ ઇંચ વરસાદ પડ્યો હતો. મહુવા, જુનાગઢના માળિયા હાટિના, વલસાડના ઉમરગામ, અમરેલીના જાફરાબાદમાં પણ બે ઈંચથી વઘુ વરસાદ પડ્યો હતો. 

મોસમનો પહેલો વરસાદ | જીવન

ગુજરાતમાં હજુ સુધી ૧૨૮.૨૪ % વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં ૧૨૮ તાલુકામાં ૪૦ ઈંચથી વઘુ, ૧૦૫ તાલુકામાં ૨૦ થી ૪૦ ઈંચ, ૧૮ તાલુકમાં ૧૦ થી ૨૦ ઈંચ વરસાદ નોંધાયો છે. કચ્છમાં ૧૮૩.૩૨ %, દક્ષિણ ગુજરાતમાં ૧૩૩.૫૪ %, સૌરાષ્ટ્રમાં ૧૩૧.૫૯ %, પૂર્વ મઘ્ય ગુજરાતમાં ૧૨૬.૦૪ % અને ઉત્તર ગુજરાતમાં ૧૦૯.૦૪ % વરસાદ વરસ્યો છે. 

Gujarat Rain: અમદાવાદમાં રથયાત્રા દરમિયાન વરસાદ પડશે કે નહીં? જાણો ચોમાસા  પર લેટેસ્ટ આગાહી - weather department issues rainfall alert in gujarat for  two days -

આગામી ૩ દિવસ ક્યાં રેડ ઓરેન્જ એલર્ટ…

૨૭ સપ્ટેમ્બર : વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ.

૨૮ સપ્ટેમ્બર : વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ. ડાંગ, નવસારી, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ.

૨૯ સપ્ટેમ્બર : સુરત, ડાંગ, નવસારી, તાપી, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *