આજનુ પંચાંગ
(ઉત્તરાયણ સૌરશરદૠતુ), રવિવાર, તા. ૨૯-૯-૨૦૨૪, બારસનું શ્રાદ્ધ, સંન્યાસીઓનું શ્રાદ્ધ, મઘા શ્રાદ્ધ
ભારતીય દિનાંક ૭, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ભાદ્રપદ વદ-૧૨
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ભાદ્રપદ, તિથિ વદ-૧૨
પારસી શહેનશાહી રોજ ૧૬મો મેહેર, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૧૬મો મેહેર, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૧૨મો મોહોર, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૫મો, માહે ૩જો રબી ઉલ અવ્વલ, સને ૧૪૪૬
મીસરી રોજ ૨૬મો, માહે ૩જો રબી ઉલ અવ્વલ, સને ૧૪૪૬
નક્ષત્ર મઘા મધ્યરાત્રિ પછી ક. ૩૦-૧૮ સુધી (તા. ૩૦), પછી પૂર્વાફાલ્ગુની.
ચંદ્ર સિંહમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: સિંહ (મ, ટ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ.૨૯, અમદાવાદ ક. ૦૬ મિ. ૩૦, સ્ટા.ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૨૮, અમદાવાદ ક. ૧૮ મિ. ૨૯, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :ઽ
ભરતી : સવારે ક. ૧૦-૧૮, રાત્રે ક. ૨૨-૩૪
ઓટ: સાંજે ક. ૧૬-૩૧ મધ્યરાત્રિ પછી ક. ૦૪-૨૧ (તા. ૩૦)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, “ક્રોધી’ નામ સંવત્સર, ભાદ્રપદ કૃષ્ણ – દ્વાદશી. બારસનું શ્રાદ્ધ, સંન્યાસીઓનું શ્રાદ્ધ, મઘા શ્રાદ્ધ (રેંટિયા બારસ), પ્રદોષ, સૂર્ય મહાનક્ષત્ર હસ્ત, વાહન મોર.
મુહૂર્ત વિશેષ: મઘા જન્મનક્ષત્ર શાંતિ પૂજા, વડનું પૂજન, પિતૃપૂજન, કેતુગ્રહ, સૂર્યદેવતાનું પૂજન, ગાયત્રીમાતાનું પૂજન, જાપ, હવન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, બી વાવવું, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી ગણેશપૂજા, પ્રદોષ-વ્રત ઉપવાસ, શિવ-પાર્વતી પૂજા, રુદ્રાભિષેક, શિવભક્તિ, ભજન, નામસ્મરણ, કીર્તન, રાત્રિ જાગરણ.
શ્રાદ્ધ પર્વ: બારસ તિથિએ દિવંગતનું શ્રાદ્ધ આજરોજ કરવું જે બુદ્ધિબળમાં વૃદ્ધિ કરી વ્યક્તિને મેધાવી બનાવે છે. સંન્યાસીના શ્રાદ્ધ આજ રોજ કરવા, શ્રાદ્ધપર્વમાં મઘા શ્રાદ્ધનું મહત્ત્વ અધિક છે. શ્રાદ્ધ એટલે શ્રદ્ધાપૂર્વક અનુસરવામાં આવતું કર્મકાંડ. જે કર્મ, ધર્મને અનુલક્ષીને છે તેમાં શ્રદ્ધાનો ભાવ દાખવવો આવશ્યક છે. બ્રાહ્મણ શ્રાદ્ધ સમજણપૂર્વક કરાવે છતાંય તર્ક અને બુદ્ધિ વધુ કામ કરે તો પ્રશ્ર્નો ઉપસ્થિત થાય. આ પ્રશ્ર્નોને મહત્ત્વ ન આપતા શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધવિધિમાં મન પરોવવું એ શ્રાદ્ધક્રિયાનો મહિમા છે. આજ રોજ વડનું પણ પૂજન અવશ્ય કરવું.
આચમન: સૂર્ય-રાહુ પ્રતિયુતિ વડીલો સાથે મતભેદો થયા કરે, ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ વિકૃત મનોદશાવાળા બુધ-રાહુ પ્રતિયુતિ તકરારી સ્વભાવ.
ખગોળ જ્યોતિષ: સૂર્ય-રાહુ પ્રતિયુતિ, ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ, બુધ-રાહુ પ્રતિયુતિ (તા. ૩૦). ચંદ્ર-મઘા યુતિ થાય છે. મંગળ પુનર્વસુ પ્રવેશ.
ગ્રહગોચર: સૂર્ય-ક્ધયા, મંગળ-મિથુન, માર્ગી બુધ-ક્ધયા, ગુરુ-વૃષભ, શુક્ર-ક્ધયા, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર. ઉ
આજ નું રાશિફળ
આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે મધ્યમ, જોઈ લો શું છે બાકીની રાશિના હાલ…

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત રહેવાનો છે. તમારા લાંબા સમયથી અટકેલા કેટલાક કામ પૂર્ણ થવા પર તમે ખુશ થશો. વિદ્યાર્થીઓએ પોતાનો આત્મવિશ્વાસ મજબૂત કરવો પડશે, તો જ તેઓ અભ્યાસમાં પ્રગતિ કરી શકશે. જો તમે કોઈ શારીરિક સમસ્યાથી પરેશાન છો, તો તમારે તેના વિશે થોડું ધ્યાન રાખવું પડશે. તમારી સમસ્યાઓને અવગણશો નહીં, નહીં તો તમને પછીથી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આજે તમને જીવનસાથી તરફથી કોઈ મૂલ્યવાન ભેટ મળશે.

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ ઝઘડા અને પરેશાનીઓમાંથી મુક્તિ અપાવશે. તમારે બીજા વિશે બિનજરૂરી બોલવાનું ટાળવું પડશે. જે લોકોને નોકરીની ચિંતા છે તેમને સારી તક મળી શકે છે. નોકરીમાં કામ કરતા લોકોના અધિકારીઓ તેમના કામથી ખુશ રહેશે. કાર્યસ્થળ પર તમારી કોઈ ભૂલને કારણે તમારા સહકર્મીઓ તમારાથી નારાજ થશે. વિદ્યાર્થીઓ અભ્યાસ સંબંધિત કોઈપણ સમસ્યા અંગે તેમના શિક્ષકો સાથે વાત કરી શકે છે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સમજદારીપૂર્વક આગળ વધવાનો રહેશે. આજે તમને સાસરિયાઓ તરફથી માન-સન્માન મળતું જણાઈ રહ્યું છે. આજે તમે તમારા જીવનસાથીથી કોઈ વાત ગુપ્ત રાખો છો, તો તે તેમની સામે ખુલ્લી પડી શકે છે. તમારી માતા તમારાથી કોઈ વાતને લઈને નારાજ થશે. તમારે તેમને મનાવવા માટે તમારા શ્રેષ્ઠ પ્રયાસો કરવા જોઈએ. આજે પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થવાને કારણે વાતાવરણ ખુશનુમા રહેશે. તમારી પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ રચનાત્મક કાર્યમાં જોડાઈને નામ કમાવવાનો રહેશે. જો તમારું કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થશે તો તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. તમારે બીજાની વાતમાં સામેલ થવાનું ટાળવું પડશે. તમે લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળશો. તમારી મિલકત સંબંધિત કોઈપણ નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. નોકરીમાં પ્રમોશનના કારણે તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડી શકે છે. કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં તમારે ધીરજ જાળવી રાખવી પડશે.

આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. તમે તમારા વ્યવસાયમાં કેટલાક ફેરફારો કરી શકો છો. તમે ઘર અને બહાર તમારી વાતો અને વર્તનથી લોકોને ખુશ રાખવાનો પ્રયાસ કરશો. તમે નવું વાહન ખરીદી શકો છો, જેના માટે તમારે ધીરજ સાથે વાહન ચલાવવાની જરૂર છે. જો તમારું કોઈ પૈસા સંબંધિત કામ બાકી હતું, તો તે પૂર્ણ થઈ શકે છે અને તમે તમારા માતા-પિતાની સેવા કરવા માટે થોડો સમય ફાળવી શકશો. જો તમે ક્યાંક જાઓ છો, તો ખાતરી કરો કે તમારી કિંમતી વસ્તુઓ સુરક્ષિત રાખો.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેવાનો છે. આજે તમે તમારી બુદ્ધિમતાથી લીધેલા નિર્ણયો તમારા માટે વધુ સારા રહેશે. પરિવારમાં કોઈ નવા સભ્યનું આગમન થઈ શકે છે. તમે નોકરી સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ પગલાં લઈ શકો છો, જે તમારા માટે સારું રહેશે. વેપારમાં તમે સારું રોકાણ કરી શકો છો. તમને તમારા પિતા વિશે કંઈક ખરાબ લાગશે. તમે તમારા મનની કોઈપણ ઇચ્છા વિશે તમારા માતાપિતા સાથે વાત કરી શકો છો. વિચાર્યા વિના કોઈપણ કામમાં વ્યસ્ત ન થાઓ, નહીં તો પછીથી તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે. આજે તમારા દરેક કામ સરળતાથી પૂરા થઈ રહ્યા છે. મકાન, પ્રોપર્ટી કે દુકાર ખરીદવાનું વિચારી રહ્યા હશો તો તમારી એ ઈચ્છા પણ પૂરી થઈ રહી છે. સંતાન આજે તમારી પાસેથી કોઈ વસ્તુ માંગી શકે છે અને તમે એની એ માંગણી ચોક્કસ પૂરી કરશો. પૈસા સંબંધિત સમસ્યામાંથી મુક્તિ મળી રહી છે. મનમાં જો કોઈ મૂંઝવણ હશે તો એનો ઉકેલ લાવવા તમે ધાર્મિકયાત્રા પર જઈ શકો છો.

આજનો દિવસ તમારે લેવડ-દેવડમાં સાવધાની રાખવાનો રહેશે. આ તમારા સંબંધિત તમામ કામમાં તમને પૂરો સાથ આપશે. તમે તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો. તમારા કાર્યની ગતિ થોડી ધીમી રહેશે, પરંતુ તમે હજી પણ તમારા કાર્યોને પૂર્ણ કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરશો. કાર્યસ્થળ પર કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. વિદ્યાર્થીઓને બહારથી કેટલીક શિષ્યવૃત્તિ મળવાની સંભાવના છે.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ કરનારો રહેશે. આજે તમને તમારા કામમાં સફળતા મળશે. મિત્રો સાથે ફરવા જવાનું પ્લાનિંગ કરશો. આજે તમને આવક વધારવામાં સફળતા મળશે. જો કોઈ પારિવારિક સમસ્યા તમને પરેશાન કરતી હતી તો તે પણ દૂર થઈ જશે. પરિવારમાં આનંદ અને શાંતિનું વાતાવરણ રહેશે. તમને પરિવારના કોઈ સભ્ય તરફથી ભેટ મળી શકે છે. વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજમાંથી રાહત મળશે.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. આજે તમારે કોઈ પણ બિનજરૂરી પ્રવૃત્તિઓમાં સામેલ થવાથી બચવાનો રહેસે. આજે તમે કોઈ પાસેથી પૈસા ઉધાર લેવાનું વિચારી રહ્યા હોલ તો આજે તમને એ પણ સરળતાથી મળી જશે. આજે તમારે તમારા બિઝનેસમાં ખૂબ જ સમજી વિચારીને આગળ વધવું પડશે. આજે કોઈને પણ કોઈ વચન આપતા પહેલા વિચારવાની જરૂર છે. તમે પરિવારના સભ્યો સાથે બેસીને કેટલીક પારિવારિક સમસ્યાઓ હલ કરવાનો પ્રયાસ કરશો.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કામમાં વ્યસ્ત રહેવાનો છે. આજે તમારી ચિંતામાં વૃદ્ધિ થશે, કારણ કે તમે એક સાથે ઘણા બધા કામ કરવાનો પ્રયાસ કરશો. આજે તમારા કોઈ સહકર્મચારીઓ તમારું કામ બગાડવાનો પ્રયાસ કરશે, પણ તમે તમારી બુદ્ધિમતા અને ચાલાકીથી એને હરાવી શકશો. માતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન આપવું પડશે. સમાજસેવા સાથે સંકળાયેલા લોકો આજે દરેક કામમાં સફળતા મળી રહી છે. સંતાન આજે તમારી અપેક્ષા પર ખરું ઉતરશે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સારા પરિણામ લઈને આવશે. નોકરી શોધી રહેલાં લોકોને આજે દરેક કામમાં સફળતા મળી રહી છે. શેરબજારમાં રોકાણ કરવા માટે અનુકૂળ સમય છે. આજે તમે મનની ઈચ્છા પ્રમાણે રોકાણ કરશો, જેને કારણે તમને સારો એવો નફો થશે. પરિવારમાં કોઈ સભ્યના લગ્ન નક્કી થવાથી આજે પરિવારમાં ખુશહાલીનો માહોલ રહેશે. આજે કોઈ પાર્ટી વગેરેનું આયોજન થશે. કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હશે તો આજે એ પાછી મળશે.